Quinoa Pulao Recipe : આજના ભોગદોડ ભર્યા જીવનમાં ઘણા લોકો ઓફિસથી ખૂબ મોડા ઘરે પહોંચે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ભૂખ તો લાગે છે, પરંતુ રસોઈ કરવાનું મન થતું નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તમે માત્ર થોડી જ મિનિટોમાં સરળતાથી ડિનર માટે ક્વિનોઆ પુલાવ તૈયાર કરી શકો છો.
ક્વિનોઆ પુલાવ ખાવાના ફાયદા
ક્વિનોઆ પુલાવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે, જે વજન ઘટાડવામાં અને પાચનમાં વધુ સારી રીતે મદદ કરે છે. તે ગ્લુટેન-ફ્રી પણ છે, જેના કારણે તમામ લોકો તેને સરળતાથી ખાઈ શકે છે. તેને ખાવાથી પેટ ભરેલું લાગે છે.
ક્વિનોઆ પુલાવ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ક્વિનોઆ
- 1 નાની ડુંગળી
- અડધો કપ ગાજર
- અડધો કપ બીન્સ
- 1/4 કપ વટાણા
- 1 ટામેટું
- લીલા મરચાં
- 1 ચમચી જીરું
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- મીઠું
- 1 ચમચી ગરમ મસાલો
- તેલ અથવા ઘી
- પાણી
આ પણ વાંચો – મખાના ખીર રેસીપી, શ્રાવણના ઉપવાસમાં પણ ખવાશે
ક્વિનોઆ પુલાવ બનાવવાની રીત
- ક્વિનોઆ પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ક્વિનોઆને સારી રીતે ધોઈ લો અને તેને 10-12 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
- હવે એક મોટી કઢાઇ ગરમ કરી તેમાં તેલ અને જીરૂ ઉમેરો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને સારી રીતે સાંતળી લો.
- હવે તેમાં ડુંગળી ઉમેરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે પેનમાં ગાજર, બીન્સ, વટાણા અને ટામેટાં જેવા લીલા શાકભાજી ઉમેરો અને 2-3 મિનિટ સુધી પકાવો.
- ત્યારબાદ તેમાં હળદર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. 2-3 મિનિટ પછી તેમાં પલાળેલા ક્વિનોઆ ઉમેરો અને શાકભાજી સાથે સારી રીતે સાંતળો.
- હવે તેમાં બે કપ પાણી ઉમેરો અને ઢાંકી દો અને ક્વિનોઆ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી રાંધો.
- તમે તેને દહીં, અથાણાં અથવા સલાડ સાથે સર્વ કરી શકો છો.





