Chocolate Day 2025 : ચોકલેટ ડે ક્યારે છે? જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે તેનો ઇતિહાસ

Chocolate Day 2025 Date : વેલેન્ટાઇન વીક શરૂ થઈ ગયું છે. રોઝ ડે અને પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે નો નંબર છે. દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
February 08, 2025 23:29 IST
Chocolate Day 2025 : ચોકલેટ ડે ક્યારે છે? જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે તેનો ઇતિહાસ
Chocolate Day 2025 : દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Chocolate Day 2025 Date, Importance : વેલેન્ટાઇન વીક શરૂ થઈ ગયું છે. રોઝ ડે અને પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે નો નંબર છે. દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસમાં એવું તે શું ખાસ છે કે જેના વિશે તમારે જાણવું જોઈએ? સાથે જ જાણો શું છે ચોકલેટનું પ્રેમ સાથે કનેક્શન, લોકો આ દિવસને કેમ સેલિબ્રેટ કરે છે અને શું છે તેનો આખો ઇતિહાસ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

શું છે ચોકલેટ ડેનો ઇતિહાસ?

ચોકલેટનો ઉપયોગ ઘણીવાર સ્નેહ વ્યક્ત કરવા માટે પ્રેમની ભાષા તરીકે કરવામાં આવે છે કારણ કે તે મીઠાશ અને પ્રેમનું પ્રતીક છે. 1840થી જ્યારે વેલેન્ટાઇન ડેની લોકપ્રિયતા વધવા લાગી અને પ્રેમથી ભરપૂર આ સપ્તાહનો હિસ્સો બન્યો ત્યારથી લોકો ચોકલેટ ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યાર બાદ આ દિવસને વેલેન્ટાઇન વીકમાં સામેલ કરવામાં આવ્યો છે.

ચોકલેટ હેપ્પી હોર્મોનેસ વધારે છે

ચોકલેટ ડે પર લોકો પોતાના પ્રિયજનોને ચોકલેટ અને ચોકલેટથી બનેલી મીઠાઈ ગિફ્ટ કરે છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ વ્યક્તિના મૂડ પર ભારે અસર કરે છે અને તેને ખુશ અને ઉત્સાહિત બનાવે છે.

ડાર્ક ચોકલેટ ઓછામાં ઓછા 70 ટકા કોકો સાથે હોર્મોન્સ માટે સારી માનવામાં આવે છે. તે મેગ્નેશિયમથી ભરપૂર છે, જે પ્રોજેસ્ટેરોન જેવા સેક્સ હોર્મોન્સના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. તેનાથી ડોપામાઇન હોર્મોન વધે છે અને પછી હેપ્પી હોર્મોન્સ વધે છે.

આ પણ વાંચો – પ્રપોઝ ડે ક્યારે ઉજવાય છે, કોણે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી? જાણો ઇતિહાસ

આ ઉપરાંત ચોકલેટ પ્રત્યેના પ્રેમમાં ઉંમર અથવા લિંગમાં કોઇ બંધન દેખાતા નથી. તે એક સ્વાદિષ્ટ વાનગી છે જે દરેક પેઢીના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ચોકલેટ ડેની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા પ્રિયજનો સાથે ચોકલેટ્સ શેર કરવી. લોકોને ચોકલેટ ગિફ્ટમાં આપો જેથી તેઓ તેને ખુશીથી ખાય અને ખુશ રહે. તો હેપ્પી ચોકલેટ ડે, તમારા પ્રિયજનોને ચોકલેટ મોકલો અને તેમને ખાસ હોવાનો અહેસાસ કરાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ