Happy Kiss Day 2024: વેલેન્ટાઇન વીકનો સાતમો દિવસ કિસ ડે તરીકે મનાવવામાં આવે છે. આ 13 ફેબ્રુઆરીએ આવે છે. કિસ ડે પર પ્રેમીઓ-પરિણીત યુગલો તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને પ્રેમથી ચુંબન કરે છે. તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તમે તમારા પ્રેમિકા અથવા પ્રેમીને હાથ, કપાળ, ગાલ પર ચુંબન કરીને વ્યક્ત કરી શકો છો. આ રીતે પ્રેમી-પ્રેમિકા અને પરિણીત યુગલો એકબીજા પ્રત્યેનો અવિશ્વસનીય પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમી યુગલ એકબીજાને કિસ કરે છે અને પોતાના સંબંધને મજબૂત બનાવે છે.
વેલેન્ટાઇન વીકનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે, પરંતુ જો 13 ફેબ્રુઆરી એટલે કે કિસ ડેની વાત કરીએ તો આ એક એવો પ્રસંગ છે જ્યારે કપલ્સ રોમેન્ટિક થઇ જાય છે. આ દિવસે દરેક વ્યક્તિ રોમેન્ટિક તો બને જ છે સાથે જ થોડી નોટી પણ બની જાય છે. કિસ ડેના દિવસે જો તમને તમારા પ્રેમી તરફથી પ્રેમાળ કિસ મળે તો બીજુ શું કહેવું.
આ દિવસને સેલિબ્રેટ કરવા માટે તમે કેટલીક ખાસ રીતો પણ અપનાવી શકો છો. આ દિવસ શરૂ થતા જ તમારે તમારા પાર્ટનરને પ્રેમભર્યા રોમેન્ટિક મેસેજ અને વોલપેપર મોકલવા જોઈએ.
આ પણ વાંચો – હગ ડે દિવસનું શું છે મહત્વ, આ ખાસ રીતે તમારા પ્રિયજનોને ગળે લગાવો
કેન્ડલ લાઇટ ડિનર
આ દિવસે તમે તમારા પાર્ટનર સાથે કોઇ સારી રેસ્ટોરન્ટ કે હોટલમાં કેન્ડલ લાઇટ ડિનરમાં જઇ શકો છો. આ અવસર પર તમે તમારા પાર્ટનર માટે રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝની વ્યવસ્થા પણ કરી શકો છો.
આઉટિંગ
કિસ ડેના અવસર પર તમે તમારા પાર્ટનર સાથે આઉટિંગ પ્લાન કરી શકો છો. આ દિવસે તમે તમારા પાર્ટનર સાથે નજીકના પહાડી વિસ્તાર અથવા રોમેન્ટિક જગ્યાએ ફરવા જઇ શકો છો. કિસ ડે પછીનો બીજો દિવસ વેલેન્ટાઇન ડે હોય છે તેથી તમારો પ્લાન વધુ ખાસ બની જશે.
લોન્ગ ડ્રાઇવ
કિસ ડેના અવસર પર તમે તમારા પાર્ટનર સાથે લોંગ ડ્રાઇવનું પ્લાનિંગ પણ કરી શકો છો. આ રીતે તમને તેની સાથે એકાંતમાં કેટલીક પ્રેમાળ પળો પણ મળશે.
પ્રાઈવેટ ટાઈમ
કિસ ડેના અવસર પર તમારે પોતાના પાર્ટનર સાથે થોડો પ્રાઈવેટ ટાઈમ વિતાવવાનો પણ પ્લાન કરવો જોઈએ. આ તમારી વચ્ચે પ્રેમને ગાઢ બનાવશે.
ગિફ્ટ
છોકરીઓને સોફ્ટ ટોય પસંદ હોય છે. આ પ્રસંગે તમે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને કિસિંગ ટોય અને બાર્બી ડોલ પણ ગિફ્ટ કરી શકો છો. આ અવસર પર યુવતીઓ પણ પોતાના પાર્ટનર માટે એક સુંદર ગિફ્ટ લઈ શકે છે.
સરપ્રાઈઝ વિઝિટ
જો તમે તમારા પાર્ટનરના શહેરથી દૂર છો તો આ ખાસ અવસર પર તેની મુલાકાત લઈને તેને ખુશ પણ કરી શકો છો.
કોલાર્જ પિક્ચર્સ-વીડિયો
જો તમારો પ્રેમ થોડા વર્ષો જૂનો હોય તો તમારી પાસે તમારા પાર્ટનરને ખુશ કરવાની બીજી રીત પણ છે. તમે તમારા પાર્ટનરની કેટલીક તસવીરોના સુંદર કલેક્શનમાંથી ક્યૂટ કોલાજ બનાવી શકો છો. આ જોઈને તમારો પાર્ટનર તમને વધુ પ્રેમ કરશે.





