વસંત પંચમી અવસરે પ્રસાદ માટે ખાસ હલવો, જાણો રેસીપી

Vasant Panchami 2025 | પીળો હલવો વસંત પંચમીના અવસર માટે એક વિશેષ વાનગી છે, જે માતા સરસ્વતીને ચઢાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ હલવો બનાવીને તમે ન માત્ર આ દિવસને વધુ ખાસ બનાવી શકો છો પરંતુ તેને ખાવાથી તમારા શરીરને એનર્જી પણ મળે છે. જાણો પીળો હલવો રેસીપી

Written by shivani chauhan
February 01, 2025 07:00 IST
વસંત પંચમી અવસરે પ્રસાદ માટે ખાસ હલવો, જાણો રેસીપી
વસંત પંચમી અવસરે પ્રસાદ માટે ખાસ હલવો, જાણો રેસીપી

Vasant Panchami 2025 | વસંત પંચમી (Vasant Panchami 2025) તહેવાર ખાસ કરીને જ્ઞાન, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશેષ બનાવવા માટે ભક્તો માતા સરસ્વતીને પીળા રંગની વાનગીઓ અર્પણ કરે છે, કારણ કે પીળો રંગ આ દિવસના મહત્વ અને માતા સરસ્વતીની પૂજાનું પ્રતીક છે. આ ખાસ દિવસે, પીળો હલવો (Yellow Halwa) પરંપરાગત અને સ્વાદિષ્ટ પ્રસાદ છે, જે બનાવવો ખૂબ જ સરળ છે. અહીં જાણો સ્વાદિષ્ટ હલવા રેસીપી (Halwa Recipe)

હલવો બનાવવાની રીત (Halwa Recipe)

સામગ્રી

  • 1 કપ સોજી
  • ½ કપ ઘી
  • 1 કપ ખાંડ
  • 2 કપ પાણી
  • ¼ ટીસ્પૂન એલચી પાવડર
  • ¼ ટીસ્પૂન કેસર
  • ½ કપ દૂધ
  • 10-12 કાજુ
  • 10-12 બદામ
  • 10-12 પિસ્તા
  • 1-2 ચમચી મખાના

વસંત પંચમી પર અવશ્ય બને છે આ ખીચડી, નોટ કરી લો આ ખાસ રેસીપી

પીળો હલવો રેસીપી (Yellow Halwa Recipe)

  • સૌ પ્રથમ એક પેનમાં અડધો કપ ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ સોજી નાખીને બરાબર શેકી લો. સોનેરી થાય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર શેકી લો. આ પ્રક્રિયામાં લગભગ 5-7 મિનિટ લાગી શકે છે. જ્યારે સોજીનો રંગ આછો સોનેરી થઈ જાય ત્યારે સમજી લો કે સોજી સારી રીતે શેકાઈ ગઈ છે.
  • હવે એક વાસણમાં 2 કપ પાણી અને અડધો કપ દૂધ નાખીને ઉકળવા માટે રાખો. જો તમે કેસરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને થોડા ગરમ પાણીમાં ઓગાળી લો અને ઉમેરો. કેસર હલવાને સુંદર પીળો રંગ આપે છે, જે બસંત પંચમીના દિવસે પ્રસાદના રૂપે ચઢાવવા માટે યોગ્ય છે.
  • જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ ઉકળવા લાગે, ત્યારે તેને કાળજીપૂર્વક સોજીમાં નાખો. મિશ્રણને સારી રીતે હલાવતા રહો જેથી કરીને ગઠ્ઠો ન બને. હવે હલવાને ઢાંકીને 5-7 મિનિટ સુધી પાકવા દો, જેથી સોજી સંપૂર્ણપણે પાણી શોષી લે અને હલવો ઘટ્ટ થઈ જાય.
  • હવે તેમાં 1 કપ ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલવો હલાવતા રહો. પછી તેમાં કાજુ, બદામ, પિસ્તા અને મખાના ઉમેરો. આ ડ્રાયફ્રૂટ્સ સાથે હલવો વધુ સ્વાદિષ્ટ બને છે. તમે તેને નાના ટુકડામાં કાપી શકો છો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખી હલવો ફરી એકવાર સારી રીતે મિક્સ કરો.
  • હવે હલવાને મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી પાકવા દો જેથી કરીને તે ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને. જો હલવો થોડો ડ્રાય લાગે તો તમે તેમાં થોડું દૂધ અથવા પાણી ઉમેરી શકો છો.
  • હવે તમારો પીળો હલવો તૈયાર છે. તેને ગાર્નિશ કરીને માતા સરસ્વતીના ચરણોમાં ભોગ તરીકે અર્પણ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ