/indian-express-gujarati/media/media_files/2026/02/12/valentines-day-special-strawberry-shake-recipe-2026-02-12-17-25-18.jpg)
વેલેન્ટાઇન ડે સ્પેશિયલ સ્ટ્રોબેરી શેક રેસીપી | Valentines Day Special Strawberry Shake Recipe for your loved ones Photograph: (Freepik)
જીવનશૈલી | દરેક વ્યક્તિ વેલેન્ટાઇન ડે (Valentines Day) પર પોતાના પાર્ટનરને કંઈક અનોખું અને યાદગાર બનાવીને આશ્ચર્યચકિત કરવા માંગે છે. જો તમે આ પ્રસંગને વધુ મીઠો બનાવવા માંગતા હો, તો સ્ટ્રોબેરી શેક (strawberry shake) એક ઉત્તમ પસંદગી હશે. આ શેકમાં વધુ સમય કે મહેનતની જરૂર નથી.
સ્ટ્રોબેરી શેક (strawberry shake) થોડીવારમાં જ બનાવી શકો છો. આ વેલેન્ટાઇન સ્પેશિયલ સ્ટ્રોબેરી શેક પીવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તમારા સંબંધોમાં મીઠાશ પણ ઉમેરશે. અહીં જાણો સ્ટ્રોબેરી શેક રેસીપી
સ્ટ્રોબેરી શેક રેસીપી
સામગ્રી
ઓરિયો બિસ્કિટ
1 કપ સ્ટ્રોબેરી
2 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
1 કપ ઠંડુ દૂધ
2 ચમચી સ્ટ્રોબેરી સીરપ
1-2 ચમચી ખાંડ સ્વાદ મુજબ
સજાવટ માટે વ્હીપ્ડ ક્રીમ અને સ્ટ્રોબેરી
વેલેન્ટાઇન સ્પેશિયલ સ્ટ્રોબેરી શેક રેસીપી
વેલેન્ટાઇન ડે યાદગાર બનાવવો છે? આ રહ્યા આઈડિયાઝ, પાર્ટનર ખુશખુશાલ થઇ જશે!
સૌ પ્રથમ, સ્ટ્રોબેરીને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો.
હવે, દૂધ, સ્ટ્રોબેરી અને સુગરને મિક્સર જારમાં નાખો. પછી, વેનીલા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી સીરપ ઉમેરો.
આ બધી સામગ્રીને 1-2 મિનિટ સુધી સારી રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી એક સ્મૂધ અને ક્રીમી શેક તૈયાર ન થાય.
હવે, સર્વિંગ ગ્લાસમાં થોડું સ્ટ્રોબેરી સીરપ રેડો અને તેને સુંદર બનાવવા માટે તેને ફેરવો. હવે, તૈયાર શેક ગ્લાસમાં રેડો.
વ્હીપ્ડ ક્રીમ અને સ્ટ્રોબેરીથી સજાવો અને પીરસો. હવે તૈયાર કરેલા વેલેન્ટાઇન સ્પેશિયલ સ્ટ્રોબેરી શેકને તરત જ ઠંડુ કરીને સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us