શાકભાજી મિક્સ કરી બનાવો હેલ્ધી દલિયા, સરળ રેસીપી નોંધી લો

શાકભાજી દલિયા બનાવવા માટે તાજા શાકભાજી સાથે રાંધવામાં આવે છે, જે તેને સંપૂર્ણ અને સંતુલિત આહાર બનાવે છે.

Written by shivani chauhan
February 27, 2025 07:00 IST
શાકભાજી મિક્સ કરી બનાવો હેલ્ધી દલિયા, સરળ રેસીપી નોંધી લો
શાકભાજી મિક્સ કરી બનાવો હેલ્ધી દલિયા, સરળ રેસીપી નોંધી લો

શાકભાજી દલિયા (Vegetable Daliya) એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે, જે ખાસ કરીને હળવા ભોજન તરીકે ખાવામાં આવે છે. દલિયા પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને જરૂરી વિટામિન, ખનિજો અને ફાઇબર પૂરા પાડે છે. દલિયામાં ઉમેરવામાં આવતા શાકભાજી શરીરને ઉર્જા તો આપે છે જ, સાથે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તે સવારે નાસ્તા તરીકે પણ બનાવામાં આવે છે.

શાકભાજી દલિયા બનાવવા માટે તાજા શાકભાજી સાથે રાંધવામાં આવે છે, જે તેને સંપૂર્ણ અને સંતુલિત આહાર બનાવે છે. શાકભાજી દલિયાની સરળ રેસીપી નોંધી લો

શાકભાજી દલિયા બનાવવાની સામગ્રી

  • તેલ – 1-2 ચમચી
  • ડુંગળી – 1 બારીક સમારેલું
  • ટામેટા – 1 બારીક સમારેલું
  • ગાજર – 1 (છીણેલું)
  • વટાણા – 1/2 કપ
  • કેપ્સિકમ – 1 (ઝીણું સમારેલું)
  • લીલા મરચા – 1(ઝીણું સમારેલું)
  • આદુ – 1 ઇંચ (ઝીણું સમારેલું)
  • હળદર પાવડર – 1/2 ચમચી
  • ધાણા પાવડર – 1 ચમચી
  • જીરું – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • પાણી – 2 કપ
  • કોથમીર

શાકભાજી દલિયા રેસીપી (Vegetable Daliya Recipe)

  • સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી તેલ નાખો, તેમાં દલિયા ઉમેરો અને તેનો રંગ આછો સોનેરી થાય ત્યાં સુધી તેને હળવા ફ્રાય કરી લો. તેને મધ્યમ તાપ પર થોડી વાર શેકતા રહો.
  • એક અલગ પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો, પછી તેમાં જીરું ઉમેરો અને તેને તળો. જ્યારે જીરું તતડવા લાગે, ત્યારે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદુ નાખીને સાંતળો.
  • હળદર પાઉડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને મસાલાને થોડીવાર માટે પાકવા દો.
  • જ્યારે પાણી ઉકળવા લાગે, ત્યારે ધીમો તાપ કરો અને દાલિયાને 10-15 મિનિટ સુધી કુક થવ દો જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે શોષાઈ ન જાય અને દાલિયા નરમ ન થઈ જાય.
  • દાળિયા તૈયાર થઈ જાય પછી, તેને કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ