ઉનાળામાં ઉત્તરાખંડના આ 7 સ્થળોની અવશ્ય મુલાકાત લો, બધો થાક ઉતરી જશે અને ફ્રેશ થઇ જશો

Uttarakhand Places To Visit : ઉનાળાની રજાઓમાં ઘણા લોકો ફરવાનો પ્લાન બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમે ઉત્તરાખંડ જઇ શકો છો. જ્યાં તમે એકદમ ફ્રેશ થઇ જશો. અહીં તમે પહાડો પર ચઢી શકો છો, રાફ્ટિંગ, વોટરફોલ વગેરે જેવી અનેક વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો

Uttarakhand Places To Visit : ઉનાળાની રજાઓમાં ઘણા લોકો ફરવાનો પ્લાન બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમે ઉત્તરાખંડ જઇ શકો છો. જ્યાં તમે એકદમ ફ્રેશ થઇ જશો. અહીં તમે પહાડો પર ચઢી શકો છો, રાફ્ટિંગ, વોટરફોલ વગેરે જેવી અનેક વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
uttarakhand famous places, uttarakhand

ઉનાળામાં ફરવા માટે ઉત્તરાખંડ બેસ્ટ સ્થળ છે (તસવીર - સોશિયલ મીડિયા)

Places To Visit In Uttarakhand: ઉનાળાની રજાઓમાં ઘણા લોકો ફરવાનો પ્લાન બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો અહીં અમે તમને એક એવા રાજ્ય વિશે જણાવીશું જ્યાં તમને ઉનાળામાં પણ ઠંડક લાગશે. અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડની.

Advertisment

તમે ઉત્તરાખંડ સરળતાથી પહોંચી શકો છો. અહીં તમે પહાડો પર ચઢી શકો છો, રાફ્ટિંગ, વોટરફોલ વગેરે જેવી અનેક વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો. ઉત્તરાખંડમાં એક એવી પણ જગ્યા છે, જેને ભારતનું 'મિની સ્વિટ્ઝરલેન્ડ' પણ કહેવામાં આવે છે.

ઉત્તરાખંડમાં ફરવાલાયક ટોપ 7 સ્થળો

ઔલી

ઉનાળાની મુલાકાતની યાદીમાં ઔલી ટોચ પર છે. આ એક એવી જગ્યા છે જ્યાં ઉનાળામાં એક વખત સૌએ મુલાકાત લેવી જોઈએ. જ્યારે ભારતના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે ઔલીમાં ઠંડી રહે છે. તમે અહીં આવીને બરફથી ઢંકાયેલા શિખરો અને આકર્ષક કુદરતી દૃશ્યોનો આનંદ માણી શકો છો. ઔલી આવીને તમે ઘણા પ્રકારના એડવેન્ચર પણ કરી શકશો.

મસૂરી

મસૂરીને પર્વતોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉનાળામાં પણ વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે. અહીં તમે પર્વતોની વચ્ચે આવેલ કેમ્પ્ટી ફોલ્સ પણ જોઇ શકો છો. તમે ગન હિલથી આખા શહેર અને હિમાલયના શિખરોનો નજારો પણ જોઈ શકો છો.

Advertisment

નૈનીતાલ

નૈનીતાલને ઝીલોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવીને તમે બોટિંગ અને રાફ્ટિંગની પણ મજા લઇ શકો છો. હિમાલયની ગોદમાં વસેલું આ સુંદર હિલ સ્ટેશન સરોવરો, પહાડો અને ઠંડા હવામાન માટે પ્રસિદ્ધ છે. નૈનીતાલની ઓળખ નૈની તળાવમાં તમે બોટિંગની મજા માણી શકો છો. સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ રેલવે સ્ટેશન છે, જ્યાં તમે દેશના વિવિધ ભાગોમાંથી સરળતાથી પહોંચી શકો છો.

ઋષિકેશ

ઋષિકેશ અધ્યાત્મ, એન્ડવેચર અને પ્રાકૃતિક સુંદરતા ત્રણેય માટે પરફેક્ટ છે. તેને ભારતની યોગ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ઋષિકેશમાં ઠંડી ગંગા પ્રવાહની સાથે હરિયાળીનો આનંદ માણી શકો છો. રાફ્ટિંગ ઉપરાંત તમે અહીં આવીને યોગ અને મેડિટેશન પણ કરી શકો છો. સૂર્ય આથમતી વખતે તમે ગંગા આરતીના દિવ્યતાનો પણ અનુભવ કરી શકશો.

આ પણ વાંચો - વેકેશનમાં આ દેશનો પ્રવાસ કરો, વિઝાની નહીં પડે જરૂર, એકદમ શાંતિ અને સુંદરતા દિલ જીતી લેશે

ચોપતા

ચોપતાને 'ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ' તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ચોપતામાં પણ તમે ટ્રેકિંગ અને કેમ્પિંગ કરી શકો છો. તુંગનાથ અને ચંદ્રશીલા ટ્રેક મુખ્ય આકર્ષણ છે, જ્યાંથી તમે હિમાલયના ઊંચા શિખરોનો અદભૂત નજારો જોઈ શકો છો. તમે વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર તુંગનાથ મહાદેવ મંદિરના દર્શન પણ કરી શકો છો.

બદ્રીનાથ

ઉનાળાની ઋતુમાં બદ્રીનાથ જવું શ્રેષ્ઠ છે. બદ્રીનાથજી ચાર ધામોમાંથી એક છે, જ્યાં તમે ધાર્મિક યાત્રા તો કરી જ શકશો, સાથે જ અહીં સુંદર નજારો પણ માણી શકશો. બદ્રીનાથનું હવામાન મે-જૂન વચ્ચે ખૂબ જ ખુશનુમા હોય છે. સાથે જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલે છે. ઉનાળાની ઋતુમાં તાપમાન 10થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે.

કૌસાની

ઉનાળામાં ફરવા માટે કૌસાની શ્રેષ્ઠ સ્થળ છે. ઉનાળાની ઋતુમાં જ્યાં દેશના ઘણા ભાગોમાં આકરો તાપ હોય છે, ત્યાં અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને ઠંડુ હોય છે. અહીંથી તમે ત્રિશુલ પર્વત, નંદા દેવી અને પંચાચુલી જેવા હિમાલયના શિખરો જોઈ શકો છો.

ઉનાળો જીવનશૈલી પ્રવાસ ઉત્તરાખંડ