Vegetable Dum Pulao | વેજિટેબલ દમ પુલાવ રેસીપી : આ ટ્રીકથી પુલાવને દમ મારી બનાવો, ખાતા જ રહી જશો

Vegetable Dum Pulao Recipe | વેજીટેબલ દમ પુલાવ રેસીપી : દમ પુલાવ ખાવાની મજા જ કઈંક અલગ છે, જે પણ ખાય તે તેનો સ્વાદ ક્યારેય ન ભૂલી શકે. તો જોઈએ કેવી રીતે ઘરે બનાવાય અને શું સામગ્રી જોઈએ.

Vegetable Dum Pulao Recipe | વેજીટેબલ દમ પુલાવ રેસીપી : દમ પુલાવ ખાવાની મજા જ કઈંક અલગ છે, જે પણ ખાય તે તેનો સ્વાદ ક્યારેય ન ભૂલી શકે. તો જોઈએ કેવી રીતે ઘરે બનાવાય અને શું સામગ્રી જોઈએ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Vegetable Dum Pulao

વેજીટેબલ દમ પુલાવ રેસીપી

Vegetable Dum Pulao : પુલાવ લગભગ નાના મોટા બધાને પસંદ હોય છે. પુલાવની અલગ-અલગ વેરાયટી તો તમે ઘણી ખાધી હશે, પરંતુ તમે પુલાવ બન્યા પછી તેને દમ મારેલો પુલાવ ખાધો છે. જો તમે પુલાવને દમ માર્યા બાદ ખાઓ તો તેનો સ્વાદ અને તેનો દેખાવ કઈંક અલગ જ જોવા મળશે. તો આજે અમે તમને વેજીટેબલ દમ પુલાવ કેવી રીતે બનાવવો તે જણાવીએ. જે એક વાર ખાધા પછી વારંવાર ખાવાનું મન થશે.

Advertisment

વેજીટેબલ દમ પુલાવ બનાવવાની સામગ્રી

બાસમતી ચોખા (દોઢ કપ - બે વ્યક્તિ)
એક ટામેટુ
બે ડુંગળી
આદુ એક ટુકડો
લીલુ મરચું (ત્રણ નંગ)
બે-ચાર બટાકા - છોલેલા મોટા સમારેલા
વટાળા 100 ગ્રામ, અડધી વાડકી
એક ગાજર - છોલેલુ
બે-ત્રણ ચમચી દેશી ઘી
ચાર-પાંચ લવિંગ
ચાર-પાંચ કાળા મરી
એક-બે તજ
એક-બે તામપત્રના
એક ચમચી ધાણાજીરૂ
મીઠુ- સ્વાદ મુજબ
કોથમી (સમારેલી)
એક ફોઈલ પેપર

ચોખા પલાડવાની રીત

ચોખાને સારી રીતે ધોઈ નાખો, મહત્વની વાત એ કે, ફોરા હાથે ધોવા નહીં તો ચોખા તૂટી જશે. હવે ચોખાને અડધો કલાક પલાડી રાખો. તમે વિચારતા હશો કે ચોખાને કેમ પલાળવામાં આવે છે. કારણ કે જ્યારે ચોખા તૈયાર થાય છે ત્યારે તે એક વખત પકવવામાં આવે છે, તેને હાઈ ટેમ્પરેચર પર લઈ જઈ, પછી ઠંડા પાડવામાં આવે છે, જેથી તેમાં એક ટ્રાન્સફરન્સી જોવા મળે છે. જેથી જો તમે ચોખાને અડધો કલાક પાણીમાં પલાડશો નહીં તો તે સોફ્ટ નહીં બને અને કડક રહેશે, તથા તૂટી જશે. જો તમે તેને ગરમ પાણીમાં પલાડશો તો વધુ સારા બનશે.

હવે ચોખા પલડે ત્યાં સુધી તમે ટામેટુ, ડુંગળી, આદુ, લીલુ મરચું, બટાકા અને ગાજરને સમારી દો. તમને જણાવી દઈએ કે, પુલાવ બનાવવા જે વાસણ લો તેનું ઉપરનો ભાગ પહોળો હોવો જોઈએ.

Advertisment

વેજિટેબલ દમ પુલાવ રેસીપી - કેવી રીતે બનાવશો

હવે એક કડાઈ લો, તેમાં એક મોટી ચમચી દેશી ઘી નાખો, થોડુ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલા, એટલે કે લવિંગ, કાળા મરી, તજ (એક-બે કટકા) અને તામપત્ર (એક-બે નંગ) નાખો, સાથે જ તેમાં હવે સમારેલી ડુંગળી નાખો, તેને થોડી વાર હલાવો. હવે ડુંગળી થોડી પીંક બ્રાઉન કલર પડે એટલે તેમાં પહેલા મરચા અને આદુ નાખી દો, જેને એક મિનીટ રોસ્ટ કરો.

હવે તેમાં ટામેટું સમારેલુ નાખી દો. જો તમે નોન સ્ટીકમાં બનાવતા હોવ તો પાણી નાખવાની જરૂર નથી, નહીં તો થોડુ પાણી નાખો (પાંચ-સાત ચમચી). આને પાંચ મિનીટ પકવો. હવે તેમાં સમારેલા બટેકા, ગાજર અને વટાળા નાખી દો અને થોડુ ધાણાજીરૂ નાખી બરાબર હલાવી દો. હવે તમારી કડાઈને બરાબર ઢાંગી બે-ચાર મીનિટ પકવા છોડી દો.

હવે પલાડેલા ચોખામાંથી પાણી બરાબર નીતારી દઈ કડાઈમાં નાખો, મહત્વની વાત એ છે કે, ચોખા નાખ્યા પછી તેની પર એક મોટી ચમચી ઘી નાખો. હવે થોડો ગરમ મસાલો ઉમેરો. હવે હલકા હાથે ચોખા તૂટે નહીં તેમ હલાવી દો. હવે તેમાં બે-ત્રણ કપ પાણી નાખી દો, પછી સ્વાદ મુજબ તેમાં મીઠુ ઉમેરો, કોથમીના પત્તા નાખો અને એક વાર ખાલી હલાવી દો. હવે ગેસ થોડો તેજ કરી દો પાણી ઉકળે નહીં ત્યાં સુધી. હવે એક વાર હલાવો ધીમા હાથે પછી ગેસ મીડિયમ કરી દો બે મીનિટ, હવે ગેસ લો કરી દો અને પાંચ-સાત મીનિટ પકાવી લો.

પુલાવ દમ કરવાની રીત

ગેસ પરથી કડાઈ ઉતારી હવે પુલાવને દમ કરવા માટે, તમે કડાઈને ફોલ પેપરથી ઢાકી દો, પછી ગેસ પર એક તવી મુકો, અને તેના પર પુલાવની કડાઈ મુકી દો. એક દમ ધીમી ફેમ પર પાંચ-સાત મીનિટ તેને દમ થવા દો. હવે ગેસ બંધ કરી દસ મીનિટ રહેવા દો, પછી જ ફોઈલ પેપર ખોલો, તમારો દમ પુલાવ રેડી. જેનો સ્વાદ એક વખત ખાધા પછી ક્યારેય ભૂલશો નહીં.

રેસીપી ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી