Kiss Day 2024: Date, Importance and significance of kiss day: વેલેન્ટાઈન વીકનો સાતમો દિવસ છે કિસ ડે, જે 13 ફેબ્રુઆરીએ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને કિસ – આલિંગન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પ્રપોઝ ડે પર એકબીજાના પ્રસ્તાવનો સ્વીકાર કરનાર કપલ કિસ કરીને એકબીજાનો પ્રેમ વ્યક્ત કરે છે.
કિસ કરવી એ પ્રેમનો ઇઝહાર છે. કિસ એટલે કે આલિંગન પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે, પછી ભલે તે કોઇ પણ સંબંધ કેમ ન હોય. મેરિડ કપલ, પ્રેમી પંખીડા, લવર્સ, નાના ભાઇ – બહેન અહીંયા સુધી કે માતા-પિતા પણ તેમના સંતાનો પર પ્રેમ વરસાવવા માટે આલિંગન કરે છે. સ્પર્શ સંબંધોને મજબૂત બનાવે છે.
13 ફેબ્રુઆરીએ પ્રેમીઓ કિસ ડે ઉજવે છે. તેઓ એકબીજા વચ્ચેનું અંતર દૂર કરે છે અને કિસ કરીને પ્રેમની લાગણી વ્યક્ત કરે છે. એવું માનવામાં આવે છે કે કિસ પ્રેમ સંબંધને ગાઢ બનાવે છે. પ્રેમ, આદર અને સંબંધોને મજબૂત કરવા માટે કિસ ડે એ એક સરસ રીત છે.
કિસ કરવાના ફાયદા (Benefits Of Kiss)
તમે જાણો છો કે કિસ કે આલિંગન, ચુંબન એ કોઈ ધાર્મિક વિધિ નથી પણ તે તમારા મગજ માટે ટોનિકનું કામ કરે છે. કિચ મગજમાંથી ઓક્સીટોસિન, ડોપામાઈન અને સેરોટોનિન હોર્મોન્સનો સ્ત્રાત કરે છે જે હેપ્પી હોર્મોન્સ છે. આ હોર્મોન્સ તમને સ્ટ્રેસ અને ચિંતા – તણાવ થી બચાવે છે અને તમને ખુશીનો અનુભવ કરાવે છે. આ હોર્મોન્સ તમને એકબીજા સાથે જોડે છે અને તમારા મૂડને ખુશ કરે છે.
આ વેલેન્ટાઇન વીકમાં કિસ ડે પર જો તમે તમારા પાર્ટનરને કિસ કરીને તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો તેની સાથે કેટલાક સુંદર મેસેજ પણ મોકલો. વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનમાં કિસ ડે વીસ કરવાનો તમારો ખાસ અંદાજ તમારા પાર્ટનર કે જીવનસાથીના હૃદયને સ્પર્શી જશે.

દરરોજ તને Pyaar કરું
દરરોજ તને Yaad કરું
દરરોજ તને Miss કરું
અને આજના દિવસે હું તને Kiss કરું
Happy Kiss Day

મોહબ્બત ના રંગમાં ડૂબેલી સાંજ હોય
અને એક નવી શરૂઆતનો પેગામ હોય
મળે તારા હોંઠ મારા હોઠથી એ રીતે
જાણે મારા હોઠ તારા
અને તારા હોંઠ મારા નામે હોય
Happy Kiss Day

એક ચુંબન ચોરી લઉં તારા મલકતા હોઠનો
એકલી હવા એ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો
Happy Kiss Day

કાલે ખબર પડી કે એ મને miss કરે છે
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે
Happy Kiss Day

આ પણ વાંચો | પ્રિયજનોને ગળે મળવાથી આટલા ફાયદા થાય! તમે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ ફિટ રહેશો
મત પૂછ કિ ક્યા હાલ હૈ
મેરા તેરે પીછે
તૂ દેખ કિ ક્યા રંગ હૈ
તેરા, મેરે આગે
Happy Kiss Day





