Health Tips: શરીરનું પાવરહાઉસ છે આ વિટામિન, ઉણપના લક્ષણ અને દૂર કરવાના ઉપાય ડોક્ટર પાસેથી જાણો

Vitamin B12 Importance: ન્યુરોલોજિસ્ટ એમડી મેડિસિન અને ડીએમ ન્યુરોલોજી ડો.પ્રિયંકા શેરાવતે જણાવ્યું હતું કે જો શરીરમાં વિટામિન બી12ની ઉણપને સમયસ ઓળખી સારવાર કરવામાં આવે તો નર્વસ સિસ્ટમને નુકસાનથી બચાવી શકાય છે.

Vitamin B12 Importance: ન્યુરોલોજિસ્ટ એમડી મેડિસિન અને ડીએમ ન્યુરોલોજી ડો.પ્રિયંકા શેરાવતે જણાવ્યું હતું કે જો શરીરમાં વિટામિન બી12ની ઉણપને સમયસ ઓળખી સારવાર કરવામાં આવે તો નર્વસ સિસ્ટમને નુકસાનથી બચાવી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
Vitamin B12 Importance | Vitamin B12 Definciancy  | Vitamin B12 Rich Food

Vitamin B12 Importance : વિટામિન બી12 સમગ્ર શરીરની નવર્સ સિસ્ટમ માટે આવશ્યક પોષક તત્ત્વ છે. Photograph: (Freepik)

Vitamin B12 Definciancy, Symptoms, Medicine And Food : વિટામિન બી 12 એ શરીરનું પાવરહાઉસ છે, જેને કોબાલેમિન (Cobalamin) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. આ વિટામિન આપણા શરીરમાં બનતું નથી, પરંતુ આપણે તેને આહારમાંથી મેળવીએ છીએ. તેના વગર બોડી સિસ્ટમ ઠપ થઈ શકે છે.

Advertisment

તાજેતરના સંશોધન 2024-2025 મુજબ, આ વિટામિન માત્ર લોહી બનાવવા માટે જ નહીં, પરંતુ તમારા ડીએનએના રક્ષણ માટે પણ જરૂરી છે. 

ઘણીવાર લોકો શરીરમાં  વિટામિન બી 12ની ઉણપને સામાન્ય માની અવગણે છે. પરંતુ તમે જાણો છો કે શરીરમાં આ વિટામિનની અછત તમારી નર્વસ સિસ્ટમ અને રક્તકણો પર સીધી અસર કરે છે. વિટામિન બી 12 એ આપણા શરીર માટે આવશ્યક ઇંધણ જેવું છે.

ન્યુરોલોજિસ્ટ એમડી મેડિસિન અને ડીએમ ન્યુરોલોજી ડો.પ્રિયંકા શેરાવતે જણાવ્યું હતું કે, જો શરીરમાં આ આવશ્યક વિટામિનની ઉણપને તાત્કાલિક ઓળખી લેવામાં આવે તો નર્વસ સિસ્ટમને નુકસાનથી બચાવી શકાય છે. જ્યારે શરીરમાં વિટામિન બી 12 ની ઉણપ હોય છે, ત્યારે વ્યક્તિ દરેક સમયે થાક અને નબળાઈ અનુભવે છે.

Advertisment

જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો ચેતા વચ્ચેનો સંવાદ ધીમો પડી જાય છે, જેના કારણે હાથ-પગમાં ઝણઝણાટી, સુન્નતા અને મેમરી લોસ જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. જ્યારે બી 12 ની ઉણપ હોય છે, ત્યારે વ્યક્તિ હંમેશાં થાક અને નબળાઈ અનુભવે છે.

વિટામિન બી 12 આપણા શરીર માટે કેમ મહત્વપૂર્ણ છે?

વિટામિન બી 12 એ શરીરની ઊર્જા, લોહી બનવું, નર્વસ સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય માટે આવશ્યક પોષક તત્વો છે, જેની ઉણપને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. આ વિટામિન ઘણી મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયાઓમાં ભૂમિકા ભજવે છે. આ વિટામિન બોર્ન મેરોમાં લાલ રક્તકણોની રચનામાં મદદગાર છે. તે ડીએનએની રચના અને સમારકામમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિટામિન બી 12 લોહીમાં હોમોસિસ્ટીન (Homocysteine) નામના એમિનો એસિડનું સ્તર ઘટાડે છે. હોમોસિસ્ટીનનું વધતું સ્તર ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. બી 12 હૃદયને નિયંત્રિત કરીને તેનું રક્ષણ કરે છે.

વિટામિન બી 12 ની ઉણપના લક્ષણ

જર્નલ ન્યુરોલોજીમાં પ્રકાશિત સંશોધન મુજબ, વિટામિન બી 12 ની ઉણપથી મગજનું કદ નાનું થઇ શકે છે, આ વિટામિન ચેતાની આસપાસ માયલિન (Myelin) નામનું રક્ષણાત્મક સ્તર જાળવવામાં મદદ કરે છે. જો શરીરમાં બી 12 ની ઉણપ હોય તો, હાથ પગમાં ઝણઝણાટી, સુન્નતા, સ્નાયુઓની નબળાઈ અથવા સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે.

શરીરમાં આ વિટામિનની ઉણપ હોય છે, ત્યારે તે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વિટામિન બી 12 મૂડને નિયંત્રિત કરતા સ્રાવ જેવા કે, સેરોટોનિનના ઉત્સર્જનમાં મદદ કરે છે. તેથી, તેની પૂરતી માત્રા વધુ સારી યાદશક્તિ જાળવવામાં અને ડિપ્રેશનનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

શરીરમાં વિટામિન બી 12 ની ઉણપથી કયા રોગો થાય છે?

શરીરમાં વિટામિન બી 12ની ઉણપ મેમરી લોસનું જોખમ વધારી શકે છે. લોહી ગંઠાઈ જવાનું અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. આ વિટામિનની ઉણપ આંખોની નસોને પણ અસર કરે છે. તેની ઉણપને કારણે સ્નાયુઓમાં ખેંચાણનું જોખમ વધારે હોય છે.

શરીરને આ વિટામિન ક્યાંથી મળે છે?

વિટામિન બી 12 ખાસ કરીને દૂધ, દહીં, ચીઝ, ઇંડા, મીટ જેવી પોલિટ્રી પેદશોમાં મળે છે, તેથી શાકાહારી લોકોને આ વિટામિનની ઉણપ થવાની સંભાવના 70-80% વધારે છે. શાકાહારીઓએ આ વિટામિનની ઉણપને પહોંચી વળવા માટે ન્યુટ્રિશનલ યીસ્ટનું સેવન કરવું જોઈએ. ડેરી પેદાશો અને મશરૂમ્સનું સેવન કરો. 

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, જે લોકોના શરીરમાં બી 12 ની ઉણપ હતી તેમને પડી જવાની સંભાવના બમણી હતી. સવારે અથવા બપોરના ભોજન સાથે દરરોજ 500 થી 1000 mcg લો. આ ડોઝ ડોક્ટરની સલાહ બાદ વ્યક્તિની ઉંમર અને આરોગ્યની સ્થિતિ અનુસાર લેવો જોઇએ.

આ પણ વાંચો |  વારંવાર પેશાબ કેમ લાગે છે? શું કોઇ બીમારીના સંકેત છે? ડોક્ટર પાસેથી જાણો કારણ

ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સપ્લિમેન્ટ્સ અથવા સારવાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની  સલાહ લેવાનું ભૂલશો નહીં.

જીવનશૈલી હેલ્થ