Vitamin D Benefits: તડકામાં ક્યા સમયે બેસવાથી વિટામિન ડી મળે છે? સૂર્યપ્રકાશ સિવાય કઇ ચીજોમાંથી વિટામિન ડી મળે છે? જાણો

Vitamin D Benefits : વિટામિન ડી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ડીની ઉણપથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તેમજ ઉણપ હાડકાં, બ્લડપ્રેશર, દાંત અને સ્નાયુઓના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. સૂર્યના તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે. ચાલો જાણીયે વિટામિન ડી માટે શિયાળામાં ક્યારે અને કેટલા સમય તડકામાં બેસવું જોઇએ

Written by Ajay Saroya
October 26, 2023 21:18 IST
Vitamin D Benefits: તડકામાં ક્યા સમયે બેસવાથી વિટામિન ડી મળે છે? સૂર્યપ્રકાશ સિવાય કઇ ચીજોમાંથી વિટામિન ડી મળે છે? જાણો
સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે, તેની ઉણપથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. (Photo - Canva)

Vitamin D Benefits For Health : આપણે બધા જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશમાંથી વિટામીન ડી મળે છે. ઉનાળામાં લોકો સૂર્યપ્રકાશથી દૂર ભાગે છે જ્યારે શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ લેવા તડકામાં બેસે છે. વિટામિન ડી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિટામીન ડીની ઉણપ હાડકાં, બ્લડપ્રેશર, દાંત અને સ્નાયુઓના સ્વાસ્થ્યને અસર કરે છે. વિટામિન ડીની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. થાક, ઉદાસી અને તણાવ વધવા લાગે છે. આજકાલ ઘણા લોકો આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે ગોળીઓ લેવાનું શરૂ કરે છે.

સૂર્યપ્રકાશમાં થોડોક સમય રહેવાથી ઘણા ફાયદા થાય છે. સૂર્યના તડાકમાંથી વિટામિન ડી સૌથી વધુ મળે છે. આજકાલ ઘણા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. સૂર્યપ્રકાશ પણ આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. શરીર સૂર્યપ્રકાશમાંથી યુવીએ મેળવે છે. જેના કારણે આપણા શરીરનુ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. ઉપરાંત તેનાથી બ્લડ ગ્લુકોઝ લેવલને સુધારે છે. જો તમે ઊંઘની સમસ્યાથી પરેશાન છો, તો સૂર્યપ્રકાશ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થશે. તે તમને ગાઢ ઊંઘ અપાવવામાં મદદરૂપ છે. સૂર્યપ્રકાશમાં મેલાટોનિન નામનું હોર્મોન હોય છે. જે ગાઢ નિંદ્રા લેવામાં મદદ કરે છે.

શરીર માટે કેટલા વિટામિન ડીની જરૂર છે? (How many Vitamin D Need For Human Body)

શરીરમાં દાંત, હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે પુરતા પ્રમાણમાં વિટામિન ડી હોવું જોઈએ. શરીરમાં રહેલા કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવાની જવાબદારી વિટામિન ડીની છે. એક સ્વસ્થ વ્યક્તિને દરરોજ લગભગ 37.5 થી 50 મીલીગ્રામ વિટામિન ડીની જરૂર હોય છે. નાના બાળકોને દરરોજ ઓછામાં ઓછા 25 મીલીગ્રામ વિટામિન ડીની જરૂર હોય છે. તે એક પોષક તત્વ છે જે ચરબીમાં ઓગળી જાય છે. તેમાં વિટામિન ડી1, ડી2 અને ડી3 હોય છે. ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ તે આપમેળે વિટામિન ડી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.

ક્યા સમયે તડકામાં બેસવાથી વધારે વિટામિન ડી મળે છે? (Which Time Is Best for Vitamin D From Sunlight In Winter)

સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મેળવવા માટે દરરોજ સવારે 8થી 11 વાગ્યા સુધી તડકામાં બેસવું ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં 20થી 25 મિનિટ અને શિયાળાની ઋતુમાં બે કલાક સુધી તડકામાં બેસવું ફાયદાકારક ગણાય છે. આટલા સમયમાં શરીર ભરપૂર પ્રમાણમાં વિટામિન ડીનું શોષણ કરે છે.

વિટામિન ડીની ઉણપ દૂર કરવાના ઉપાય (Vitamin D Foods Sources)

ગાયનું દૂધ

વિટામિન ડીના સ્ત્રોતની વાત કરીએ તો સૂર્યપ્રકાશ ઉપરાંત ગાયનું દૂધ પણ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના મતે લો ફેટ મિલ્કને બદલે ફુલ ક્રીમ મિલ્ક પીવાથી વિટામિન ડી અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે છે.

દહીં

દહીં ખાવાથી વિટામિન ડીની ઉણપ પણ પૂરી થાય છે. દહીંનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક છે. દહીં માત્ર વિટામિન ડી જ નથી પૂરું પાડતો, તેનાછી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.

આ પણ વાંચો | શિયાળામાં આ 3 ડ્રાયફુટ્સના સેવનથી બોડીને એનર્જી મળશે; શરીરનું વજન, બ્લડ સુગર અને ભૂખ ત્રણેય કન્ટ્રોલમાં રહેશે

નારંગીનો રસ

નારંગી અને લીંબુનો રસ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તાજા નારંગીનો રસ નિયમિતપણે પીવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે. તે સ્વાસ્થ્ય માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ