Vitamin B12 : વિટામિન B12 ની ઉણપ થતા હાથ-પગમાં જોવા મળે છે આ 2 લક્ષણ, આ રહી સારવારની રીત

Vitamin B12 Deficiency (વિટામિન B12 ની ઉણપ): ગેસ્ટ્રો લિવર હોસ્પિટલ કાનપુરના ડોક્ટર વીકે મિશ્રાએ જણાવ્યું કે શરીરમાં વિટામિન બી12ની ઉણપના ઘણા લક્ષણો છે, પરંતુ શરૂઆતમાં જે લક્ષણો દેખાય છે તેને સમજવું જરૂરી છે. જ્યારે તમને વિટામિન બી 12 ની ઉણપ હોય ત્યારે તમારે બે લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે

Vitamin B12 Deficiency (વિટામિન B12 ની ઉણપ): ગેસ્ટ્રો લિવર હોસ્પિટલ કાનપુરના ડોક્ટર વીકે મિશ્રાએ જણાવ્યું કે શરીરમાં વિટામિન બી12ની ઉણપના ઘણા લક્ષણો છે, પરંતુ શરૂઆતમાં જે લક્ષણો દેખાય છે તેને સમજવું જરૂરી છે. જ્યારે તમને વિટામિન બી 12 ની ઉણપ હોય ત્યારે તમારે બે લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
vitamin b12 deficiency, vitamin b12

Vitamin B12 Deficiency : વિટામિન બી 12 ની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે જેવાથી દેશ અને વિશ્વના લાખો લોકો પ્રભાવિત છે (તસવીર - ફ્રીપિક)

Vitamin B12 Deficiency (વિટામિન B12 ની ઉણપ): વિટામિન બી 12 ની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે જેવાથી દેશ અને વિશ્વના લાખો લોકો પ્રભાવિત છે. આ સમસ્યા ખાસ કરીને શાકાહારી અને વેગન લોકોમાં વધારે જોવા મળે છે, કારણ કે બી12 મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે. વિટામિન બી 12 નું મેડિકલ નામ "Cobalamin" છે. વિટામિન બી12 લાલ રક્તકણો, ન્યૂરોન્સ અને ડીએનએ ઉત્પન્ન કરે છે. આ વિટામિનની સામાન્ય રેન્જ 190થી 950 પીજી/મિલીની વચ્ચે માનવામાં આવે છે. આપણું શરીર વિટામિન બી 12નું ઉત્પાદન કરી શકતું નથી, તેથી આ ઉણપને પહોંચી વળવા માટે વિટામિન બી 12 થી ભરપુર ખોરાકનું સેવન કરવું જરૂરી છે.

Advertisment

વિટામિન બી 12ની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેમાં મોટી ઉંમરના લોકો વધુ ઉણપ અનુભવતા હોય છે, કારણ કે શરીરની ખોરાકમાંથી વિટામિન બી 12ને ગ્રહણ કરવાની ક્ષમતા ઉંમર વધવાની સાથે ઘટતી જાય છે. લાલ રક્તકણોની રચનામાં વિટામિન બી 12 આવશ્યક છે. તેની ઉણપને કારણે ટિશ્યુ અને અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી અને શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

ગેસ્ટ્રો લિવર હોસ્પિટલ કાનપુરના ડોક્ટર વીકે મિશ્રાએ જણાવ્યું કે શરીરમાં વિટામિન બી12ની ઉણપના ઘણા લક્ષણો છે, પરંતુ શરૂઆતમાં જે લક્ષણો દેખાય છે તેને સમજવું જરૂરી છે. જ્યારે તમને વિટામિન બી 12 ની ઉણપ હોય ત્યારે તમારે બે લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે શરૂઆતમાં શરીરમાં દેખાતા વિટામિન બી 12ના લક્ષણો પર ધ્યાન આપો છો, તો તમે શરૂઆતમાં આ સમસ્યાને નિયંત્રિત કરી શકો છો. વિટામિન બી 12ની ઉણપના પ્રથમ બે લક્ષણો શું છે અને આ લક્ષણોને કેવી રીતે ઓળખવા અને અટકાવવા તે નિષ્ણાત પાસેથી જાણીએ.

વિટામિન બી12ના શરૂઆતના લક્ષણો

હાથ અને પગમાં ઝણઝણાટી

હાથ અને પગમાં ઝણઝણાટી એ વિટામિન બી 12 ની ઉણપનું લક્ષણ છે. જો તમે તમારો હાથ ક્યાંય પણ મૂકો છો, તો તમને ટૂંકા સમયમાં ઝણઝણાટી થવા લાગે છે. પગમાં થોડો સમયમાં ઝણઝણાટી થવી એ વિટામિન બી 12ની ઉણપનું પ્રથમ લક્ષણ છે. શરીરમાં આ લક્ષણો દેખાય કે તરત સમજી લો કે તમારે આહારમાં ફેરફારની જરૂર છે.

Advertisment

હાથ-પગ સુન્ન થવા

હાથ અને પગની સુન્નતા એ વિટામિન બી 12 ની ઉણપનો સંકેત હોઈ શકે છે. જ્યારે આ વિટામિનની ઉણપ હોય છે, ત્યારે શરૂઆતમાં ઝણઝણાટી થાય છે અને પછી સુન્નતા વધી જાય છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનો ઇલાજ કરવામાં નહીં આવે તો હાથ-પગ સુન્ન થવાની બીમારી થવા લાગશે.

આ પણ વાંચો - Sitting Job વાળાએ એક દિવસમાં કેટલી કસરત કરવી જોઈએ? જાણો શું કહે છે રિસર્ચના પરિણામ

વિટામિન બી12ના અન્ય લક્ષણો

વારંવાર શ્વાસની તકલીફ, વારંવાર માથાનો દુખાવો, હળવા ચક્કર આવવા, ત્વચામાં પીળાશ આવવી એ વિટામિન બી 12 ની ઉણપના લક્ષણો છે. નબળા સ્નાયુઓ, તણાવ, સંતુલન અને સંકલનની સમસ્યાઓ, ઉબકા, ઊલટી અથવા ઝાડા, મોઢામાં અલ્સર, વજન ઓછું થવું, બોલવામાં તકલીફ, યાદ રાખવામાં તકલીફ, ઝડપથી ભ્રમિત થવું એ વિટામિન બી 12 ની ઉણપના લક્ષણો છે.

વિટામિન બી12ની ઉણપને કેવી રીતે દૂર કરવી

શરીરમાં વિટામિન બી 12ની ઉણપને પૂરી કરવા માટે તમારે ડાયેટમાં નોનવેજ ફૂડ ખાવું જોઈએ. ડાયેટમાં સેલ્મન અને ટુના માછલી ખાઓ, શરીરને ભરપૂર માત્રામાં વિટામિન બી12 મળશે. રોજ એકથી બે ઈંડા ખાઓ. ઇંડાની જરદી સાથે ખાઓ. આહારમાં ચિકન અને મટન ખાઓ. આ તમામ ફુડ્સ ખાવાથી શરીરમાં વિટામિન બી 12ની ઉણપ ઓછી થશે.

દૂધ અને દૂધની બનાવટો ખાઓ

શરીરમાં વિટામિન બી12ની ઉણપને પૂરી કરવા માટે દૂધ અને દૂધની બનાવટોનું સેવન કરો. દૂધ, દહીં અને પનીરનું સેવન કરવાથી તમે આ વિટામિનની ઉણપને પૂરી કરી શકો છો.

ફોર્ટિફાઇડ આહાર લો

વિટામિન બી 12ની ઉણપને પહોંચી વળવા માટે, આહારમાં ફોર્ટિફાઇડ ખોરાક લો. સોયા મિલ્ક અને બદામના દૂધનું સેવન કરો.

આ રીતે પણ ઉણપ કરી શકો છો પુરી

શરીરમાં વિટામિન બી12ની ઉણપને પૂરી કરવા માટે આહારમાં મશરૂમ ખાઓ. તમે સપ્લિમેન્ટ્સનો પણ સહારો લઈ શકો છો. બી 12 ગોળીઓનું સેવન દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર કરી શકાય છે.

જીવનશૈલી health tips