Vinegar: સરકો કેવી રીતે બનાવવો? ઘરે જ ઓછી સામગ્રી અને મહેનતે વિનેગર બનાવવાની રેસીપી નોંધી લો

How To Make Vinegar At Home From Sugarcane Juice: સરકો ભોજનનો સ્વાદ વધારવાથી લઇ સાફ સફાઇમાં ઉપયોગી છે. બજારમાંથી સરકો લાવવાના બદલે તમે ઘરે જ ઓછી સામગ્ર અને મહેનતે વિનેગર બનાવો અને આખું વર્ષ વાપરો.

Written by Ajay Saroya
May 02, 2024 22:24 IST
Vinegar: સરકો કેવી રીતે બનાવવો? ઘરે જ ઓછી સામગ્રી અને મહેનતે વિનેગર બનાવવાની રેસીપી નોંધી લો
સરકો એટલે કે વિનેગર ઘર માટે બહુ ઉપયોગી ચીજ છે.

How To Make Vinegar At Home From Sugarcane Juice: સરકો એટલે કે વિનેગર વાનગીનો સ્વાદ વધારવામાં મદદરૂપ થાય છે. આજકાલ ઘરે અને બજારમાં વેચાતી ઘણી ફૂડ આઈટમમાં સરકોનો ઉપયોગ થાય છે. ફ્રાઇડ રાઇસ હોય કે પછી બળેલા વાસણ, વિનેગરનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

હકીકતમાં, સરકો એક એક્ટિવેટરની જેમ કામ કરે છે અને તેથી તેનો ઉપયોગ કોઈપણ ભોજનમાં આથો લાવવા માટે થાય છે. ઉપરાંત તેનો ઉપયોગ બળી ગયેલા વાસણને સાફ કરવા અને ઘરની ઘણી વસ્તુઓને પોલિશ કરવા માટે પણ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે એક વખત સરકો બનાવો છો, તો તમે આખું વર્ષ તેનો આરામથી ઉપયોગ કરી શકશો. તો આવો જાણીએ કે ઘરે જ કેવી રીતે બનાવશો વિનેગર અને તેના માટે કઇ કઇ સામગ્રી જોઇશે.

ઘરે સરકો બનાવવાની રીત (How to make vinegar at home?

તમે ખૂબ જ સરળતાથી ઘરે સરકો બનાવી શકો છો. ખાસ કરીને આ સીઝનમાં જ્યારે તમને શેરડીનો રસ (શેરડીના રસમાંથી વિનેગર બનાવવાની રીત) આરામથી મળશે. સરકો બનાવવા માટે એક માટીનું વાસણ લો અને તેમાં શેરડીનો રસ ભરીને રાખી મૂકો. હવે તેને કાળા કપડાથી ઢાંકીને ઉપર બાંધી દો. તેને દરરોજ સૂર્યપ્રકાશ બતાવો અને પછી તેને ગરમ ખૂણામાં રાખો. દરરોજ તમારે ઓછામાં ઓછા મહિનાઓ સુધી આ કામ કરવું પડશે.

સરકો કેટલા દિવસમાં બને છે?

તમને જણાવી દઇયે કે, આ પ્રક્રિયા લગભગ બે મહિના સુધી ચાલુ રહેશે. ઉનાળો હોય તો 40થી 45 દિવસમાં તૈયાર થઈ શકે છે. પરંતુ તમારો રસ જેટલો જૂનો થશે, તેટલો વધુ સારો સરકો તૈયાર થશે. આ સમય દરમિયાન તમારે ધ્યાન આપવું પડશે કે હંમેશા વિનેગરને ગરમ જગ્યાએ રાખો.

2 મહિના પછી કરો આ કામ

હવે તમારે લગભગ 2 મહિના થાય ત્યારે જે માટીના વાસણમાં સરકો ભરીને રાખ્યો છે તેને અન્ય બીજા વાસણમાં સાફ સુતરાઉ કાપડ મૂકીને ગાળી લો. હવે આ વિનેગરને કાચની બોટલમાં ભરી દો જેથી તે રિએક્ટ ન કરે. ઉપરાંત તેનો સ્વાદ પણ સારો રહેશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો.

આ પણ વાંચો | રાત્રે નિરાંતે ઊંઘવા માટે અપનાવો સદગુરુની ટીપ્સ, પથારીમાં પડતા જ ઊંઘ આવી જશે, સવારે સ્ફૂર્તિ અનુભવશો

સરકો બનાવતી વખતે આટલી બાબતનું રાખો ધ્યાન

શેરડીના રસમાંથી વિનેગર બનાવતી વખતે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, સરકો બનાવવા માટે હંમેશા માટી, પ્લાસ્ટિક અથવા કાચના વાસણોનો ઉપયોગ કરો. કોઈ પણ ધાતુના વાસણમાં ક્યારેય સરકો ન બનાવો કારણ કે તેઓ એકબીજા સાથે પ્રતિક્રિયા કરશે જેથી સરકો યોગ્ય રીતે બનશે નહીં. વળી, સરકોનો સ્ટોર કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખો કે તેને માટી, પ્લાસ્ટિક કે કાચના વાસણમાં જ સ્ટોર કરવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ