Hug Day History: વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસને હગ ડે તરીકે ઉજવવામાં આવે છે. હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રિયજનને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરી શકો છો. કોઈને ગળે લગાવવું એટલે દિલથી હાથ મિલાવવા બરાબર છે. આમ કરવાથી અમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યા વગર તમારી આખી વાત કહી શકો છો.
હગ ડે એ લોકો માટે ખાસ દિવસ છે જે લોકો સ્પર્શ કરીને તેમના પ્રેમને વ્યક્ત કરવામાં માને છે. આપણા જીવનમાં લોકોને ગળે લગાવવાના મહત્વની યાદ અપાવવાનો દિવસ છે. હગ કરવુ એ પ્રેમ જતાવવાની એક શક્તિશાળી રીત છે. જે શારીરિક અને ભાવનાત્મક લાગણીઓને પણ વધારે છે. જાણો શું છે હગ ડે સાથે જોડાયેલો ઈતિહાસ, અને આ ખાસ દિવસનું મહત્વ.
હગ ડે ઇતિહાસ
હગ ડે સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરવામાં શારીરિક સ્પર્શની શક્તિને ઉજવવાના એક માર્ગ તરીકે વર્ષોથી ઉભરી આવ્યો છે. તે સંબંધોને મજબૂત કરવા અને લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે શારીરિક સ્પર્શના મહત્વને યાદ અપાવે છે. જોકે હગ ડેનો કોઈ ચોક્કસ ઇતિહાસ સ્પષ્ટ નથી, તે આધુનિક વેલેન્ટાઇન વીકના ભાગ રૂપે લોકપ્રિય બન્યો છે જ્યાં લોકો ઘણીવાર આલિંગન કરે છે.
આ દિવસનું મહત્વ
હગ ડે પ્રેમથી એકબીજાને ગળે મળવાના મહત્વને સેલિબ્રેટ કરે છે, એવું નથી કે આ દિવસ માત્ર કપલ્સ માટે જ હોય છે, દરેક વ્યક્તિ હગ ડે સેલિબ્રેટ કરી શકે છે, આ માટે તમારે માત્ર એ વ્યક્તિ પાસે જવું પડશે જેને તમે પ્રેમ કરો છો અને તેને ગળે લગાવો છો અને તે તમારા પરિવારનો સભ્ય અથવા તો તમારા મિત્રોનો પણ હોઈ શકે છે.
આ પણ વાંચો – ટેડી બિયર કેવી રીતે બન્યું પ્યારનું પ્રતીક? જુઓ ટેડી ડેનો ઇતિહાસ
આલિંગનની 5 અલગ અલગ રીત અને તેના અર્થ જણાવી રહ્યા છીએ
- ટાઇટ હગ- હગ ડે એ વાતનો સંકેત છે કે તમારો પાર્ટનર તમારા માટે ખૂબ જ ગંભીર છે. તમે તેના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છો અને તે તમને કોઈપણ કિંમતે ગુમાવવા માંગતો નથી.
- ઇંબ્રેસિંગ હગ – કોઈને આ રીતે ગળે લગાડવાનો અર્થ એ છે કે તમારી લાગણીઓ તે વ્યક્તિ સાથે ઊંડાણથી જોડાયેલી છે. તે વ્યક્તિ તમને ખૂબ જ પસંદ કરે છે અને તે તમને સાથે મળીને પસંદ કરે છે.
- સાઇડ આર્મ હગ – આ પ્રકારના આલિંગનનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ સાથેના તમારા સંબંધો નાજુક છે. આવું આલિંગન સામાન્ય રીતે ત્યારે જોવા મળે છે જ્યારે બે લોકો વચ્ચેના સંબંધોમાં કોઈ વાતને લઈને નારાજગી હોય.
- બેક સાઇડ હગ- બેકસાઇડ હગ એ વાતનો સંકેત છે કે તે વ્યક્તિ તમારી તરફ ખૂબ આકર્ષિત થાય છે. આ આલિંગન બતાવે છે કે સામેની વ્યક્તિ તમારી નજીક આવવા માંગે છે અને તમારી સાથે રહેવા માંગે છે.
- લોંગ હોલ્ડ હગ – લાંબા સમય સુધી આલિંગનનો અર્થ એ થાય છે કે તમે તે વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છો. સામાન્ય રીતે આ પ્રકારનું આલિંગન ત્યારે જોવા મળે છે જ્યારે બે પ્રેમી યુગલો લાંબા સમય પછી મળતા હોય છે.





