જમતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર વધે?

હેલ્થ એક્સપર્ટ ક્લીન ઇગલ્સ હોસ્પિટલ પરેલ મુંબઈના ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મંજુષા અગ્રવાલે નોંધ્યું કે જમતી વખતે ફોનનો ઉપયોગ ખરેખર ધ્યાન ભંગ કરવાનું કારણ બની શકે છે કે નહિ, જાણો

Written by shivani chauhan
June 14, 2025 07:00 IST
જમતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર વધે?
જમતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર વધે?

ભોજન દરમિયાન સ્માર્ટફોનના ઉપયોગની અસર અને ઇન્સ્યુલિન પ્રતિકારમાં વધારો થવા સાથે તેની સંભવિત કડી છે કે નહિ? એ તાજેતરના વર્ષોમાં ચર્ચામાં આવેલી ઘણી સ્વાસ્થ્ય ચિંતાઓમાંની એક છે. પરંતુ શું આ વાજબી ચિંતા છે? શું સ્માર્ટફોનનો ઉપયોગ ખરેખર આપણા બ્લડ સુગર લેવલને અસર કરે છે?

હેલ્થ એક્સપર્ટ ક્લીન ઇગલ્સ હોસ્પિટલ પરેલ મુંબઈના ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મંજુષા અગ્રવાલે નોંધ્યું કે જમતી વખતે ફોનનો ઉપયોગ ખરેખર ધ્યાન ભંગ કરવાનું કારણ બની શકે છે કે નહિ, જાણો

ડૉ. અગ્રવાલે જણાવ્યું કે, જોકે એ જાણી શકાયું નથી કે આનાથી ઇન્સ્યુલિન પ્રતિકાર થાય છે કે નહીં. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ જમતી વખતે ધ્યાન ભંગ કરે છે, ત્યારે તે બેદરકારીથી ખાઈ શકે છે અને તેની દૈનિક જરૂરિયાત કરતાં વધુ કેલરીનો વપરાશ કરી શકે છે. આનાથી વધુ પડતું ખાવાનું અને વજન વધવાની શક્યતા વધી શકે છે, જેનાથી ઇન્સ્યુલિન પ્રતિકાર થવાની શક્યતા વધી જાય છે.’

ડૉ. અગ્રવાલે જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ જમતી વખતે ધ્યાન ભંગ કરે છે, તો તે બેધ્યાન હોઈ શકે છે અને ઓછા પૌષ્ટિક, પ્રોસેસ્ડ ખોરાક પસંદ કરી શકે છે જે બ્લડ સુગરના સ્તરમાં વધારો કરે છે. આ વધારા ઇન્સ્યુલિન પ્રતિકાર તરફ દોરી શકે છે. જો કોઈ વ્યક્તિ જમતી વખતે ધ્યાન ભંગ કરે છે, તો તે કેટલું ખાવું અને શરીરને કેટલું જોશે તેના સંકેતો પર ધ્યાન આપવામાં નિષ્ફળ જઈ શકે છે, જે સંતુલિત આહાર જાળવવાનું મુશ્કેલ બનાવી શકે છે. જો સમય જતાં આવું થાય, તો ઇન્સ્યુલિન પ્રતિકાર વિકસી શકે છે.’

ડૉ. અગ્રવાલે ભાર મૂક્યો, જોકે આ દાવાઓને ચકાસવા માટે કોઈ અભ્યાસ મળ્યા નથી. “આપણી પાસે આના કોઈ પુરાવા નથી. તેથી વ્યક્તિએ ખાતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ અને ડાયટ કંટ્રોલ અને લાંબા ગાળાના ચયાપચય સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવવા માટે આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જમતી વખતે ટીવી જોવાનું કે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું વધુ સારું છે.’

સભાન આહાર (mindful eating) કેવી રીતે મદદ કરે છે?

કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘માઇન્ડફુલ ઇટિંગમાં ભોજન દરમિયાન ધ્યાન રાખવું રહેવું, ખાવાના સંવેદનાત્મક અનુભવ પર ધ્યાન આપવું અને શરીરના ભૂખ અને તૃપ્તિના સંકેતો સાથે સુસંગત રહેવું શામેલ છે. “આ પ્રથા વ્યક્તિઓને ધીમે ધીમે ખાવા, તેમના ખોરાકનો સ્વાદ માણવા અને શું અને કેટલું ખાવું તે અંગે સભાન પસંદગીઓ કરવા પ્રોત્સાહિત કરે છે.’

મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘ભોજન દરમિયાન સ્માર્ટફોનના ઉપયોગને ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે સીધો સાંકળતો મર્યાદિત સંશોધન છે” તે વાતનું પુનરાવર્તન કરતાં, મલ્હોત્રાએ નોંધ્યું કે ખાવાની સ્પીડ અને માઇન્ડફુલનેસ મેટાબોલિક સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. “ઝડપથી અથવા બેદરકારીથી ખાવાથી લોહીમાં ગ્લુકોઝ લેવલમાં વધારો થઈ શકે છે, જે સમય જતાં ઇન્સ્યુલિન પ્રતિકારમાં વધારો કરી શકે છે. આ ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ અથવા મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ ધરાવતા લોકો માટે ચિંતાજનક છે.’

માઇન્ડફુલ ઈટિંગ ટિપ્સ (Mindful Eating Tips)

  • ભોજન દરમિયાન તમારા ફોન અને અન્ય ધ્યાન ભંગ કરતી વસ્તુઓ દૂર રાખો. ફક્ત તમારા ખોરાક અને ખાવાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • તમારા ખોરાકના સ્વાદ, સુગંધનો આનંદ માણવા માટે સમય કાઢો. આનાથી આનંદ વધે છે અને અને તમારું પેટ ભરાઈ ગયું કે તે ઓળખવામાં મદદ મળે છે.
  • ખાતા પહેલા ભૂખ લાગી છે કે નહિ તેના પર ધ્યાન આપો અને જ્યારે પેટ ભરેલું લાગે ત્યારે જમવાનું બંધ કરો. આ જાગૃતિ અતિશય ખાવું અટકાવી શકે છે.
  • જમતા પહેલા, તમારા ભોજન માટે આભાર માનવા માટે થોડો સમય કાઢો. આનાથી ખોરાક સાથેનો તમારો સંબંધ સુધરી શકે છે અને વધુ સભાન અભિગમને પ્રોત્સાહન મળી શકે છે.
  • બીજાઓ સાથે જમતી વખતે, સ્ક્રીન પર નહીં પણ વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ભોજનને વધુ આનંદપ્રદ બનાવશે અને કેટલું જમવું તે નિયંત્રિત કરવામાં મદદ કરશે.

મલ્હોત્રાએ કહ્યું, “રોજના રૂટિનમાં સચેત આહારનો સમાવેશ કરવો એ ફક્ત ખોરાક સાથેના સંબંધને જ નહીં, પરંતુ એકંદર મેટાબોલિક સ્વાસ્થ્યને પણ સુધારવા માટે એક શક્તિશાળી ચાવી છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ