વિકાસ દિવ્યકીર્તિ પાસેથી જાણો પેરેંટિંગનો નિયમ શું છે, બાળકોને સાચા રસ્તા પર કેવી રીતે લાવવા

Vikas Divyakirti Parenting Tips : પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્રષ્ટિ IAS ના સંસ્થાપક ડો.વિકાસ દિવ્યકીર્તિ માત્ર અધ્યાપક જ નહીં પરંતુ મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમણે પોતાના એક વીડિયોમાં પેરેંટિંગ પર ઘણી બધી વાતો કરી છે જે માતા-પિતા માટે ખૂબ જ જરૂરી છે

Vikas Divyakirti Parenting Tips : પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્રષ્ટિ IAS ના સંસ્થાપક ડો.વિકાસ દિવ્યકીર્તિ માત્ર અધ્યાપક જ નહીં પરંતુ મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમણે પોતાના એક વીડિયોમાં પેરેંટિંગ પર ઘણી બધી વાતો કરી છે જે માતા-પિતા માટે ખૂબ જ જરૂરી છે

author-image
Ashish Goyal
New Update
vikas divyakirti

પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્રષ્ટિ IAS ના સંસ્થાપક ડો.વિકાસ દિવ્યકીર્તિ માત્ર અધ્યાપક જ નહીં પરંતુ મોટિવેશનલ સ્પીકર પણ છે Photograph: (@divyakirti.vikas/Insta)

Vikas Divyakirti Parenting Tips : આધુનિક સમયમાં પેરેંટિંગની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણી વખત માતાપિતા એવા તબક્કે આવે છે જ્યાં તેઓ બાળકને કેવી રીતે સમજાવવું તે જાણતા નથી. પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્રષ્ટિ IAS ના સંસ્થાપક ડો.વિકાસ દિવ્યકીર્તિ માત્ર અધ્યાપક જ નહીં પરંતુ મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમણે પેરેંટિંગ પર પણ ઘણી વાતો કહી છે. પોતાના એક વીડિયોમાં તેમણે ઘણી બધી વાતો કરી છે જે માતા-પિતા માટે ખૂબ જ જરૂરી હોય છે. ચાલો જાણીએ આજના સમયમાં યોગ્ય પેરેંટિંગનો નિયમ શું છે.

Advertisment

તમારા સપના થોપવાનું બંધ કરો 

ઘણા માતાપિતા પોતાના બાળકોમાં તેમના સપના જુએ છે. તે ઈચ્છે છે કે બાળક આઈએએસ, એન્જિનિયર, ડૉક્ટર કે પછી મોટો વ્યક્તિ બને. વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે માતાપિતાએ બાળકો પર તેમની વસ્તુઓ થોપવાનું બંધ કરવું જોઈએ. તે શું બનવા માંગે છે તે જાતે જ નક્કી કરવા દો. જો તે તેના પર તમારી વસ્તુઓ લાદીને સફળ થાય તો પણ તે દુ:ખી રહેશે. તેના બદલે તેને પોતાના મન પ્રમાણે નિર્ણયો લેવા દો.

ખોટા રસ્તેથી પરત લાવવાની રીત

ઘણી વખત જ્યારે બાળકો ખોટા રસ્તે જાય છે, ત્યારે માતાપિતા તેમને ઠપકો આપવા લાગે છે. પણ આ સાચો રસ્તો નથી. માતાપિતાએ એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જે બાળકને ઠપકો આપ્યા વિના સાચા માર્ગ પર લાવી શકે. વિકાસ દિવ્યકીર્તિના જણાવ્યા અનુસાર જો બાળક ખોટા રસ્તે છે, તો તેને પ્રેમથી સમજાવો. તે માર્ગ ખોટો કેમ છે તેના કારણો જણાવો. જો બાળક જિદ્દી હોય તો તે વધુ બગડી શકે છે.

ખુશ રહેવું જરૂરી

વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે સફળતાથી પણ જરુરી છે કે તમારું બાળક ખુશ રહે. તેમના પર કોઈપણ પ્રકરાનું દબાણ ન મૂકવું જોઈએ. જો તે ખુશ હોય તો જ તે વસ્તુઓ યોગ્ય રીતે કરી શકશે. જ્યારે દબાણ કરવામાં આવે છે ત્યારે તે તમારાથી પોતાને દૂર કરવાનું શરૂ કરી શકે છે.

Advertisment

સહાનુભૂતિ

બાળકનો ઉછેર એવો હોવો જોઈએ કે તે તેના માતાપિતાના સંઘર્ષને સમજે. સમાજ અને પરિવારનું મહત્વ સારી રીતે સમજે છે. બાળકને દરેક જીવ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. તમે તમારા બાળકને જે રીતે ઢાળો છો તે તેવો જ બનતો રહેશે.

આ પણ વાંચો - આ 5 બીજ પેટની સમસ્યાઓમાં અસરકારક સાબિત થઈ શકે છે, કબજિયાત દૂર કરવા માટે ડાયેટમાં સામેલ કરો

સ્માર્ટ બનાવો

માતા-પિતાએ પણ તેમના બાળકને સ્માર્ટ બનાવવા માટે કામ કરવું જોઈએ. આજના સમયમાં દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં બાળકને કંઈક એવું શીખવો જે આગળ ચાલીને તેના ભવિષ્ય માટે વધુ સારું રહે.

ઘરનો માહોલ

વિકાસ દિવ્યકીર્તિ ઘરના માહોલ પર ભાર મૂકતા કહે છે એ એવું હોવું જોઈએ જ્યાં બાળકનું મન લાગે. જ્યારે ઘરનું વાતાવરણ પ્રેમાળ, સુરક્ષિત અને સકારાત્મક હોય છે ત્યારે બાળક માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે.

વિકાસ દિવ્યકીર્તિના જણાવ્યા અનુસાર સૌથી મહત્વની બાબત એ છે કે બાળક શું ઇચ્છે છે. જો તમે હેતુ જાણતા હો તો તમને તમામ માર્ગો મળી જશે. આજના સમયમાં બાળકોની પરવરિશ માટે તેમના મિત્ર બનવું જરુરી છે.

જીવનશૈલી