શરીરના દરેક અંગ માટે જરૂરી છે આ 1 વિટામિન, હાડકા થી લઇ હૃદય માટે ફાયદાકારક, જાણો કેવી રીતે

Why Vitamin B12 Is Important For Healthy Body : શરીર સ્વાસ્થ્ય રાખવા પુરતા પ્રમાણમાં વિટામિન સહિતના પૌષક તત્વોની જરૂર પડે છે. આજના વ્યસ્ત જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિ પણ ખૂબ જ મહત્વ છે. વિટામિન બી 12 આ બંનેને સંતુલિત કરવામાં ઘણી મદદ કરે છે.

Why Vitamin B12 Is Important For Healthy Body : શરીર સ્વાસ્થ્ય રાખવા પુરતા પ્રમાણમાં વિટામિન સહિતના પૌષક તત્વોની જરૂર પડે છે. આજના વ્યસ્ત જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિ પણ ખૂબ જ મહત્વ છે. વિટામિન બી 12 આ બંનેને સંતુલિત કરવામાં ઘણી મદદ કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vitamin B12 Deficiency | Vitamin B12 Foods | Vitamin B12 benefits | Vitamin B12

Vitamin B12 Deficiency : વિટામિન બી12ની ઉણયથી શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થાય છે. (Photo: Freepik)

Vitamin B12 Deficiency And Foods : આજની વ્યસ્ત જિંદગીમાં શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, પરંતુ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ આહારને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આનું કારણ મિનરલ્સ અને વિટામિન્સનો પણ અભાવ છે. હકીકતમાં હેલ્ધી ફૂડમાંથી શરીરને સારી માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ મળે છે, કારણ કે તે શરીરના દરેક ભાગ માટે મહત્ત્વનાં કાર્યો કરે છે. એકવાર શરીરમાં કોઈ પણ વિટામિનની ઉણપ આવી જાય પછી, તે કામગીરી અને જીવનશૈલીને અસર કરે છે. વિટામિન બી 12 પણ આવું જ એક વિટામિન છે, જે શરીરના દરેક અંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી મગજ, હાડકાં થી લઇ હૃદયને પણ નુકસાન થઈ શકે છે.

Advertisment

મુરાદાબાદની તીર્થંકર મહાવીર યુનિવર્સિટીના રેસિડન્ટ ડોક્ટર મનીષ જૈને જણાવ્યું હતું કે, આજના ભાગદોડ ભર્યા જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિનું પણ ખૂબ જ મહત્વ છે. વિટામિન બી 12 આ બંનેને સંતુલિત કરવામાં ઘણી મદદ કરે છે. આ વિટામિન આપણા શરીરમાં સંગ્રહિત થતું નથી. તેથી દૈનિક આહારમાં તેનું પુરતું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે થાક ઘટાડવામાં, મગજની કામગીરી વધારવામાં અને મૂડ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનસીબીઆઇના એક સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં લગભગ 70 ટકા લોકોમાં તેની ઉણપ છે.

મગજ માટે જરૂરી

વિટામિન બી 12 મગજમાં નર્વસ સિસ્ટમની કામગીરીને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી ચીડિયાપણું, તણાવ અને ડિપ્રેશન જેવી ભાવનાત્મક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેની ઉણપ દૂર થાય છે, ત્યારે તે મેમરી પાવરમાં વધારો કરે છે અને માનસિક સ્થિરતામાં સુધારો કરે છે.

હૃદયનું આરોગ્ય સુધારે છે

વિટામિન બી 12 હૃદયની સારી તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જો તેનો અભાવ હોય તો હૃદયને લગતી સમસ્યાઓ વધી શકે છે. તે હોમોસિસ્ટીન નામના ખતરનાક પદાર્થના સ્તરને ઘટાડે છે, જે હૃદયરોગના મુખ્ય કારણોમાંનું એક છે.

Advertisment

બાળકના વિકાસ માટે

ગર્ભાવસ્થા દરમિયાન બાળકના મગજ અને જ્ઞાનતંતુઓના વિકાસ માટે વિટામિન બી 12 આવશ્યક છે. સગર્ભા સ્ત્રી દ્વારા લેવામાં આવતા વિટામિન બી 12 બાળકમાં જન્મજાત ખોડખાંપણની શક્યતા ઘટાડે છે. તેની ઉણપના કારણે ગર્ભવતી મહિલાની સાથે સાથે ગર્ભસ્થ શિશુને પણ તેની અસર થઇ શકે છે.

આંખ તંદુરસ્તી રાખે છે

વિટામિન બી 12 આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો શરીરમાં વિટામિન બી 12ની ઉણપ હોય તો તેનાથી ઓપ્ટિક ન્યુરિટિસ થઈ શકે છે અને તેની ઉણપથી આંખો પર જોખમ ઉભું થઈ શકે છે.

પાચનક્રિયા

વિટામિન બી 12ની ઉણપથી કાર્બોહાઈડ્રેટ અને મેટાબોલિઝમમાં ફરક પડે છે, જો વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં વિટામિન બી 12 હોય તો વિટામિન બી12 લેવાથી મેટાબોલિઝમ પર કોઈ ફરક પડતો નથી.

ત્વચા અને વાળ માટે જરૂરી

વિટામિન બી 12ની ઉણપને કારણે ત્વચામાં નિર્જીવતા, પાતળા થવું અથવા વાળ ખરવા અને નખ કાળા થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તે નવા કોષોની રચનાને પ્રોત્સાહન આપે છે.

જીવનશૈલી health tips