હળદરનું વધારે પડતું સેવન લીવર ડેમેજનું કારણ બને?

હળદરનું વધુ પડતું સેવન લીવર પર જોખમ | એક મહિલાએ માર્ચમાં દરરોજ હળદર કેપ્સ્યુલ સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કર્યું હતું. તેનો ધ્યેય શરીરમાં સાંધાનો દુખાવો અને બળતરા ઘટાડવાનો હતો. પરંતુ થોડા અઠવાડિયામાં, તેને પેટમાં દુખાવો, ઉબકા, થાક અને ઘાટો પેશાબ જેવી સમસ્યા જોવા મળી હતી.

Written by shivani chauhan
July 17, 2025 15:47 IST
હળદરનું વધારે પડતું સેવન લીવર ડેમેજનું કારણ બને?
Can excessive consumption of turmeric cause liver damage

ઘણા લોકો હળદર (turmeric) ને બળતરા વિરોધી અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઘટક તરીકે જાણે છે. પરંતુ તાજેતરમાં, હળદરના પૂરક નિયમિતપણે લીધા પછી તેના લીવર ઉત્સેચકોમાં વધારો થતાં 57 વર્ષીય અમેરિકન મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેની સ્થિતિ લીવર ફેલ્યોરની નજીક છે અને તેને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.

મહિલાએ કેમ હળદનું સેવન કરવાનું શરૂ કર્યું?

ઇન્સ્ટાગ્રામ પર એક હેલ્થ એક્સપર્ટને મળ્યા પછી, મહિલાએ માર્ચમાં દરરોજ હળદર કેપ્સ્યુલ સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કર્યું હતું. ધ્યેય શરીરમાં સાંધાનો દુખાવો અને બળતરા ઘટાડવાનો હતો. પરંતુ થોડા અઠવાડિયામાં, તેને પેટમાં દુખાવો, ઉબકા, થાક અને ઘાટો પેશાબ જેવી સમસ્યા જોવા મળી હતી. પુષ્કળ પાણી પીધા પછી પણ તેમનો પેશાબ કાળો થઈ રહ્યો હતો, જે લીવરની કામગીરીમાં ખામી હોવાનો સંકેત છે.

ખોરાકમાં હળદર વિરુદ્ધ કર્ક્યુમિન સપ્લીમેન્ટ્સ

હળદરમાં કર્ક્યુમિન સૌથી સક્રિય ઘટક છે. ખાદ્ય હળદરમાં તેની સાંદ્રતા લગભગ 2-3% છે. જોકે, સપ્લિમેન્ટ્સમાં, આ સાંદ્રતા લગભગ 95% સુધી હોય છે. મારેંગો એશિયા હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. પુનિત સિંગલાએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, “હળદરનું વધુ પડતું પ્રમાણ શરીરમાં ઝેરી અસર પેદા કરી શકે છે, ખાસ કરીને જેઓ અગાઉ લીવરની સમસ્યાઓથી પીડાતા હોય છે, તેથી તેમણે વધુ કાળજી લેવાની જરૂર છે.”

વધુ પડતી હળદર ખાવાથી લીવર ડેમેજના લક્ષણો

  • પેશાબનો રંગ ઘેરો કે કાળો
  • પેટમાં ભારેપણું અને ગેસ
  • નબળાઈ અને આળસ
  • આંખો કે સ્કિન પીળી પડવી (કમળાના ચિહ્નો)
  • ઉલટી કે ઉબકા

કેટલી હળદર ખાવા સલામત?

દરરોજ ખોરાકમાં 1.5-3 ગ્રામ હળદર પાવડર (લગભગ અડધી ચમચી) લેવું સલામત છે.કર્ક્યુમિન સપ્લિમેન્ટ્સના કિસ્સામાં, 500-2000 મિલિગ્રામ સુધીનું સેવન કરી શકાય છે , પરંતુ ડૉક્ટરની સલાહ વિના નહીં. જો તમે ફેટી લીવર, આલ્કોહોલિક લીવર રોગ, અથવા હેપેટાઇટિસથી પીડાતા હોવ, તો પૂરક લેવાનું ટાળો.ખોરાક સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધે છે, તેથી ખોરાકમાં મરીની માત્રાને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે.

Post-Meal Exercise Duration । 2 સમોસા અને જલેબી ખાધા પછી પાચન કરવા કેટલી કસરત કરવી પડે?

ડૉક્ટરની સલાહ શા માટે મહત્વપૂર્ણ ?

હળદરના સપ્લિમેન્ટ્સ, ‘કુદરતી’ હોવા છતાં, તેમાં ઘણું કર્ક્યુમિન હોય છે. તેમાંના મોટાભાગના એફડીએ અથવા અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય તબીબી સત્તા દ્વારા માન્ય નથી. તેથી, હળદરનું એકલા સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ખોરાકમાં હળદરનું પ્રમાણ

આપણે દરરોજ રસોઈમાં જેટલી હળદરનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીર માટે ફાયદાકારક અને સલામત છે. શરીરમાં હળદરના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે, અલગથી સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ ડૉક્ટર ખાસ સલાહ ન આપે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ