Ultra Processed Foods Addiction : બટાકાની ચિપ્સ કોકેઈન જેટલી વ્યસનકારક: રિચર્સ, આદત છોડવા આ 5 ટિપ્સ અપનાવો

Ultra Processed Foods Addiction : બ્રિટિશ મેડિકલ જર્નલના 36 જુદા જુદા દેશોમાં 281 અભ્યાસના ઓક્ટોબર 2023ના નવા વિશ્લેષણ અનુસાર, 14 ટકા પુખ્ત વયના લોકો અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સના વ્યસનમાં ટ્રેપ છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
October 27, 2023 16:09 IST
Ultra Processed Foods Addiction : બટાકાની ચિપ્સ કોકેઈન જેટલી વ્યસનકારક: રિચર્સ, આદત છોડવા આ 5 ટિપ્સ અપનાવો
બટાકાની ચિપ્સ કોકેઈન જેટલી વ્યસનકારક: રિચર્સ, આદત છોડવા આ 5 ટિપ્સ અપનાવો

Ultra Processed Foods Addiction : શું તમારી સાથે કદી આવું થયું છે? કે તમે બટાકાની ચિપ્સ ખાવાનું ચાલુ કરો છો અને કંટ્રોલ કર્યા વગર તેનું સેવન કરો છો? એક નવું સંશોધન થયું છે જે દર્શાવે છે કે તે ખાવાની આદત કોકેઈન અથવા હેરોઈન જેટલી વ્યસનકારક છે.

નિષ્ણાતો કહે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ, અથવા UPFs, 10માંથી 1 કરતાં વધુ લોકો તેના વ્યસનમાં ટ્રેપ કરે છે અને તે નિકોટિન, કોકેઈન અથવા હેરોઈન જેવા જ વ્યસનકારક છે. બ્રિટિશ મેડિકલ જર્નલના 36 જુદા જુદા દેશોમાં 281 અભ્યાસોના ઓક્ટોબર 2023ના નવા વિશ્લેષણ અનુસાર, 14 ટકા પુખ્ત વયના લોકો UPF ના વ્યસનમાં ટ્રેપ છે.

જનરલ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. રંગા સંતોષ કુમારે જણાવ્યું કે, “યુપીએફમાં વારંવાર જોવા મળતા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીના કોમ્બિનેશનથી મગજની રીવોર્ડ સિસ્ટિમ પર સુપ્રા-એડિટિવ અસર થાય છે, એકલા મેક્રોન્યુટ્રિઅન્ટ ઉપર, જે આ ખોરાકની વ્યસનની સંભાવનાને વધારી શકે છે.”

આ પણ વાંચો: Winter 2023: એસિડિટીથી લઈ માથાના દુખાવા સુધી અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં આપશે રાહત આ ‘વિન્ટર મોર્નિંગ ડ્રિન્ક’,જાણો રેસિપી અને ફાયદા

કુદરતી રીતે મેળવેલા ખોરાકમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ અથવા વધુ ચરબી હોય છે, પરંતુ બંનેનું ઉચ્ચ સ્તર હોતું નથી, જ્યારે UPF માં બંનેનું પ્રમાણ અપ્રમાણસર રીતે વધારે હોય છે. આ કારણે જ તમે હોમમેઇડ બટાકાની ચિપ્સના વ્યસની નહીં થાઓ, જો કે, પેકેજ્ડ ચિપ્સનો ચસ્કો રહે છે.લોકો તેમને વ્યસની લાગે છે તેનું બીજું કારણ એ છે કે તેઓના મગજમાં આનંદ અને રોવોર્ડ સાથે સંકળાયેલા ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇન ઉત્તેજિત થાય છે.

આ પણ વાંચો: Cleaning Tips : દિવાળીના તહેવારોમાં સાફ-સફાઇ કરવાની સરળ ટીપ્સ, ઘરની ટાઇલ્સથી લઇ દિવાલો ચમકી ઉઠશે

જો કે, એ નોંધવું અગત્યનું છે કે ખોરાકની વ્યસનને તબીબી નિદાન તરીકે સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવતું નથી, અને મિકેનિઝમ્સને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ માટે કંટ્રોલ પર કાબુ મેળવવો પડકારજનક હોઈ શકે છે પરંતુ તે પ્રાપ્ત કરી શકાય છે.આ ટિપ્સ થઇ શકે છે મદદગાર

  • અવેરનેસ : તમારા ટ્રિગર્સ અને સમયને ઓળખો જ્યારે તમે ચિપ્સ કે આઈસ્ક્રીમનું સેવન કરવા માટે સૌથી વધુ સંવેદનશીલ છો. તમારી આદતોને સમજવી એ એક નિર્ણાયક પ્રથમ પગલું છે.
  • સેવન કરવમાં ક્રમિક ઘટાડો : ચિપ્સ અને આઈસ્ક્રીમ જેવા ફૂડ્સને એકસાથે છોડવાને બદલે ધીમે ધીમે આવા ખોરાકનું સેવન ઓછું કરો.
  • હેલ્થકેર : આઇસક્રીમ અને ચિપ્સને બદલે ફળો, શાકભાજી, બદામ અને દહીં જેવા સંપૂર્ણ, બિન પ્રોસેસ્ડ ખોરાક ખાઓ.
  • પ્રમાણસર ખાઓ : અતિશય સેવનની સંભાવનાને ઘટાડવા માટે આ ખોરાકને મધ્યસ્થતામાં લો.
  • એક્સપર્ટની સલાહ લેવી :માર્ગદર્શન અને સમર્થન માટે હેલ્થકેર પ્રોફેશનલ અથવા ન્યુટ્રિશનિસ્ટ સાથે વાત કરવાનું વિચારો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ