Valentines Day 2025 : ફેબ્રુઆરી મહિનો આવતા જ વેલેન્ટાઇન ડે ની તૈયારીઓ શરુ થવા લાગે છે. વેલેન્ટાઇન ડે કપલ્સ માટે ખાસ દિવસ હોય છે. જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. જોકે આ પહેલા વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. તમને જણાવી રહ્યા છીએ કે વેલેન્ટાઇન ડે ના આ વીકમાં ખાસ શું હોય છે. વેલેન્ટાઇન વીકમાં ક્યો દિવસ કઇ તારીખે ઉજવવામાં આવે છે.
7 ફેબ્રુઆરી – રોઝ ડે (Rose Day 2025)
વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે ના દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસે લાલ ગુલાબ એકબીજાને આપે છે. જેનો અર્થ થાય છે કે ગુલાબ આપનાર વ્યક્તિ તમને પ્રેમ કરે છે. તમે કોઇને પ્રેમ કરો છો તો તેને લાલ ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરો.
8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે (Propose Day 2025)
પ્રપોઝ ડે ના નામ ઉપરથી જ ખબર પડે છે કે આ દિવસે પ્રેમી પોતાની સાથી સાથે પ્રેમ વ્યક્ત કરે છે. તમે કોઇને મનમાં ને મનમાં પ્રેમ કરો છો તો પ્રપોઝ ડે ના દિવસે દિલની વાત કહી દો.
9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે (Chocolate Day 2025)
પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ચોકલેટ આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે. ચોકલેટની મીઠાશ તમારા સંબંધમાં ખુશ્બુ ફેલાવે છે.
10 ફેબ્રુઆરી- ટેડી ડે (Teddy Day 2025)
10 ફેબ્રુઆરીના દિવસે પ્રેમી યુગલ એકબીજાને લાલ રંગનું ટેડી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે (Promise Day 2025)
પ્રોમિસ ડે એક એવો દિવસ છે જ્યારે પ્રેમી યુગલ એકબીજા સાથે સાથ નિભાવવાની વાત કરે છે. એકબીજાનો સુખ અને દુખમાં સાથ આપવાની પ્રોમિસ કરે છે.
12 ફેબ્રુઆરી – હગ ડે (Hug Day- 2025)
વેલેન્ટાઇન ડે નો છઠ્ઠો દિવસ હગ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાની નજીક આવે છે અને ગળે મળીને પ્રેમનો સ્વીકાર કરે છે.
આ પણ વાંચો – દુનિયાના પાંચ રોમેન્ટિક સ્થળો, જે દરેક કપલને આવે છે પસંદ
13 ફેબ્રુઆરી – કિસ ડે (Kiss Day 2025)
વેલેન્ટાઇન દિવસનો સાતમો દિવસ પ્રેમી યુગલ એકબીજાને કિસ કરે છે અને પોતાના સંબંધને મજબૂત બનાવે છે. યુવાઓનું માનવું છે કે કિસ ડે પર કિસ કરવાથી સંબંધ મજબૂત થાય છે.
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે (Valentine Day 2025)
વેલેન્ટાઇન-ડે વીકનો આઠમો દિવસ વેલેન્ટાઇન ડે ના નામથી ઓળખવામાં આવે છે. આ 14 ફેબ્રુઆરીએ આવે છે અને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને કપલ્સ ઘણી શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. એકબીજાને ભેટ આપે છે અને એક સાથે સમય પસાર કરે છે.
વેલેન્ટાઇન ડે ઇતિહાસ
એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઇન નામ મૂળ સંત વેલેન્ટાઇન પરથી આવ્યું છે. એવું કહેવાય છે કે રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો. સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું. તેમના માટે પ્રેમ જ જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયા અને ઘણા લોકોના લગ્ન કરાવ્યાં હતા. જેના કારણે રોમના રાજાએ તેમને મોતની સજા સંભળાવી હતી. રાજાના નિર્ણય બાદ 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઇનને ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે.
વેલેન્ટાઈન ડે સૌ પ્રથમ 496માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. આ પાંચમી સદીમાં રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે.





