હળદરવાળું દૂધનું સેવન કરનાર સાવધાન, આવા લોકો પર ઝેર જેવી અસર કરે છે હળદર

Turmeric Supplement Side Effects On Healths : હળદર ઔષધીય ગુણોથી ભરપૂર દવા સમાન છે. હળદરનું યોગ્ય રીતે સેવન કરવું જોઇએ. અમુક કિસ્સાઓમાં હળદરના સેવનથી સ્વાસ્થ્ય પર ઝેર જેવી અસર થાય છે

Written by Ajay Saroya
April 04, 2024 21:19 IST
હળદરવાળું દૂધનું સેવન કરનાર સાવધાન, આવા લોકો પર ઝેર જેવી અસર કરે છે હળદર
હળદરવાળું દૂધ અને હળદરની ચાનું સેવન સાવધાની પૂર્વક કરવું જોઇએ. (Photo - Freepik)

Turmeric Supplement Side Effects On Healths : હળદર એ એક મસાલા છે જેનો ઉપયોગ આપણે ભોજનના સ્વાદ અને રંગ બંનેને વધારવા માટે કરીએ છીએ. હળદર માત્ર એક મસાલા જ નથી, પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર દવા પણ છે. હળદરમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો, તે એક મજબૂત એન્ટિઓક્સિડેન્ટ છે જે બળતરા ઘટાડે છે. તેમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને વિટામિન બી6 હોય છે જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ફાઇબરથી ભરપૂર હળદરનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય સ્થિતિમાં સેવન કરવામાં આવે તો જ તે ફાયદાકારક છે. આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર હળદરના સેવનથી કેટલાક ફાયદા થવાની સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓ એવા પણ છે જેમાં હળદરના સેવનથી સ્વાસ્થ્ય પર ઝેર જેવી અસર થાય છે.

જો ભોજનમાં હળદરનું સેવન કરવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન નથી થતું કારણ કે તેની માત્રા મર્યાદિત છે, પરંતુ જો હળદરને પૂરક એટલે કે હળદરનું પાણી, કેપ્સ્યુલ અને હળદરના દૂધનું સેવન કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તે શરીર પર ઝેરનું કામ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે હળદરનો લાભ લેવા માટે સતત અને વધુ માત્રામાં સપ્લિમેન્ટના રૂપમાં હળદરનું સેવન કરે છે, જેનાથી તેમને લાભને બદલે નુકસાન થાય છે. હળદરનું સપ્લિમેન્ટ તરીકે સેવન કરવાથી કેવી રીતે નુકસાન થાય છે ચાલો હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ.

લોહીની ઉણપ હોય તો હળદરનું સેવન બંધ કરી દો

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમારે હળદરનું સેવન બંધ કરી દેવું જોઈએ. હળદર આયર્નના શોષણને અવરોધે છે. જો તમે સપ્લિમેન્ટ તરીકે હળદરનું સેવન કરવાનું શરૂ કરશો, તો પેટ અને આંતરડામાં આયર્નનું શોષણ થશે નહીં. લોહી બનાવવા અને હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં આયર્નની કમીના કારણે લોહીની ઉણપ રહેશે અને શરીરમાં નબળાઈ વધશે. હેલ્થ સુધરવાના બદલે ખરાબ થઇ શકે છે.

Thyroid Test | blood test | types of blood tests | essential blood tests | thyroid tests important | Blood Test Every Year
બ્લડ ટેસ્ટ કરાવીને તમે શરીરમાં લોહીની ઉણપ, શરીરમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાણી શકાય છે. (Photo – freepik)

મહિલાઓએ સપ્લિમેન્ટ તરીકે હળદરનું સેવન ન કરવું જોઈએ (Turmeric Milk Benefits For Female)

જો તમે મહિલા છો તો હળદરનું સેવન તેની ચા બનાવીને કે દૂધ સાથે હળદરનું સેવન ભૂલથી પણ કરવું નહીં. હળદર સ્ત્રીઓમાં પીરિયડ્સને નિયંત્રિત કરે છે. જે મહિલાઓનું માસિક ચક્ર અવ્યવસ્થિત છે તેમના માટે હળદરનું સેવન બરાબર છે, પરંતુ જો તમે ગર્ભવતી છો, તો હળદરનું સેવન ભૂલથી પણ કરવું નહીં. ગર્ભાવસ્થામાં હળદરના સેવનથી કસુવાવડ થઈ શકે છે.

જો તમને બ્લીડિંગ ડિસઓર્ડર છે, તો હળદરનું સેવન મુશ્કેલી ઉભી કરશે

કેટલાક લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે, આવા લોકોએ હળદરનું સેવન કરવું જોઇએ નહીં. આવી સમસ્યામાં હળદરના સેવનથી રક્તસ્ત્રાવ વધી શકે છે. હળદર આપણા શરીરમાં લોહીને ગંઠાઈ જવાથી અને લોહીને પાતળું કરવાથી રોકે છે. આવી સ્થિતિમાં, રક્તસ્રાવ વધુ થશે અને જીવનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચો | આ 5 બીમારીમાં નારિયેળ પાણીનુ સેવન ઝેર સમાન, ડાયાબિટીસના દર્દીએ એક દિવસમાં કેટલું સેવન કરવું જોઇએ?

કિડનીમાં પથરી હોય તો હળદરનું સેવન કરવું નહી

જો તમને કિડનીમાં પથરી કે કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો સપ્લિમેન્ટ તરીકે હળદરનું સેવન કરવું નહીં. કિડનીમાં પથરી કેલ્શિયમ ઓક્સાલેટ હોય છે જેમાં હળદર ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં સપ્લિમેન્ટ તરીકે હળદરનું સેવન કરવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ