વેલેન્ટાઇન ડે 2025 : સંત વેલેન્ટાઇન કોણ હતા, જાણો શું છે ઇતિહાસ, 14 ફેબ્રુઆરીએ કેમ કરાય છે ઉજવણી?

Valentine’s Day 2025 (વેલેન્ટાઇન ડે 2025) : વેલેન્ટાઇન ડે પ્રેમના સન્માન અને અભિવ્યક્તિ માટે સમર્પિત છે અને દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025 માં તે શુક્રવારે ઉજવાશે.

Written by Ashish Goyal
February 13, 2025 23:16 IST
વેલેન્ટાઇન ડે 2025 : સંત વેલેન્ટાઇન કોણ હતા, જાણો શું છે ઇતિહાસ, 14 ફેબ્રુઆરીએ કેમ કરાય છે ઉજવણી?
વેલેન્ટાઇન ડે નું નામ સંત વેલેન્ટાઇનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ત્રીજી સદીમાં રોમમાં કેથોલિક પાદરી હતા. (વિકિપીડિયા કોમન્સ)

Valentine’s Day 2025 : વેલેન્ટાઇન વીકની અઠવાડિયાની ઉજવણી પછી વેલેન્ટાઇન ડે આવે છે. જે પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવા માટે સમર્પિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને પ્રખ્યાત છે. વેલેન્ટાઇન ડે ને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસ પ્રેમના સન્માન અને અભિવ્યક્તિ માટે સમર્પિત છે અને દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025 માં તે શુક્રવારે ઉજવાશે.

વેલેન્ટાઇન ડે યુગલો માટે તેમના સંબંધોની ઉજવણી કરવા અને મિત્રો અને પરિવાર માટે એકબીજા પ્રત્યે પ્રશંસા દર્શાવવાનો ખાસ પ્રસંગ પ્રદાન કરે છે. જોકે ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ દિવસ સંત વેલેન્ટાઇનના નામે ઉજવાય છે. જાણો તેમની અનોખી કહાની.

સંત વેલેન્ટાઇન કોણ હતા?

સંત વેલેન્ટાઈન ત્રીજી સદીના રોમન કેથોલિક પાદરી હોવાનું માનવામાં આવે છે, જેમનું મૃત્યુ 14 ફેબ્રુઆરી ઇસ્વીસન 270માં થયું હતું. એવું કહેવાય છે કે તેમણે સમ્રાટોના આદેશની અવગણના કરી હતી. તેમણે ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા હતા. સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી ન હતી કારણ કે સમ્રાટ માનતા હતા કે સિંગલ પુરુષો વધુ સમર્પિત લડવૈયા છે. વેલેન્ટાઇન આ વિચાર સાથે અસંમત હતા. આ કારણે સમ્રાટ ક્લોડિયસ દ્વિતીય ગોથિકસ દ્વારા તેમનું શિરચ્છેદ કરવામાં આવ્યું હતું.

પરંતુ આ એકમાત્ર સિદ્ધાંત નથી અને લગ્નનો બીજો એક સંદર્ભ મળે છે. કથિત રીતે તે ચર્ચ દ્વારા તે સમયની આસપાસ આયોજીત એક પ્રાચીન રોમન તહેવાર લુપર્કેલિયા પર પોતાનો પ્રભાવ ફેલાવવાનો પ્રયાસ હતો. રોમન ઉત્સવે કૃષિના દેવતા ફૌનસ, રોમલુસ અને રેમસ, રોમન સ્થાપકોને સન્માનિત કર્યા. પુરૂષો એક બોક્સમાંથી સ્ત્રીઓના નામ પસંદ કરતા અને તેઓ ઘટનાના માધ્યમથી યુગલ બનતા હતા.

પોપ ગેલેસિયસે 5મી સદીના અંતમાં સંત વેલેન્ટાઈનને યાદ કરવાના દિવસ તરીકે લુપર્કેલિયા ઉજવણીનો સમયગાળો પસંદ કર્યો. પરિણામે વેલેન્ટાઈન ડેને પ્રેમ અને રોમાંસ સાથે જોડવામાં આવ્યો હતો.

વેલેન્ટાઇન ડે કેવી રીતે વૈશ્વિક ઉજવણી બન્યો?

સંત વેલેન્ટાઇન જેમનું મૃત્યુ ઇસવીસન 270માં થયું હતું. તેમને રોમન કેથોલિક ચર્ચ દ્વારા માન્યતા આપવામાં આવી હતી, કારણ કે તેમણે એક પાદરી તરીકે પણ સેવા આપી હતી. જેમણે ખ્રિસ્તી યુગલોને ગુપ્ત રીતે લગ્ન કરવામાં મદદ કરી હતી. જ્યોફ્રી ચોસર અને વિલિયમ શેક્સપિયરના કાર્યો દ્વારા આ દંતકથા વધતી ગઈ. આ વાત યુરોપ અને અંગ્રેજી બોલતા વિશ્વમાં રોમેન્ટિક અને લોકપ્રિય બની હતી.

આ પણ વાંચો – કિસ કરવાથી થાય છે આવા ફાયદા, જાણીને થઇ જશો આશ્ચર્યચકિત

બ્રિટિશ લાઇબ્રેરી અનુસાર પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે એ એક દિવસ છે એવો વિચાર 14મી સદીના અંતમાં લખાયેલી કવિતા ચૌસરની પાર્લામેન્ટ ઑફ ફાઉલ્સથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. આમાં પક્ષીઓના જૂથનું વર્ણન કરે છે જે વસંતઋતુના પ્રારંભમાં ‘સેન્ટ વેલેન્ટાઇન્સ ડે’ પર પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે એકઠા થાય છે. એવું લાગે છે કે કવિતાએ પરંપરાને વેગ આપ્યો છે. ‘એ મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં, શેક્સપિયર વેલેન્ટાઇન ડેનો સંદર્ભ આપે છે.

એનપીઆર મુજબ ઔદ્યોગિકીકરણ સાથે હાથથી બનાવેલા કાગળના કાર્ડ એ દિવસના પ્રતીક બની ગયા. ઔદ્યોગિક ક્રાંતિએ 19મી સદીમાં ફેક્ટરી દ્વારા બનાવેલા કાર્ડની શરૂઆત કરી.

વેલેન્ટાઇન ડે 2025 મહત્વ અને ઉજવણી

વેલેન્ટાઇન ડે પર પ્રેમ અને સ્નેહની ઉજવણી જુદી જુદી રીતે કરે છે. આ દિવસનું મહત્વ લોકોને જોડતા સંબંધોને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે છે, પછી ભલે તે યુગલો હોય, મિત્રો હોય કે પરિવારના સભ્યો હોય. યુગલો, મિત્રો અને પરિવારો આ દિવસને હૃદયસ્પર્શી કાર્ડની આપ-લે કરીને, ફૂલો આપીને, ચોકલેટ વહેંચીને અને એકબીજાને ભેટ આપીને ઉજવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ