Valentine Day 2025 Gift Ideas : વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં ઉજવા છે. પ્રેમના પ્રતિક સમાન આ દિવસે બે વ્યક્તિ એક બીજા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્તિ કરે છે. આ ખાસ દિવસ પર વ્યક્તિ પોતાના જીવનસાથીને તેમના હૃદયની વાત કહી શકે અને તેમને કહી શકે કે તેઓ તેમને કેટલો પ્રેમ કરે છે. લોકો જુદી જુદી રીતે પોતાનો પ્રેમ દર્શાવે છે. કોઈ પોતાના પાર્ટનરને બહાર લઈ જાય છે, કોઈ ડેટ પર કે કોઈ તેને પોતાના પાર્ટનરને તેની મનપસંદ ગિફ્ટ આપે છે. પરંતુ ઘણા લોકો પોતાના પાર્ટનરને ગિફ્ટમાં શું આપવું તે અંગે મૂંઝવણ અનુભવે છે.
વળી આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયાની મદદ લે છે અને પછી ગિફ્ટ નક્કી કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારા લવ પાર્ટનરને તેની રાશિ પ્રમાણે ગિફ્ટ આપવાથી તમારા પ્રેમને નવી ઉંચાઈઓ મળી શકે છે અને તમારા સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. વળી, તમારી લવ લાઈફ પણ ખુશ રહી શકે છે. આવો જાણીએ આ વેલેન્ટાઇન ડે પર તમે તમારા પાર્ટનરને શું ગિફ્ટ આપી શકો છો.
મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારો પાર્ટનર મેષ રાશિનો હોય તો તમારે લાલ ગુલાબ સાથે રોમેન્ટિક કાર્ડ આપીને પ્રેમ વ્યક્ત કરવો જોઈએ.
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષણ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર આકર્ષણ અને પ્રેમનું પરિબળ છે. તેથી, તેઓ આ શુક્ર ગ્રહના પ્રભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેથી જો તમારા પાર્ટનરની રાશિ વૃષભ હોય તો તમે ગુલાબી ગુલાબ સાથે ડ્રેસ, કોસ્મેટિક્સ, પરફ્યુમ કે જ્વેલરી વગેરે આપી શકો છો.
મિથુન રાશિ
આ રાશિના સ્વામી પર ગ્રહોના રાજકુમાર બુધ છે. આથી આ રાશિના લોકો પોતાના પાર્ટનરને લાલ કે સફેદ ગુલાબવાળી રોમેન્ટિક નોવેલ ગિફ્ટ કરી શકે છે. આ ઉપરાંત તેમને કોઇ કલાત્મક વસ્તુ પણ ભેટમાં આપી શકાય છે.
કર્ક રાશિ
વૈદિક જ્યોતિષ મુજબ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. આથી તમે તમારા પાર્ટનરને લાલ ગુલાબ પર સફેદ ગુલાબ પણ આપી શકો છો. તેમજ મોતીની માળા કે અત્તર પણ આપી શકાય છે, આમ કરવાથી સંબંધો મજબૂત બનશે.
સિંહ રાશિ
આ રાશિના સ્વામી સૂર્ય ગ્રહ છે. તો તમે આ વેલેન્ટાઇન ડે પર ઓરેન્જ ગુલાબ સાથે તમારા પાર્ટનરને લાલ કલરનો ડ્રેસ ગિફ્ટ કરી શકો છો. તમે રૂબી રિંગ પણ ગિફ્ટ કરી શકો છો.
કન્યા રાશિ
બુધ ગ્રહ કન્યા રાશિનો સ્વામી છે. આથી સંબંધોમાં નિકટતા વધારવા માટે તમે તમારા પાર્ટનરને લાલ અને વાદળી રંગના ગુલાબનો ગુલદસ્તો ભેટમાં આપી શકો છો. તમે ગ્રીન ડ્રેસ પણ ગિફ્ટ કરી શકો છો. તમારા પાર્ટનરને જોતા જ તેની ખુશી જોવા લાયક રહેશે.
તુલા રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તેથી તમારા પાર્ટનરને ગુલાબી ગુલાબ આપો. આ સાથે તમે પિંક કે વ્હાઇટ ડ્રેસ કે પરફ્યુમ ગિફ્ટ આપી શકો છો. અથવા તો તમે ઓપલ રિંગ પણ ગિફ્ટ કરી શકો છો. ઓપલ રત્ન પહેરવાથી સંબંધોમાં મધુરતા આવશે.
વૃશ્ચિક રાશિ
વૈદિક જ્યોતિષ મુજબ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આવી સ્થિતિમાં, તમે તમારા જીવનસાથીને લાલ ગુલાબ અને તેની સાથે ઇલેક્ટ્રિક આઇટમ પણ આપી શકો છો. અથવા તો પીળા ગુલાબ સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ આપી શકાય છે.
ધન રાશિ
જો તમારા પાર્ટનરની રાશિ ધન રાશિ છે તો તમે નારંગી કે પીળા રંગનું ગુલાબ અને તેની સાથે મોંઘી ભેટ પણ આપી શકો છો. તમે મોંઘી ગિફ્ટમાં સોનાના પેન્ડન્ટ્સ અથવા વીંટી વગેરે આપી શકો છો. અથવા તો તમે ટોપાઝ કે ગોલ્ડન રિંગ પણ ગિફ્ટ કરી શકો છો.
મકર રાશિ
જો તમારા પાર્ટનરની રાશિ મકર રાશિની હોય તો તમારા લવ પાર્ટનરને લાલ કે વાદળી રંગનું ગુલાબ અને કોઈ એન્ટિક વસ્તુ ભેટમાં આપો. અથવા તમે બ્લેક સ્ટોન રિંગ અથવા પેન્ડન્ટ ગિફ્ટ કરી શકો છો.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. તેથી, વેલેન્ટાઇન ડે પર તમે તમારા જીવનસાથીને લાલ અથવા વાદળી ગુલાબ અને કોઈપણ એન્ટિક વસ્તુ ભેટ આપી શકો છો. સાથે જ બ્લેક ડ્રેસ પણ ગિફ્ટ કરી શકો છો.
મીન રાશિ
આ રાશિના જાતકોને પીળા રંગની ભેટ પસંદ આવશે. પીળા ગુલાબ સાથે પોશાક પહેરવો સરસ રહેશે. અથવા તો તમે ટોપાઝ રિંગ પણ ગિફ્ટ કરી શકો છો.





