Vidur Niti: વિશ્વાસઘાત અને છેતરપીંડિથી બચાવશે વિદુર નીતિ, સ્વાર્થી વ્યક્તિના 4 લક્ષણ ઓળખો અને દૂર રહો

Vidur Niti In Gujarati: મહાભારત યુદ્ધ પહેલા વિદુર અને મહારાજ ધૃતરાષ્ટ્ર વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, તેને વિદુર નીતિ કહેવામાં આવે છે. આવો જાણીએ વિદુર નીતિ અનુસાર સ્વાર્થી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકાય.

Written by Ajay Saroya
April 09, 2025 13:49 IST
Vidur Niti: વિશ્વાસઘાત અને છેતરપીંડિથી બચાવશે વિદુર નીતિ, સ્વાર્થી વ્યક્તિના 4 લક્ષણ ઓળખો અને દૂર રહો
Vidur Niti In Gujarati : વિદુર નીતિ.

Vidur Niti In Gujarati: મહાભારત કાળના મહાત્મા વિદુર તેમની દૂરંદેશી અને તીક્ષ્ણ બુદ્ધિ માટે જાણીતા હતા. વિદુર નીતિ વર્તમાન યુગમાં પણ ખૂબ જ સુસંગત છે. તેમણે પોતાની નીતિઓમાં માનવજાતના કલ્યાણ માટે ઘણી મહત્વની વાતો કહી હતી. રાજા ધૃતરાષ્ટ્ર લગભગ તમામ વિષયો પર વિદુરનો અભિપ્રાય લેતા હતા. તેઓ હસ્તિનાપુરના કાર્યક્ષમ મહામંત્રી હતા. કહેવાય છે કે મહાભારત યુદ્ધ પહેલા મહાત્મા વિદુર અને ધૃતરાષ્ટ્ર વચ્ચે જે વાર્તાલાય થયો, તેને વિદુર નીતિના નામથી ઓળખવામાં આવે છે.

વિદુરે એક મૂર્ખ વ્યક્તિનાં ચાર ચિહ્નો આપ્યાં હતાં. અહીં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે જીવનમાં છેતરપિંડી અને નુકસાનથી બચવા માંગતા હો, તો તેમને ઓળખો અને આવી વ્યક્તિથી અંતર રાખો. કારણ કે આવી વ્યક્તિઓ તમને પતન તરફ દોરી શકે છે.

હંમેશા ગુસ્સો કરનાર વ્યક્તિ

મહાત્મા વિદુરે પોતાની નીતિમાં મૂર્ખ લોકોની નિશાનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, જે લોકો હંમેશાં બિનજરૂરી રીતે ગુસ્સે રહે છે, તે મહાન મૂર્ખ હોય છે. આવા લોકો વારંવાર પોતાનો ગુસ્સો બીજા પર ઠાલવે છે. તેઓ પોતે કોઈ કામના નથી, પરંતુ જ્યારે કોઈ પણ કામ ખોટું થઈ જાય છે, ત્યારે તેઓ પોતાનો ગુસ્સો સામેની વ્યક્તિ પર કાઢી નાખે છે. આવા લોકો મૂર્ખ હોય છે. તેમનાથી દૂર રહેવું જોઈએ.

અન્ય લોકોમાં દોષ અવગુણ શોધનાર

વિદુર નીતિમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો હંમેશાં બીજાને જોઈને ઈર્ષ્યા કરે છે અને તેઓ જે પણ કરે છે તેમાં ભૂલો શોધી કાઢે છે તે મૂર્ખ છે. તેમનું વર્તન હંમેશા અન્ય લોકો માટે કડવું હોય છે. તેઓ કોઈને જોઈ ખુશ થતા નથી. તમારે આવા લોકોથી અંતર રાખવું જોઈએ. જ્યારે પણ તમને જીવનમાં તક મળે ત્યારે તેઓ તમને છેતરી શકે છે.

ધાર્મિક વિધિઓ ન કરનાર

વિદુરના મતે જે લોકો ક્યારેય કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ નથી કરતા તેમને પણ મૂર્ખ માનવામાં આવે છે. જે લોકો પોતાના માતા-પિતા કે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા કે પોતાની શાંતિ માટે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ નથી કરતા, આવા લોકો મૂર્ખની શ્રેણીમાં આવે છે. કહેવાય છે કે આ લોકો જીવનભર દુઃખી રહે છે.

સાચા મિત્રો પોતાની સાથે ન રાખનાર

જો તમે જીવનમાં છેતરપીંડિ કે નુકસાનથી બચવા માંગો છો, તો એવા લોકોથી દૂર રહો જેમના કોઈ સાચા મિત્રો નથી. કારણ કે આવા લોકો ખૂબ જ દુષ્ટ અને સ્વાર્થી હોય છે, તેઓ તમારી સાથે પણ ખોટું કરી શકે છે. મહાત્મા વિદુરે પણ આ લોકોને મૂર્ખ ગણાવ્યા છે.

(ડિસ્ક્લેમરઃ આલેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ