/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Food-Tips.jpg)
ભારતીય લોકોમાં પણ વિટામીન બી12ની ઉણપની સમસ્યા વધી રહી છે. (Photo - Freepik)
વિટામિન B12 ની ઉણપ વિશ્વવ્યાપી સમસ્યા બની રહી છે. વિટામીન બી12 ની ઉણપ ભારતીય વસ્તીમાં વ્યાપક હોવાનું માનવામાં આવે છે. જો છેલ્લા કેટલાક દિવસોના સમાચારો પર ધ્યાન આપીએ તો ભારતમાં સ્ત્રી અને પુરૂષો બંનેમાં વિટામિન B12 ની ઉણપ એક મંદ ગતિએ ફેલાઇ રહેલી મહામારી તરીકે ઉભરી રહી છે. ભારત ઉપરાંત, મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના અમુક વિસ્તારોમાં પણ વિટામિન B12 ની ઉણપ એક ગંભીર સમસ્યા છે. આ આવશ્યક વિટામિનની ઉણપ માટે ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી જવાબદાર છે.
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ઈન્ટરનલ મેડિસિનના વરિષ્ઠ સલાહકાર ડૉ. સુરનજીત ચેટર્જી કહે છે કે શરીરમાં વિટામિન B12 ની ઉણપના કારણો શું છે અને તે તમારા શરીર પર શું અસર કરી શકે છે તે વિશે લોકોમાં ઓછી જાગૃતિ છે. આ વિટામિનની ઉણપ લોકોને ઘણી ગંભીર બીમારીઓ માટે સંવેદનશીલ બનાવે છે.
વિટામિન B12, જેને કોબાલામીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિટામિન લાલ રક્ત કોશિકાઓની રચના, ડીએનએ સંશ્લેષણ અને માનિસક સ્વાસ્થ્ય સહિત શરીરના ઘણા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં આ જરૂરી વિટામિનની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ આવશ્યક વિટામિનની ઉણપને કારણે શરીરમાં નબળાઈ, થાક, ન્યુરોલોજીકલ સમસ્યાઓ અને એનિમિયા જેવા રોગો થાય છે.
દેશ અને દુનિયાના મોટાભાગના લોકો ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી સાથે જીવી રહ્યા છે, જેના પરિણામે આ વિટામિનની ઉણપ લોકોને મહામારીની જેમ અસર કરી રહી છે. ચાલો જાણીએ કે આ વિટામિનની ઉણપના કારણો અને લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ભોજન શૈલી :
પ્લાન્ટ બેઝ્ડ ફૂડ વધુ પ્રમાણમાં લેવાથી અને નોનવેજનું સેવન ઓછુ કરવાથી અથવા ન કરવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થાય છે. વિટામિન B12 મુખ્યત્વે માંસ, માછલી, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ હોય છે.
વધતી ઉંમર સાથે વિટામિન B12ની ઉણપ
જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ ખોરાકમાંથી B12 શોષવાની શરીરની ક્ષમતા ઘટતી જાય છે. સગર્ભા, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ, બાળકો અને યુવાનોમાં પણ વિટામિન B12 ની ઉણપ જોવા મળે છે.
પાચનતંત્રની વિકૃતિઓ
પાચનતંત્રની અમુક સ્થિતિઓ, જેમ કે ક્રોહન રોગ, સેલિયાક રોગ અને એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ, શરીરની B12 શોષવાની ક્ષમતાને ઘટાડી શકે છે. આ રોગો પાચનતંત્રને અસર કરે છે. B12 સહિતના પોષક તત્ત્વોના શોષણને અટકાવે છે, જે પૂરતા વિટામિન B12 આહાર ધરાવતા લોકોમાં પણ ઉણપ તરફ દોરી જાય છે.
દવાઓ
એસિડ રિફ્લક્સની સારવારમાં વપરાતા પ્રોટોન પંપ ઇનહિબિટર (PPIs) અને સામાન્ય રીતે ડાયાબિટીસ દવાઓનું લાંબા સમય સુધી સેવન કરવાથી શરીરમાં વિટામિન B12નું શોષણ ઘટાડી શકે છે. PPI પેટમાં એસિડનું ઉત્પાદન ઘટાડે છે, જે ખોરાકમાંથી B12નો સ્ત્રાવ કરવા માટે જરૂરી છે. જ્યારે મેટફોર્મિન આંતરડામાં B12 શોષણને અસર કરી શકે છે.
વિટામિન B12 ની ઉણપના લક્ષણો શું છે?
વિટામિન B12 ની ઉણપના લક્ષણોમાં શરીરમાં થાક, નબળાઈ, હાથ અને પગમાં દુખાવો અને કળતર અને જ્ઞાનાત્મક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો | શિયાળામાં આવા રીતે ખાવાથી શરીર બનશે મજબૂત, જાણો કેવી રીતે સેવન કરવું
વિટામિન B12 ની ઉણપને કેવી રીતે દૂર કરવી
- હેલ્થ માટે આ જરૂરી વિટામિનની ઉણપને પૂરી કરવા માટે આહારમાં બદામનું સેવન કરો.
- દરરોજ એક ગ્લાસ દૂધનું સેવન અવશ્ય કરો.
- દહીં ખાઓ. દહીં વિટામિન B12, કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
- બ્રોકોલીનું સેવન કરો, બ્રોકોલી એ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us