Vasant Panchami 2025: વસંત પંચમી પર પીળા રંગના કપડાં કેમ પહેરવામાં આવે છે? જાણો કારણ

Yellow Dress On Vasant Panchami : વસંત પંચમી તહેવાર વિદ્યા, કલા અને સંગીતના દેવી સરસ્વતીને સમર્પિત છે અને દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2 ફેબ્રુઆરીએ આવી રહી છે

Written by Ashish Goyal
January 27, 2025 16:02 IST
Vasant Panchami 2025: વસંત પંચમી પર પીળા રંગના કપડાં કેમ પહેરવામાં આવે છે? જાણો કારણ
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવાની પરંપરાનું પણ વિશેષ મહત્વ છે

Vasant Panchami 2025 Date, Yellow Dress On Vasant Panchami : વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ તહેવાર વિદ્યા, કલા અને સંગીતના દેવી સરસ્વતીને સમર્પિત છે અને દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2 ફેબ્રુઆરીએ આવી રહી છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

હિન્દુ માન્યતાઓ અનુસાર સરસ્વતી દેવી વસંત પંચમીના દિવસે અવતરણ થયા હતા. આવી સ્થિતિમાં આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું વિધાન છે. આ ઉપરાંત આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાની પરંપરાનું પણ વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો તેની પાછળનું કારણ? જો નહીં તો તે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

વસંત પંચમી પર પીળા કપડાં કેમ પહેરવામાં આવે છે?

આ પરંપરાઓ વિવિધ (ધાર્મિક, કુદરતી અને સાંસ્કૃતિક) કારણો સાથે સંકળાયેલી છે. ચાલો આ કારણો વિશે વિગતવાર સમજીએ.

શું છે ધાર્મિક કારણ?

સૌથી પહેલા ઉપર જણાવ્યા મુજબ ધાર્મિક કારણોસર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો અવતરણ થયું હતું. સાથે જ પીળો રંગ સરસ્વતી દેવીનો પ્રિય રંગ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પીળો રંગ શુભ, બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. આવી સ્થિતિમાં આ ખાસ દિવસે પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીની પૂજામાં તેમને પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે અને પીળા પુષ્પ અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો – વસંત પંચમી પર ઘરે જ બનાવો રંગોળી, અહીંથી પસંદ કરો યૂનિક ડિઝાઇન

કુદરતી કારણ શું છે?

હવે કુદરતી કારણોની વાત કરીએ તો પીળો રંગ પણ વસંતઋતુના આગમનનો સંકેત માનવામાં આવે છે. કારણ કે વસંત ઋતુમાં કુદરત પીળા રંગથી ભરી જાય છે. પીળા સરસવના ફૂલો ખેતરોમાં ખીલે છે અને ઝાડ પર પીળા રંગની નવી અંકુરો ઉભરી આવે છે. આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવા એ પ્રકૃતિ સાથે એકરૂપતા અને સુમેળનું પ્રતીક માનવામાં આવે છે.

વિજ્ઞાન મુજબ રંગોની આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. સાથે જ પીળો રંગ ઉત્સાહ, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં પીળો રંગ પહેરવો સારો માનવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ