Propose Day 2024 Date : દુનિયામાં વેલેન્ટાઈન વીકને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆત રોઝ ડે સાથે થઈ છે. વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ છે પ્રપોઝ ડે, જે દર વર્ષે વેલેન્ટાઇન વીકના બીજા દિવસે 8 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રપોઝ ડે દુનિયાભરના કપલ્સના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ દિવસ એકબીજા પ્રત્યે પ્રેમ, સ્નેહ અને પ્રતિબદ્ધતા દર્શાવવાનો દિવસ છે. વેલેન્ટાઇન્સ વીકનો ઉદભવ પશ્ચિમી વિશ્વમાં થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ પ્રપોઝ ડેનો ઇતિહાસ કંઈક અંશે અસ્પષ્ટ છે.
પ્રપોઝ ડેની પરંપરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રેમમાં યુગલો તેમના પ્રેમને સત્તાવાર બનાવવા માટે આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. યુવાનોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. યુગલો આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. યુવાનો આ દિવસનો ઉપયોગ તેમની મિત્રતાને સંબંધ તરીકે નામ આપવા માટે કરે છે.
જે લોકો પહેલી વાર પોતાના ક્રશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા જઈ રહ્યા છે, તેમના માટે તેમના દિલની વાત કહેવી થોડી મુશ્કેલ છે. આ દિવસનો સહારો લઈને લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલની વાત કહી દે છે. આવો જાણીએ શું છે પ્રપોઝ ડેનો ઇતિહાસ અને આ દિવસ કેવી રીતે મહત્વનો છે અને કેવી રીતે ઉજવવો.
પ્રપોઝ ડે ક્યારે ઉજવવામાં આવે છે?
8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકનો આ બીજો દિવસ છે. આ વર્ષનો પ્રપોઝ ડે 8 ફેબ્રુઆરી, 2024, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.
પ્રપોઝ ડે નો ઇતિહાસ અને મહત્વ
પ્રપોઝ ડેની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, તેમ છતાં કેટલીક નોંધપાત્ર ઘટનાઓ છે જે વેલેન્ટાઇન વીકની આ ઉજવણીને પ્રભાવિત કરી હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 1477માં ઓસ્ટ્રિયન આર્કડ્યુક મેક્સિમિલિયને મેરી ઓફ બરગંડીને એક શાનદાર હીરાની વીંટી સાથે પ્રપોઝ કર્યું હતું, જેના કારણે આ દિવસે પ્રપોઝ કરવાની પરંપરા શરુ થઇ છે.
આ પણ વાંચો – તમારા ક્રશને I LOVE YOU કહેતા પહેલા 10 વાતનું રાખો ધ્યાન, આ ભૂલ ક્યારે ન કરવી
પ્રપોઝના દિવસો તે લોકો માટે ખાસ દિવસો છે જેઓ તેમના પ્રેમને ઓફિશિયલ બનાવવા માંગે છે. તેઓ પોતાના પ્રેમને રોમેન્ટિક અંદાજમાં ખાસ અંદાજમાં વિશ કરે છે. આ દિવસ બે વ્યક્તિઓ વચ્ચે પ્રતિબદ્ધતા અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે પ્રેમી યુગલો પોતાના પાર્ટનરને ખાસ અને યાદગાર રીતે પ્રપોઝ કરે છે.
કેવી રીતે ઉજવશો પ્રપોઝ ડે?
પ્રપોઝ ડે પર કપલ્સ ઘણીવાર પોતાના પ્રેમને અનોખી અને યાદગાર રીતે વ્યક્ત કરે છે. કેટલાક લોકો રોમેન્ટિક આઉટિંગ પ્લાન કરતા હોય છે તો કેટલાક લોકો રાત્રે રોમેન્ટિક ડિનર પ્લાન કરતા હોય છે. આજનો દિવસ તમારા પાર્ટનરને પ્રેમ અને સ્નેહ આપવાનો દિવસ છે. પ્રપોઝ ડે એ યુગલો માટે તેમના સંબંધોમાં આગળનું પગલું ભરવાની એક લોકપ્રિય તક બની ગઈ છે.
ઘણા લોકો આ દિવસને ઘૂંટણ પર બેસીને પોતાના પાર્ટનરને વીંટી ભેટ આપવા માટે પસંદ કરે છે. પ્રપોઝ ડેનો સાર એ તમારી લાગણીઓને વ્યક્ત કરવા અને તમારા જીવનસાથીને વિશેષ લાગે તે માટેનો દિવસ છે. તમે પણ આ દિવસના જાદુને અપનાવી લો અને તેને જીવનભર યાદ રાખવાની યાદગાર ક્ષણ બનાવો.
આ સુંદર સંદેશાઓ મોકલીને પ્રપોઝ ડે વિશ કરો
દીવાના હુઆ તેરા, મુઝે ઇંકાર નહીં,કૈસ કહ દુ કી મુઝે તુમસે પ્યાર નહીં,કુછ શરારત તો તેરી નજરો મેં ભી હૈ,મૈ અકેલા તો ઇસકા ગુનેગાર નહીં.હેપ્પી પ્રપોઝ ડે 2024
દિલ મેરા તુમસે પ્યાર કરના ચાહતા હૈ,દબી હુઈ મોહબ્બત કા ઇજહાર કરના ચાહતા હૈ,જબ સે દેખા હૈ મૈને તુઝે ઓ સનમ,યે દિલ સિર્ફ તુમ્હારા દીદાર કરના ચાહતા હૈ.હેપ્પી પ્રપોઝ ડે 2024
તુમસે મિલને કો દિલ કરતા હૈ,કુછ કહને કા દિલ કરતા હૈ,પ્રપોઝ ડે પર કહ ડાલતે હૈ દિલ કી બાત,હર પલ તેરે સંગ બિતાને કો દિલ કરતા હૈ.હેપ્પી પ્રપોઝ ડે 2024





