કેરી, લીંબુ નહિ ખજૂરનું અથાણું કરો ટ્રાય, બધા અથાણાનો સ્વાદ લાગશે ફિક્કો! આ રહી રેસીપી

લાઇફ સ્ટાઇલ | નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખજૂરનું અથાણું પણ બનાવી શકાય છે કે નહીં. ખજૂરનું અથાણું અતિ સ્વાદિષ્ટ હોય છે. તમે તેને દાળ, ભાત, રોટલી, પરાઠા અથવા બીજી કોઈ વસ્તુ સાથે માણી શકો છો. અહીં જાણો ખજૂરનું અથાણું બનાવવાની ખૂબ જ સરળ રેસીપી

લાઇફ સ્ટાઇલ | નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખજૂરનું અથાણું પણ બનાવી શકાય છે કે નહીં. ખજૂરનું અથાણું અતિ સ્વાદિષ્ટ હોય છે. તમે તેને દાળ, ભાત, રોટલી, પરાઠા અથવા બીજી કોઈ વસ્તુ સાથે માણી શકો છો. અહીં જાણો ખજૂરનું અથાણું બનાવવાની ખૂબ જ સરળ રેસીપી

author-image
shivani chauhan
New Update
Unique tasty khajur athanu Recipe In Gujarati

યુનિક ટેસ્ટી ખજૂર અથાણું રેસીપી। Unique tasty khajur athanu recipe Date Pickle Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | અથાણું (pickle) શબ્દ સાંભળતા જ સૌથી પહેલા મનમાં મોઢામાં પાણી આવી જાય છે ત્યારે બધાને કેરી કે લીંબુનું અથાણું જ યાદ આવે છે. તમે કદાચ ઘણા પ્રકારના અથાણાંનો સ્વાદ ચાખ્યો હશે, પણ શું તમે ક્યારેય ખજૂરનું અથાણું ટેસ્ટ કર્યું છે? 

Advertisment

નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખજૂરનું અથાણું પણ બનાવી શકાય છે કે નહીં. ખજૂરનું અથાણું અતિ સ્વાદિષ્ટ હોય છે. તમે તેને દાળ, ભાત, રોટલી, પરાઠા અથવા બીજી કોઈ વસ્તુ સાથે માણી શકો છો. અહીં જાણો ખજૂરનું અથાણું બનાવવાની ખૂબ જ સરળ રેસીપી

ખજૂર અથાણું રેસીપી 

સામગ્રી

250 ગ્રામ નાના ટુકડામાં કાપેલી ખજૂર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ખાંડ
આદુ અને લસણની પેસ્ટ
4 ઝીણા સમારેલા લીલા મરચાં
1/4 ચમચી હળદર પાવડર
1/4 ચમચી હિંગ પાવડર
3 ચમચી વિનેગર
1 ચમચી રાઈ
2 ચમચી તેલ
થોડા મીઠા લીમડાના પાન 
સ્વાદ પ્રમાણે મીઠું

Advertisment

ખજૂર અથાણું બનાવાની રીત 

સૌ પ્રથમ ખજૂરનું અથાણું બનાવવા માટે, સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.
પછી તેમાં રાઈના દાણા, મીઠો લીમડો અને હિંગ ઉમેરો. આ પછી, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે શેકો.
હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ખજૂર ઉમેરો અને તેને નરમ થાય ત્યાં સુધી રાંધવા દો. પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરો અને 1-2 મિનિટ સુધી કુક કરો.
છેલ્લે વિનેગર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. હવે તમારું ખજૂરનું અથાણું તૈયાર છે. તમે તેને ગરમા ગરમ પરાઠા-રોટલી અથવા દાળ-ભાત સાથે પીરસી શકો છો.

જીવનશૈલી રેસીપી