Viral Video : ‘ઓટો ડ્રાઈવર હવે કોર્પોરેટ ગુલામ નથી’ – ઉંચા પગારની નોકરી છોડી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, જીવનનો સાચો સંદેશ આપ્યો

Viral Video Auto Driver Not Corporate Slaves : ઓટો ડ્રાઈવર હવે કોર્પોરેટ ગુલામ નથી હેડલાઇન વાળો રિક્ષા ચાલકનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉંચા પગારની નોકરી છોડી રિક્ષા ચલાવનાર વ્યક્તિ કહે છે કે, વર્તમાનમાં જીવો, પૈસા કમાવવા એ તમારા જીવનનો એકમાત્ર હેતુ ન હોવો જોઈએ.

Written by Ajay Saroya
November 28, 2025 16:19 IST
Viral Video : ‘ઓટો ડ્રાઈવર હવે કોર્પોરેટ ગુલામ નથી’ – ઉંચા પગારની નોકરી છોડી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, જીવનનો સાચો સંદેશ આપ્યો
Auto Driver Viral Video : બેંગ્લોરના એક રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો છે. (Photo: @WokePandemic)

Viral Video Auto Driver Not Corporate Slaves : જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે, ઘણી વખત લોકોને એવી પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવે છે જ્યાં તેઓ કાં તો તૂટી જાય છે અથવા સંઘર્ષ કરી ફરી ઉભા થાય છે. જીવનમાં ઘણીવાર ઘણા પ્રકારના સંઘર્ષો હોય છે, જો કે તેમનો સામનો કર્યા પછી જ આપણે વધુ મજબૂત બનીયે છીએ. બેંગલુરુનો એક વ્યક્તિ આ કારણોસર વાયરલ થઈ રહ્યો છે.

કોર્પોરેટ નોકરી છોડ્યા પછી તેણે બધી આશા ગુમાવી દીધી હતી. જો કે તેણે પોતાની જાતને ફરી મજબૂત કરી. આ દરમિયાન ફરીથી જીવનનો નવો અર્થ સમજાયો અને આ વખતે એક ઓટોરિક્ષા ડ્રાઈવર તરીકે. હવે આ વ્યક્તિ પાસે “જીવન અને પૈસા” વિશે એક શક્તિશાળી સંદેશ છે.

હવે વાયરલ થયેલા વીડિયોમાં, એક રિક્ષાચાલક કહે છે, “હું ફરીથી શરૂ કરવામાં ડરતો નથી. તે એવા લોકો માટે છે જે વિચારે છે કે જીવન સમાપ્ત થવાનું છે … જેઓ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. મેં હાર માની લીધી હતી. મેં વિચાર્યું કે હું ક્યારેય સ્વસ્થ થઈ શકીશ નહીં પરંતુ અહીં હું રિક્ષા ચલાવી રહ્યો છું અને જીવન સમાપ્ત થવાનું નથી. પરિણામ ગમે તે હોય, હું મારી રીતે સહન કરીશ. હું તેનાથી ડરતો નથી. ”

તે આગળ કહે છે, “જો તમે આ રીતે જીવો છો, તો પરિસ્થિતિ આપ મેળે જ સુધરવા લાગશે. પૈસાની વાત કરતાં તેઓ કહે છે, “પૈસા એક જરૂરિયાત છે, પરંતુ પૈસા જ એકમાત્ર જરૂરિયાત નથી. જીવનમાં બીજી પણ બાબતો છે જે વધુ મહત્વની છે. ”

આ વાયરલ વીડિયો ઉપર ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે કે, “ઓટો ડ્રાઇવરો હવે કોર્પોરેટ ગુલામ નથી. આ ક્લિપને 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જેનાથી ઓનલાઇન રિએક્શન પણ વધી ગયું છે. એક યુઝરે લખ્યું, “જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમારી આસપાસ એવા લોકો છે જે ફેન્સી જોબ ટાઇટલ વિના પણ સારું કામ કરી રહ્યા છે ત્યારે તે ખરેખર આરામદાયક છે.”

અન્ય એક યુઝર્સ લખે છે – “પૈસા હંમેશા ઓછા હોય છે… ભલે તે ગમે તેટલા હોય. તમારે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાની તમારી આદત પર કાબૂ લગાવવો પડશે. વર્તમાનમાં જીવો, પૈસા કમાવવા એ તમારા જીવનનો એકમાત્ર હેતુ ન હોવો જોઈએ. ”

ત્રીજો યુઝર્સ જણાવે છે કે, “વિદેશોમાં, જ્યારે લોકો તેમની નોકરી ગુમાવે છે, ત્યારે તેઓ કોઈ પણ નાનું કામ કરે છે જે તેમને કમાણી કરવામાં અને તેમના પરિવારોને ટેકો આપવા માટે મદદ કરે છે. ભારતમાં ઘણી નોકરીઓને ‘નિમ્ન કક્ષા’ ની માનવામાં આવે છે – આ બધું લોકોની માનસિકતા વિશે છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ” ભારતીય કોર્પોરેટ અને ટેક કંપનીઓ કર્મચારીઓ સાથે જે રીતે વર્તન કરે છે તે ખૂબ જ અત્યાચારી છે. જો આ જગ્યાઓ માનસિક બીમારીવાળા લોકોથી ભરેલા હોય તો મને આશ્ચર્ય થશે નહીં. ઠીક છે, આ વિષય પર તમારો શું મત છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ