યુરિક એસિડ ઓછું કરવા માંગો છો? સવારે ખાલી પેટે આ પીવો

યુરિક એસિડ માટે આ કુદરતી પીણું અસરકારક સાબિત થઇ શકે છે જે શરીરને જરૂરી હાઇડ્રેશન, પોષક તત્વો અને ઠંડક પ્રદાન કરે છે શરીરને અંદરથી સ્વચ્છ રાખે છે સાથે સ્કિનની સુંદરતા, પાચન સ્વાસ્થ્ય, કિડની સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

Written by shivani chauhan
October 07, 2025 07:00 IST
યુરિક એસિડ ઓછું કરવા માંગો છો? સવારે ખાલી પેટે આ પીવો
Uric acid remedies

યુરિક એસિડ(uric acid) ની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. યુરિક એસિડ એક એવી સમસ્યા છે જેના કારણે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે સાંધાનો દુખાવો અને આર્થરાઇટિસ તેમજ હાડકાં નબળાં પડવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે પરંતુ અહીં એક નેચરલ ડ્રીંકની વાત કરી છે જે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

યુરિક એસિડ માટે આ કુદરતી પીણું અસરકારક સાબિત થઇ શકે છે જે શરીરને જરૂરી હાઇડ્રેશન, પોષક તત્વો અને ઠંડક પ્રદાન કરે છે શરીરને અંદરથી સ્વચ્છ રાખે છે સાથે સ્કિનની સુંદરતા, પાચન સ્વાસ્થ્ય, કિડની સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

યુરિક એસિડ માટે ઉપાય

આવા વિવિધ ફાયદાઓ ધરાવતું આ પીણું ઓછા ખર્ચે અને સરળતાથી તૈયાર કરી શકાય છે. અમે કાકડીના રસ વિશે વાત થઇ રહી છે.

  • કાકડીનો રસ કુદરતી રીતે ઠંડક આપનાર, હાઇડ્રેટિંગ અને પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. તે શરીરને વિવિધ ફાયદાઓ પૂરા પાડે છે. કાકડીમાં લગભગ 95% પાણી હોવાથી, ગરમીમાં અથવા શરીર વધુ ગરમ થાય ત્યારે તેનો રસ પીવાથી શરીરનું તાપમાન ઘટે છે અને શરીરને ઠંડક મળે છે.
  • કાકડીનો રસ પીવાથી ગરમીમાં અથવા તરસ લાગી હોય ત્યારે લાંબા સમય સુધી કામ કરતા લોકોને ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ મળે છે. વધુમાં કાકડીમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વો સ્કિનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તે સ્કિનને સ્વચ્છ અને નરમ રાખવામાં મદદ કરે છે. સ્કિનકેરમાં પણ તેનો ઉપયોગ મહત્વપૂર્ણ છે.
  • કાકડીમાં પેશાબનું ઉત્પાદન વધારવાની ક્ષમતા હોય છે, જે કિડનીમાંથી કચરો દૂર કરવામાં અને તેને બહાર કાઢવામાં મદદ કરે છે. આ કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ એક ગ્લાસ કાકડીનો રસ પીવાથી શરીરને અંદરથી સ્વચ્છ રાખવામાં મદદ મળે છે, જે વિવિધ સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

કેવી રીતે તૈયાર કરવું?

સૌપ્રથમ કાકડી કાપીને તેને મિક્સી જારમાં નાખો, તેમાં થોડું હળદર પાવડર અને મરચું પાવડર ઉમેરો, પૂરતું પાણી ઉમેરો, તેને સારી રીતે પીસી લો, તેને ગાળી લો અને સવારે ખાલી પેટે પીવો. અથવા તમે તેને સાંજે પી શકો છો. દિવસમાં ફક્ત એક જ વાર પીવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ