Undhiyu Recipe | મકર સંક્રાંતિ સ્પેશિયલ ચટાકેદાર ઊંધિયું રેસીપી

Undhiyu Recipe | શિયાળો શરૂ છે, આ કડકતી ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં બજારમાં શાકભાજી મળે છે, જેનો ઉપયોગ કરીને તમે ટેસ્ટી ચટાકેદાર ઊંધિયું બનાવી શકો છો, અહીં જાણો ઊંધિયું રેસીપી (Undhiyu Recipe)

Undhiyu Recipe | શિયાળો શરૂ છે, આ કડકતી ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં બજારમાં શાકભાજી મળે છે, જેનો ઉપયોગ કરીને તમે ટેસ્ટી ચટાકેદાર ઊંધિયું બનાવી શકો છો, અહીં જાણો ઊંધિયું રેસીપી (Undhiyu Recipe)

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Undhiyu Recipe Tips

મકર સંક્રાંતિ સ્પેશિયલ ચટાકેદાર ઊંધિયું રેસીપી

Undhiyu Recipe | ઉત્તરાયણ (Uttarayan) દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે માનવામાં આવે છે, આ પર્વ પર ઊંધિયું ખાવાનું ખુબજ મહત્વ છે, ઊંધિયું ગુજરાતીની ફેમસ વાનગી છે જેમાં બધાજ શાકભાજી ઉમેરીને બનાવામાં આવે છે, તેનો ટેસ્ટ મજેદાર હોઈ છે, તેથી નાનામોટા બધાને તેનો ટેસ્ટ પ્રિય છે, અહીં ફેમસ ઊંધિયું રેસીપી (Undhiyu Recipe) શેર કરી છે જે તમે આ તહેવારમાં બનાવીને મજા માણી શકો છો,

Advertisment

શિયાળો શરૂ છે, આ કડકતી ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં બજારમાં શાકભાજી મળે છે, જેનો ઉપયોગ કરીને તમે ટેસ્ટી ચટાકેદાર ઊંધિયું બનાવી શકો છો, અહીં જાણો ઊંધિયું રેસીપી (Undhiyu Recipe)

ઊંધિયું રેસીપી (Undhiyu Recipe)

સામગ્રી :

  • 100 ગ્રામ સુરતી પાપડી ના દાણા
  • 100 ગ્રામ લીલી તુવેર ના દાણા
  • 50 ગ્રામ રતાળુ
  • 100 ગ્રામ શકરિયા
  • 3-4 રીગંણ
  • 2 નંગ ગાજર
  • 3 ટામેટા
  • 1 ચમચી અજમો
  • 1 ચમચા તલ1ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી લીલા લસણ
  • 1 ચમચી લાલ મરચુ પાવડર
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ઉંધિયા ના મસાલા
  • તલ નુ તેલ જરુર મુજબ
  • 1 ચમચી કોપરા ના છીણ

આ પણ વાંચો: Til Halwa Recipe: ઉત્તરાયણ સ્પેશિયલ તલનો હલવો રેસીપી, લાડુ અને ચીકી કરતા વધુ સ્વાદિષ્ટ

Advertisment

ઊંધિયું રેસીપી :

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં અજમો અને તલ નાખો તતડે એટલે એમાં ગાજર,રીગંણ ટામેટા કાપી ને વઘાર કરો.
  • ત્યારબાદ પાપડી અને તુવેર ના દાણામાં મીઠુ અને અજમો નાખી બાફવા મુકી દો.
  • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી ને સમારેલ શકરિયા અને રતાળાને બરોબર કુક કરી લેવુ.
  • હવે રીગંણ, ગાજર કુક થઈ જાય પછી બાફેલા દાણા તળી ને કુક કરેલા શકરિયા મિક્સ કરી એમાં કોપરા ની છીણ ઉમેરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં આદુ મરચા ની પેસ્ટ, લીલું લસણ નાખીનને કુક કરો એમાં બધી શાકભાજી નાખીને સારી રીતે કુક થવા દો.
  • ઉંધિયા મસાલા નાખી મિક્સ કરી ને 5 મીનિટ ગેસ પર રાખી કુક કરી ને ગેસ બંધ કરીને ગરમાગરમ ઉંધિયાને પુરી અને જલેબી સાથે સર્વ કરો.
રેસીપી મકર સંક્રાંતિ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips