નૈનીતાલ જાવ તો આ જગ્યાએ પણ જરૂર ફરી આવજો, દિલ ખુશ થઇ જશે

જો તમ ઉનાળાની રજાઓમાં પ્રવાસનું આયોજન કર્યું છે તો આ જગ્યા પસંદ કરી શકો છો. અહીં તમને હિલ સ્ટેશનની મજા મળશે. કુદરતી સૌંદર્ય પણ ભરપૂર જોવા મળશે.

જો તમ ઉનાળાની રજાઓમાં પ્રવાસનું આયોજન કર્યું છે તો આ જગ્યા પસંદ કરી શકો છો. અહીં તમને હિલ સ્ટેશનની મજા મળશે. કુદરતી સૌંદર્ય પણ ભરપૂર જોવા મળશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pangot, nainital, Uttarakhand

નૈનીતાલથી પંગોટનું અંતર 13 કિલોમીટર છે. નૈનીતાલથી અહીં જવા માટે તમને માત્ર 35 મિનિટનો સમય લાગશે (તસવીર - સોશિયલ મીડિયા)

Pangot: જો તમે હજુ સુધી ઉનાળાની રજાઓમાં ક્યાંક જવાનું વિચાર્યું નથી, તો તમે આ જગ્યા પસંદ કરી શકો છો. જો તમે દિલ્હીમાં રહો છો તો તમે અહીંથી માત્ર 3 દિવસની અંદર ફરી શકો છો. જો અમદાવાથી જવા માંગતા હોય તો 5 દિવસમાં ફરી શકો છો. અહીં જવા માટે તમારે બહુ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તમારે ફક્ત યોજના બનાવવી પડશે અને તમે અહીં આરામથી પહોંચી શકશો. તો આવો જાણીએ અમદાવાદથી પંગોટ કેવી રીતે પહોંચવું. કઈ રીત શ્રેષ્ઠ છે અને જો તમે નૈનીતાલમાં છો તો ક્યારે અને કેવી રીતે અહીં જવું.

Advertisment

અમદાવાદથી પંગોટ કેવી રીતે પહોંચવું

અમદાવાદથી તમે ટ્રેન, ટ્રાવેલ્સ કે વિમાન દ્વારા દિલ્હી પહોંચી શકો છો. અમદાવાદથી દિલ્હી જવા માટે ઘણી વ્યવસ્થા છે. આ પછી દિલ્હીથી પંગોટ જવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે પહેલા દિલ્હીથી કાઠગોદામ સુધીની ટ્રેન લેવી. આ પછી, કાઠગોદામથી તમે પંગોટ જવા માટે બસ અથવા ટેક્સી લઈ શકો છો. કાઠગોદામથી પંગોટનું અંતર 53 કિ.મી છે. જેમાં 1 કલાક અને 55 મિનિટનો સમય લાગી શકે છે. બીજો રસ્તો એ છે કે તમે નૈનીતાલ પહેરીને જાવ અને ત્યાંથી પંગોટ જાવ.

નૈનીતાલથી પંગોટ સુધીનું અંતર કેટલું છે

નૈનિતાલથી પંગોટનું અંતર 13 કિલોમીટર છે. નૈનીતાલથી અહીં જવા માટે તમને માત્ર 35 મિનિટનો સમય લાગશે. તમે અહીં જઈને બાઈક કે સ્કૂટી ભાડે લઈ શકો છો. જો તમારો પરિવાર છે, તો તમે કાર અથવા ટેક્સી દ્વારા જઈ શકો છો. આ ઉત્તરાખંડનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. પંગોટને વાસ્તવમાં નૈનીતાલનું જ એક સુંદર ગામ માનવામાં આવે છે. આ સિવાય પણ અહીં કંઈક ખાસ છે. આ અંગે વિગતવાર જાણો.

આ પણ વાંચો - હિમાચલ પ્રદેશમાં ફરવાના 10 શ્રેષ્ઠ સ્થળ, ઉનાળાની ગરમીમાં ઠંડો અહેસાસ

Advertisment

પંગોટમાં શું છે ખાસ

પંગોટમાં લોકો સનસેટ જોવા માટે આવે છે. પંગોટનો સનસેટ એવો લાગે છે કે સૂર્ય પોતાના કામથી ધીમે ધીમે પાછો ફરી રહ્યો છે. બીજું લોકો અહીં પક્ષીઓને જોવા આવે છે. અહીં પક્ષીઓની 580 થી વધુ પ્રજાતિઓ છે જે વિવિધ ઋતુઓમાં જોવા મળે છે. તેમનો અવાજ તમારા મનને પ્રસન્ન કરી દેશે. આ માટે તમે પંગોટ અને કિલબરી બર્ડ સેન્ચ્યુરી, ગુઆઓ હિલ્સ અને નૈના પીકની પણ મુલાકાત લઇ શકો છો.

જો તમારે વધુ ફરવું હોય તો આગળ અલમોડા તરફ જાઓ જ્યાં વચ્ચે તમને કૈંચી ધામ જોવા મળશે. તો આ રીતે તમે 5 દિવસની ટ્રિપમાં નૈનીતાલ અને પંગોટની આરામથી મુલાકાત લઈ શકો છો.

ઉનાળો જીવનશૈલી પ્રવાસ ઉત્તરાખંડ