Valentine Week : સંબંધને જીવનભર ટકાવી રાખવા તમારા પાર્ટનર માટે આટલું કરો

Valentine Week : રિલેશનશિપ (Relationship) માં ક્લિયર કમ્યુનિકેશન એટલે કે, મનની વાત શેર કરવીએ સંબંધ (Relation) ને ટકાવી રાખવામાં મદદ કરે છે અને પાર્ટનર સાથેનો વિશ્વાસનો બોન્ડ મજબૂત બને છે.

Valentine Week : રિલેશનશિપ (Relationship) માં ક્લિયર કમ્યુનિકેશન એટલે કે, મનની વાત શેર કરવીએ સંબંધ (Relation) ને ટકાવી રાખવામાં મદદ કરે છે અને પાર્ટનર સાથેનો વિશ્વાસનો બોન્ડ મજબૂત બને છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Valentine Week how to make relationships work Tips

વેલેન્ટાઇન વીક રિલેશનશીપ ટિપ્સ સંબંધ ટકાવી રાખવા Valentine Week relationships Tips

Valentine Week : કોઈ પણ સંબંધ (Relationship) પ્રેમ, કાળજી અને સમજણ વગર અધૂરો લાગે છે. ફૂલને ખીલવા માટે જેમ પાણી જોઈએ તેમ સંબંધને પણ જીવનભર સુધી ટકાવી રાખવા ટાઈમ, પ્રેમ, કાળજી અને સમજણની જરૂર હોય છે. સ્ટેબલ રિલેશનશિપ ઘણા કપલ માટે હાર્ડ વર્કિંગ અને ધીરજની પરીક્ષા થતી હોય તેવું છે. સંસ્કાર હીલિંગના મેડિટેશન ફેસિલિટેટર જયપાલશ્રી અનિલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ જેમ માળી બિનજરૂરી નીંદણ, સૂકા પાંદડા અને ડાળીઓ બગીચામાંથી દૂર કરે છે, તે જ રીતે કોઈપણ સંબંધમાં થવું જોઈએ. ક્લિયર કમ્યુનિકેશન એટલે કે, મનની વાત શેર કરવીએ સંબંધને ટકાવી રાખવામાં મદદ કરે છે અને પાર્ટનર સાથેનો વિશ્વાસનો બોન્ડ મજબૂત થાય છે.''

Advertisment
publive-image
વેલેન્ટાઇન વીક રિલેશનશીપ ટિપ્સ સંબંધ ટકાવી રાખવા Valentine Week relationships Tips

આ પણ વાંચો: Happy Rose day, રોઝ ડે 2024 પર ગુલાબની સાથે આ પ્રેમ ભર્યા સંદેશા મોકલી બનાવો દિવસને ખાસ

એક્સપર્ટે કહ્યું કે, સંતુલિત સંબંધ (Balanced Relationship) એ બંનેવ સાઈડથી લગાવમાં આવતી ઇફૉર્ટસ પર આધાર રાખે છે, '' ભૂલ આવે ત્યારે માફી મંગાવી અને મનની વાત શેર કરવી પણ મહત્વપૂર્ણ બની જાય છે. સંબંધ ઓટો-મોડ પર કામ કરતું નથી, તેના માટે સખત મહેનત અને દિલથી કામ કરવું પડે છે. પરફેક્ટ લગ્ન સ્વર્ગમાં થતા નથી પરંતુ પરફેક્ટ ન હોય તેવા બે ઇમ્પર્ફેક્ટ વ્યક્તિઓ મળે ત્યારે પરફેક્ટ બને છે.''

Advertisment

સ્પાર્કને કેવી રીતે જીવંત અને સંબંધને કેવી રીતે હેલ્થી રાખવો?

  • તમારા પાર્ટનરની પસંદ અને નાપસંદને સમજો. આ રીતે જાણવાથી તમારા પાર્ટનરને વધુ સારી રીતે સમજવામાં અને બિનજરૂરી તકરારને ટાળવામાં મદદરૂપ થશે.
  • હેલ્થી રિલેશન ટકાવી રાખવા માટે ઇનરપર્સનલ બાઉન્ડરીઝ અને પર્સનલ સ્પેસને મેન્ટેઇન રાખવું જરૂરી છે.
  • શરૂઆતના વર્ષો ઘણા સરપ્રાઈઝ લાવી શકે છે કારણ કે એકબીજાને જાણવામાં સમય લાગે છે.
  • ફેક્ટ છુપાવવાનું ટાળો, પોતાની સાથે સાથે તમારા પાર્ટનર સાથે ઓનેસ્ટ બનો. જો કોઈ ડ્રિફ્ટ હોય, તો વિચારવાનો ટાઈમ લો અને ઈશ્યુ સોલ્વ કરવા માટે ઈન્ટ્રોસ્પેક્ટ (આત્મનિરીક્ષણ) કરો.
  • ખોટા ઝઘડા અને દલીલો ટાળવા માટે બાઉન્ડરીઝ સેટ કરવી જોઈએ અને એકબીજાને સ્પેસ આપવી જોઈએ નહીંતર સમય જતાં સંબંધો નબળા પડી શકે છે.

આ પણ વાંચો: Rose Day 2024: રોઝ ડે કેમ ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

  • જ્યારે અમુક ઘટના વારંવાર થાય છે, ત્યારે શું અને શા માટે ટ્રિગર્સ છે તે તપાસવું અને સમજવું સારું છે.
  • એકબીજા સાથે વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, વાતચીતથી તમારી ફીલિંગ એક્સપ્રેસ કરો અને તમારા પાર્ટનરને પણ સાંભળો અને તેની લાગણીઓને સમજો.
  • એકબીજા માટે સમય કાઢો અને તમારા પાર્ટનર સાથે તે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. રિલેશનમાં ઈગોને સ્થાન ન આપો, એકબીજાને જેવા છો તેવા સ્વીકારો અને ક્યારેક ભૂલ થાય તો આર્ગ્યુમેન્ટ્સ કર્યા વગર માફી માંગો.
  • એક સ્ટ્રોંગ અને સ્ટેબલ રિલેશન ટકાવી રાખવા ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે. સંબંધોજે મજબૂત પાયા પર બાંધવામાં આવે છે તો ગમે તેટલા તોફાનનો સામનો સાથે કરી શકાય છે.
જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ વેલેન્ટાઈન વીક