/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Urinary-Retention-holding-pee-for-long-time-is-harmful-health-tips-gujarati-news-1.jpg)
Urinary Retention holding pee for long time is harmful health tips gujarati news : પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે હેલ્થ ટિપ્સ ગુજરાતી ન્યુઝ
Urinary Retention : ઘણીવાર કામમાં વ્યસ્ત હોવાને કારણે આપણે ખાવા-પીવાનું ભૂલી જઇયે છીએ. એટલું જ નહીં, ઘણી વાર કેટલાક લોકો પેશાબ કરવા જવાનું પણ ટાળે (Urinary Retention) છે. ઘણી વાર આપણે લાંબા સમય સુધી મીટિંગમાં રહેવાથી અને લાંબી જર્ની કરીયે છીએ, ત્યારે આ સ્થિતિમાં આપણે યુરિન કંટ્રોલ કરવાનું પ્રયત્ન કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પેશાબને નિયંત્રિત કરીને તમે તમારા શરીરના કુદરતી કાર્યોમાં દખલ કરી રહ્યા છો, જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીકવાર કોઈ સમસ્યા અથવા કારણને લીધે પેશાબની અસંયમ ચિંતાનું કારણ નથી, પરંતુ નિયમિતપણે આમ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત પેશાબ કંટ્રોલ કરવાથી તે સંબંધિત ઘણી સમસ્યાઓ થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Urinary-Retention-holding-pee-for-long-time-is-harmful-health-tips-gujarati-news-.jpg)
યુરિનરી રીટેન્શન (Urinary Retention) : લાંબો સમય સુધી પેશાબ રોકી રાખવો
ડો. એન્ડ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન, આશુતોષ બઘેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, “તમે તમારા મૂત્રાશય (bladder) ને બલૂન તરીકે જોઈ શકો છો. મૂત્રાશય પેશાબથી ભરાય છે, તે તમારા મગજને તે ખાલી કરવા માટે સંકેત આપે છે. "
આ પણ વાંચો: Sunscreen and Sunblock: સનસ્ક્રીન અને સનબ્લોક વચ્ચેનો તફાવત, તમારી સ્કિન માટે કયું સારું?
જો તમે પેશાબ રોકી રાખો છો, તો તેનું પ્રમાણ વધતું રહે છે, મૂત્રાશય પર દબાણ આવે છે. આ દબાણને કારણે મૂત્રાશય ફુગ્ગાની જેમ વિસ્તરે છે. બલૂન વધુ પડતું ફૂલે તો ફાટી શકે છે. એ જ રીતે, મૂત્રાશયમાં વધુ પડતો પેશાબ મૂત્રાશય પર દબાણ લાવે છે અને ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે યુરિનરી રીટેન્શન (urinary retention) ને કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.
યુટીઆઈનું જોખમ વધી શકે
ન્યુટ્રિશનિસ્ટ લીમા મહાજને ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે લાંબા સમય સુધી પેશાબ રોકીને રાખવાની આદતથી યુટીઆઈ અથવા યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. એટલું જ નહીં, પેશાબની અસંયમ પણ મૂત્રાશયની બીમારીનું જોખમ વધારી શકે છે. પેશાબને વધુ સમય સુધી કંટ્રોલ કરવાથી પેશાબમાં બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે જે મૂત્રાશય સુધી પહોંચી શકે છે અને ચેપનું કારણ બની શકે છે. જો તમે યુટીઆઈથી બચવા માંગતા હો, તો પ્રેશર હોય તો તરત જ પેશાબ રોકશો નહિ.
મૂત્રાશય એક સ્નાયુ છે જે પેશાબના લિકેજની સમસ્યાને વધારી શકે છે. નિયમિતપણે મૂત્રાશયને ખાલી કરવાના મેસેજને અવગણવાથી આ સ્નાયુઓ નબળા પડે છે. જો તમે નિયમિત રીતે પેશાબ રોકો છો, તો પેલ્વિક ફ્લોર નબળો પડી જાય છે અને પેશાબ લિકેજની સમસ્યા વધે છે. ક્યારેક મૂત્રાશય મોટું થઈ શકે છે જે મૂત્રાશયને નુકસાન પહોંચાડી શકે છે.
કુદરતી પેશાબના સ્ત્રાવને અસર કરે
જો તમે તમારા પેશાબને ખૂબ લાંબો સમય રોકી રાખો છો, અને સમસ્યાને સમજી શકતા નથી. તો તમારા શરીરના સંકેતોનું ખોટું અર્થઘટન કરી શકો છો. નિષ્ણાતો કહે છે કે જો તમને પેશાબ કરવાની ઈચ્છા ન થાય તો પણ તમે બાથરૂમમાં જાવ. પેશાબને કંટ્રોલ કરવાની આદત તમારી કુદરતી યુરિન ડિસ્ચાર્જ સિસ્ટમને ખોરવે છે.
કિડનીને પણ અસર થઈ શકે :
પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી પણ કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. પેશાબને જાળવી રાખવાથી કિડની પર દબાણ આવે છે જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. પેશાબ બંધ થવાથી યુરિક એસિડ બનવાનું જોખમ વધી જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us