વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ માનવામાં આવે છે. મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઇન વિશે ઘણી પ્રેમ કથાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે 14મી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે કેમ પસંદ કરવામાં આવ્યો?

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ નામના પુસ્તક મુજબ, સંત વેલેન્ટાઈન રોમનો પાદરી હતા. તે વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. તેમના માટે પ્રેમમાંજ જીવન હતું. પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડીયસને તેમની આ વાત પસંદ ન હતી. રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે. આ કારણોસર, તેના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં.
જો કે, સંત વેલેન્ટાઈનએ કિંગ ક્લાઉડીયસના આ હુકમનો વિરોધ કર્યો હતો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, તેમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા હતા. આના વાતે રાજાને ઉશ્કેર્યા અને તેણે સેન્ટ વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. તે દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલરની અંધ પુત્રી જૈકોબસને તેની આંખો દાન કરી હતી. સેન્ટે જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો, જેના અંતે તેમણે ‘યોર વેલેન્ટાઇન’ લખ્યું.
આ સિવાય સંત વેલેન્ટાઈનનું વર્ણન 1260માં સંકલિત એક પુસ્તકમાં મળી આવે છે. ત્રીજી સદીમાં ક્લોડિયસ નામનો રાજા હતો અને તે માનતો હતો કે લગ્ન કરવાથી કે પ્રેમ કરવાથી પુરુષનું મગજ બગડી જાય છે. પુરુષ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે અને પોતાની શક્ત્તિઓને ગુમાવી બેસે છે. આમ આ રાજાએ આદેશ કર્યો કે કોઈ સૈનિક લગ્ન કરી શકશે નહીં. આ આદેશની વિરોધમાં સંત વેલેન્ટાઈને લડત ચલાવી. સંત વેલેન્ટાઈને અધિકારીઓએ અને સૈનિકોના લગ્ન કરાવ્યા. ક્લોડિયસે આ વિરોધ સહન કર્યો નહીં અને સંત વેલેન્ટાઈને સજા આપી. આમ સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે.

અમેરિકાના ગ્રિટીંગ્સ કાર્ડ એસોસિએશનના અંદાજ અનુસાર વિશ્વભરમાં આશરે 1 અબજ પ્રેમીઓ પોતાના પ્રેમની લાગણી આ દિવસે વેલેન્ટાઈન કાર્ડ મારફતે વ્યક્ત કરે છે. જેના કારણે નાતાલ (ક્રિસમસ) બાદ વેલેન્ટાઈન ડે વર્ષનો એવો બીજો દિવસ બને છે કે જે દિવસે સૌથી વધુ કાર્ડ વેચાય છે. તેઓનો એવો અંદાજ પણ છે કે અમેરિકામાં મહિલાઓ કરતા પુરુષો નાણાંનો સરેરાશ બમણો ખર્ચો કરે છે.