Hill Station: ભારત નેપાળ સરહદે આવેલું સુંદર હિલ સ્ટેશન, નજીકમાં કૈલાસ માનસરોવર

Dharchula Hill Station In Uttarakhand Trip: ધારચૂલા ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે કૈલાસ માનસરોવર યાત્રાના રૂટ પર આવેલું છે. અહીં હિમાલયના પર્વત, વન્ય અભ્યારણ અને કૈલાસ માનસરોવર, ઓમ પર્વતનો મનમોહક નજારો જોવા મળે છે.

Dharchula Hill Station In Uttarakhand Trip: ધારચૂલા ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે કૈલાસ માનસરોવર યાત્રાના રૂટ પર આવેલું છે. અહીં હિમાલયના પર્વત, વન્ય અભ્યારણ અને કૈલાસ માનસરોવર, ઓમ પર્વતનો મનમોહક નજારો જોવા મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Dharchula Hill Station | Hill Station In Uttarakhand | Uttarakhand trip

Dharchula Hill Station Uttarakhand Trip : ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવેલું ધાસચૂલા હિલ સ્ટેશન ભારત અને નેપાળ સરહદ પર આવેલું છે. (Photo: Social Media)

Dharchula Hill Station Uttarakhand Tour Plan ઉત્તરખંડના ઘણા હિલ સ્ટેશન પ્રખ્યાત છે. ઉત્તરાખંડનું પિથોરાગઢ જિલ્લામાં આવેલા ધારચૂલા ચારે બાજુથી ઉંચા પર્વત વચ્ચે આવેલું સુંદર સ્થળ છે. કાલી નદી ધારચૂલાને બે ભાગમાં વહેંચે છે, જેનાથી ભારત અને નેપાળ વચ્ચે એક સરહદ બને છે. સૌથી ખાસ વાત એ છે કે, નદીની બંને બાજુ સમાન પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલી ધરાવતા બે શહેર વસેલા છે.

Advertisment

Dharchula Hill Station Trip : ધારચૂલા હિલ સ્ટેશન પ્રવાસ

ધારચૂલા એક પ્રાચીન વ્યાવસાયિક શહેર છે, જે સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. કૈલાશ માનસરોવર અને નાની કૈલાસ યોત્રાના રૂટ પર આવતું હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાઓ આવે છે. ધારચૂલા થી પશ્ચિમમાં શક્તિશાલી પંચચૂલી શિખરનું મનોહર દ્રશ્ય જોવા મળે છે. અહીં ટ્રેકિંગ કરવાની પણ મજા પડે છે. એટલું જ નહીં 12 વર્ષમાં એક વખત અનોખો કાંગડાલી ઉત્સવ ઉજવાય છે. ખાસ વાત એ છે કે, ધારચૂલા નેપાળ થી કાળી નદી પર બનેલા પુલ સાથે જોડાયેલું છે.

અસકોટ અભ્યારણ

સ્નો લેપર્ડ, હિમાલયન રીંછ, લુપ્તપ્રાય કસ્તૂર હરણ અને ઘણા વન્ય પ્રાણીઓ માટે પ્રખ્યાત અસકોટ અભ્યારણમાં પ્રકૃતિ અને પ્રાણી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં હિમાલયનો આકર્ષક કુદરતી નજારો જોવા મળે છે.

ચિરકિલા ડેમ

કાલી નદી પર નિર્મિત ચિરકિલા ડેમ, ધારચૂલાથી લગભગ 20 કિમી દૂર આવેલું ફેમસ પિકનિક સ્થળ છે.

Advertisment

નારાયણ આશ્રમ

ધારચૂલા થી લગભગ 20 કિમી દૂર આવેલું નારાયણ આશ્રમ 1936માં નારાયણ સ્વામી દ્વારા સ્થાપવામાં આવ્યુ હતું. ગાઢ જંગલ વચ્ચે આવેલું સુંદર આશ્રમ ધારચૂલામાં જોવાલાયક સુંદર સ્થળ છે.

ઓમ પર્વત

અહીં એક પર્વત શિખર ઓમ પર્વતના દર્શન કરવાની પણ તક મળે છે. સૌથી ખાસ વાત એછે કે, ઓમ પર્વત પર કુદરતી રીતે હિન્દુ ધર્મના પ્રતિક ઓમ સાથે મેળખાતી એક પ્રકૃતિ જોવા મળે છે.

પ્રવાસ ઉત્તરાખંડ