Valentine’s Day 2023: વેલેન્ટાઇન ડેને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. જોકે વેલેન્ટાઇન ડે રોમેન્ટિક પ્રેમના વિચાર અને બિન-પશ્ચિમી સંસ્કૃતિઓ પર તેનો પ્રભાવ અને વધતા વેપારીકરણ જેવા વિભિન્ન કારણોથી ટિકાઓનો પ્રતીક બની ગયો છે. આ દિવસ સંત વેલેન્ટાઇન દિવસ સાથે સંકળાયેલા હોવા માટે જાણીતું છે. તેની અનોખી કહાની છે.
સંત વેલેન્ટાઇન કોણ હતા?
સંત વેલેન્ટાઈન ત્રીજી સદીના રોમન કેથોલિક પાદરી હોવાનું માનવામાં આવે છે, જેમનું મૃત્યુ 14 ફેબ્રુઆરી ઇસ્વીસન 270માં થયું હતું. એવું કહેવાય છે કે તેમણે સમ્રાટોના આદેશની અવગણના કરી હતી. તેમણે ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા હતા. સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી ન હતી કારણ કે સમ્રાટ માનતા હતા કે સિંગલ પુરુષો વધુ સમર્પિત લડવૈયા છે. વેલેન્ટાઇન આ વિચાર સાથે અસંમત હતા. આ કારણે સમ્રાટ ક્લોડિયસ દ્વિતીય ગોથિકસ દ્વારા તેમનું શિરચ્છેદ કરવામાં આવ્યું હતું.
પરંતુ આ એકમાત્ર સિદ્ધાંત નથી અને લગ્નનો બીજો એક સંદર્ભ મળે છે. કથિત રીતે તે ચર્ચ દ્વારા તે સમયની આસપાસ આયોજીત એક પ્રાચીન રોમન તહેવાર લુપર્કેલિયા પર પોતાનો પ્રભાવ ફેલાવવાનો પ્રયાસ હતો. રોમન ઉત્સવે કૃષિના દેવતા ફૌનસ, સાથે રોમલુસ અને રેમસ, રોમન સ્થાપકોને સન્માનિત કર્યા. પુરૂષો એક બોક્સમાંથી સ્ત્રીઓના નામ પસંદ કરતા અને તેઓ ઘટનાના માધ્યમથી યુગલ બનતા હતા.
આ પણ વાંચો – શા માટે ‘લાલ’ રંગને પ્રેમનો રંગ માનવામાં આવે છે? જાણો અહીં
પોપ ગેલેસિયસે 5મી સદીના અંતમાં સંત વેલેન્ટાઈનને યાદ કરવાના દિવસ તરીકે લુપર્કેલિયા ઉજવણીનો સમયગાળો પસંદ કર્યો. પરિણામે વેલેન્ટાઈન ડેને પ્રેમ અને રોમાંસ સાથે જોડવામાં આવ્યો.
વેલેન્ટાઇન ડે કેવી રીતે વૈશ્વિક ઉજવણી બન્યો?
સંત વેલેન્ટાઇન જેમનું મૃત્યુ ઇસવીસન 270માં થયું હતું. તેમને રોમન કેથોલિક ચર્ચ દ્વારા માન્યતા આપવામાં આવી હતી, કારણ કે તેમણે એક પાદરી તરીકે પણ સેવા આપી હતી. જેમણે ખ્રિસ્તી યુગલોને ગુપ્ત રીતે લગ્ન કરવામાં મદદ કરી હતી. જ્યોફ્રી ચોસર અને વિલિયમ શેક્સપિયરના કાર્યો દ્વારા આ દંતકથા વધતી ગઈ. આ વાત યુરોપ અને અંગ્રેજી બોલતા વિશ્વમાં રોમેન્ટિક અને લોકપ્રિય બની.
બ્રિટિશ લાઇબ્રેરી અનુસાર પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે એ એક દિવસ છે એવો વિચાર 14મી સદીના અંતમાં લખાયેલી કવિતા ચૌસરની પાર્લામેન્ટ ઑફ ફાઉલ્સથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. આમાં પક્ષીઓના જૂથનું વર્ણન કરે છે જે વસંતઋતુના પ્રારંભમાં ‘સેન્ટ વેલેન્ટાઇન્સ ડે’ પર પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે એકઠા થાય છે. એવું લાગે છે કે કવિતાએ પરંપરાને વેગ આપ્યો છે. ‘એ મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં, શેક્સપિયર વેલેન્ટાઇન ડેનો સંદર્ભ આપે છે.
એનપીઆર મુજબ ઔદ્યોગિકીકરણ સાથે હાથથી બનાવેલા કાગળના કાર્ડ એ દિવસના પ્રતીક બની ગયા. ઔદ્યોગિક ક્રાંતિએ 19મી સદીમાં ફેક્ટરી દ્વારા બનાવેલા કાર્ડની શરૂઆત કરી.