Valentine’s week 2023: રોઝ ડે થી શરૂ થાય છે વેલેન્ટાઇન વીક, જાણો Valentines Dayના 7 દિવસમાં શું હોય છે ખાસ

Valentines Day 2023 : 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક (Valentines Week)મનાવવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : February 07, 2023 14:43 IST
Valentine’s week 2023: રોઝ ડે થી શરૂ થાય છે વેલેન્ટાઇન વીક, જાણો Valentines Dayના 7 દિવસમાં શું હોય છે ખાસ
ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક (Valentines Week)મનાવવામાં આવે છે (તસવીર - Pixabay)

Valentine’s week 2023: ફેબ્રુઆરી મહિનાનું મોસમ ખુશનુમા અને તાજગી આપે છે. આ મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ મહિનામાં વેલેન્ટાઇન-ડે (Valentines Day)આવે છે. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક (Valentines Week)મનાવવામાં આવે છે. રોઝ ડે થી વેલેન્ટાઇન વીકની શરૂઆત થાય છે.

વેલેન્ટાઇન વીકની રાહ યુવા આતુરતાથી જોઇ રહ્યા હોય છે. વેલેન્ટાઇન ડે કપલ્સ માટે ખાસ દિવસ હોય છે. તમને જણાવી રહ્યા છીએ કે વેલેન્ટાઇન ડે ના આ 7 દિવસોમાં ખાસ શું હોય છે.વેલેન્ટાઇન વીકમાં ક્યો દિવસ કઇ તારીખે ઉજવવામાં આવે છે.

7 ફેબ્રુઆરી – રોઝ ડે (Rose Day 2023)

વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે ના દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસે લાલ ગુલાબ એકબીજાને આપે છે. જેનો અર્થ થાય છે કે ગુલાબ આપનાર વ્યક્તિ તમને પ્રેમ કરે છે. તમે કોઇને પ્રેમ કરો છો તો તેને લાલ ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરો.

8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે (Propose Day 2023)

પ્રપોઝ ડે ના નામ ઉપરથી જ ખબર પડે છે કે આ દિવસે પ્રેમી પોતાની સાથી સાથે પ્રેમ વ્યક્ત કરે છે. તમે કોઇને મનમાં ને મનમાં પ્રેમ કરો છો તો પ્રપોઝ ડે ના દિવસે દિલની વાત કહી દો.

9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે (Chocolate Day 2023)

પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ચોકલેટ આપીને સાથીને મનાવવાનો પ્રયત્ન કરે છે. ચોકલેટની મીઠાશ તમારા સંબંધમાં ખુશ્બુ ફેલાવે છે.

આ પણ વાંચો – રોમાંસથી ભરપૂર વેલેન્ટાઇન વીક માટે ઉત્તર ભારતમાં આવેલ આ 5 સ્થળો તમારી ટ્રીપ બનાવશે યાદગાર

10 ફેબ્રુઆરી- ટેડી ડે (Teddy Day 2023)

10 ફેબ્રુઆરીના દિવસે પ્રેમી યુગલ એકબીજાને લાલ રંગનું ટેડી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે (Promise Day 2023)

પ્રોમિસ ડે એક એવો દિવસ છે જ્યારે પ્રેમી યુગલ એકબીજા સાથે સાથ નિભાવવાની વાત કરે છે. એકબીજાનો સુખ અને દુખમાં સાથ આપવાની પ્રોમિસ કરે છે.

12 ફેબ્રુઆરી – હગ ડે (Hug Day- 2023)

વેલેન્ટાઇન ડે નો છઠ્ઠો દિવસ હગ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાની નજીક આવે છે અને ગળે મળીને પ્રેમનો સ્વીકાર કરે છે.

13 ફેબ્રુઆરી – કિસ ડે (Kiss Day 2023)

વેલેન્ટાઇન દિવસનો સાતમો દિવસ પ્રેમી યુગલ એકબીજાને કિસ કરે છે અને પોતાના સંબંધને મજબૂત બનાવે છે. યુવાઓનું માનવું છે કે કિસ ડે પર કિસ કરવાથી સંબંધ મજબૂત થાય છે.

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે (Valentine Day 2023)

વેલેન્ટાઇન-ડે વીકનો આઠમો દિવસ વેલેન્ટાઇન ડે ના નામથી ઓળખવામાં આવે છે. આ 14 ફેબ્રુઆરીએ આવે છે અને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને કપલ્સ ઘણી શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. એકબીજાને ભેટ આપે છે અને એક સાથે સમય પસાર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ