/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Urine-Uric-Acid-Problem.jpg)
શરીરમાં યુરિક એસિડ વધી રહ્યુ છે તેના સંકેત યુરિનમાં દેખાવા લાગે છે. (Photo - Freepik)
Health Tips For Uric Acid Symptoms And Control : શરીરમાં યુરિક એસિડનું ઉચ્ચ સ્તર એક ખતરનાક સ્થિતિ છે. જો યુરિક એસિડનું લેવલ કન્ટ્રોલ કરવામાં આવે તો તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે, તેથી શરીરમાં યુરિક એસિડને કન્ટ્રોલ કરવું જરૂરી છે. યુરિક એસિડ એ આપણા બધાના શરીરમાં ઉત્પન્ન થતું ઝેર છે. યુરિક એસિડનું નિર્માણ કોઈ સમસ્યા નથી, પરંતુ તે શરીરમાંથી બહાર ન આવવાથી સમસ્યા વધી શકે છે. ભોજનમાં પ્યુરીન યુક્ત ખોરાક વધુ માત્રામાં લેવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે.
યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાને કારણે સાંધામાં દુખાવો, સોજો, હાડકામાં દુખાવો, પેશાબ કરવામાં તકલીફ જેવા લક્ષણો દેખાવા લાગે છે. યુરિક એસિડ વધુ હોવાને કારણે ઓસ્ટીયોપોરોસીસ, કિડનીની બીમારી અને મેદસ્વીતાનું જોખમ રહે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Uric-Acid-control-tips-.jpg)
શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવાનું કામ કિડની કરે છે. જ્યારે કિડની આ ઝેરને દૂર કરતી નથી, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં એકઠા થવા લાગે છે, જેના કારણે હાઈપર્યુરિસેમિયા નામની સ્થિતિ સર્જાય છે જે સંધિવાનું કારણ બને છે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર જ્યારે યુરિક એસિડ વધારે હોય છે ત્યારે તેના લક્ષણો સાંધા અને હાડકામાં જોવા મળે છે, પરંતુ પેશાબમાં પણ તેના લક્ષણો જોવા મળે છે. ચાલો જાણીયે યુરિક એસિડ વધવાથી શરીર અને યુરિનમાં કયા લક્ષણો જોવા મળે છે અને તેને કેવી રીતે કન્ટ્રોલ કરવું.
યુરિક એસિડ વધવાના લક્ષણો (Uric Acid Symptoms)
સાંધાનો દુખાવો
કોઇ સાંધામાં સોજો કે દુખાવો, જેમ કે પગના અંગુઠા, ઘૂંટી અથવા ઘૂંટણમાં સોજો અને દુખાવો
સાંધાની આસપાસની ચામડી લાલ થઇ જવી
સાંધાની જગ્યાએ ગરમ જેવું લાગવુ
સોજો અને દુખાવો જે શરીરમાં એક કરતાં વધુ સાંધાને અસર કરે છે
ચામડીનો રંગ લાલ અથવા જાંબલી થવી
તમારી પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો. દુખાવો જે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ સુધી પણ ફેલાઇ શકે છે.
ઉબકા કે ઉલટી થવી
વારંવાર પેશાબ લાગવો
પેશાબમાં બળતરા થવી
પેશાબમાં લોહી આવવું
પેશાબમાંથી તીવ્ર દુર્ગંધ આવવી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Uric-Acid-Treatment-Diet-for-Uric-Acid-problem-Unplash.jpg)
યુરિક એસિડને કન્ટ્રોલ કેવી રીતે કરવું (How To Control Uric Acid)
જો તમારા શરીરમાં યુરિક એસિડ વધારે હોય તો સૌથી પહેલા તમારે પ્યુરિન ડાયટ ટાળવું જોઈએ. તમે આલ્કોહોલ ટાળીને અને અમુક ખોરાક અને પીણાંના વપરાશને મર્યાદિત કરીને યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરી શકો છો.
પ્યુરિન વાળા ભોજનનું સેવન ટાળવું
જો તમે યુરિક એસિડને કંટ્રોલ કરવા માંગતા હોવ તો ખાંડનું સેવન ન કરવું
જે લોકોને યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે વધારે પાણી પીવું
યુરિક એસિડના દર્દીઓ માટે આલ્કોહોલ ઝેર સમાન હોય છે અને તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ
શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેઓ દિવસમાં એક કે બે વાર કોફીનું સેવન કરી શકે છે.
વધતું વજન એ તમામ રોગોનું મૂળ છે. શરીરના વેઇટને કન્ટ્રોલમાં રાખો, તેનાથી યુરિક એસિડનુ લેવલ પણ કન્ટ્રોલમાં આવી શકે છે
બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખો. હાઈ બ્લડ સુગર પણ હાઈ યુરિક એસિડનું કારણ બની શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us