/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Vitamin-D-Rich-food.jpg)
વિટામિન ડી સમસ્યા દૂર કરવા આ ફૂડનો ડાયટમાં કરો સમાવેશ
બદલાતી લાઇફસ્ટાઇલને કારણે, આપણું સ્વાસ્થ્ય (Health) તરફ ધ્યાન જતું નથી અને તેની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ભવિષ્યમાં ગંભીર સમસ્યામાં ફેરવાઈ શકે છે. અનિયમિત ખાવાપીવાની આદતો અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને કારણે આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. જીવનમાં વ્યસ્તતાને કારણે ઘણા લોકો સૂર્યપ્રકાશ યોગ્ય રીતે લઈ શકતા નથી. સૂર્યપ્રકાશ એ વિટામિન ડી (Vitamin D) નો મુખ્ય સ્ત્રોત છે. વિટામિન ડી આપણા હાડકાં માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તેની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે અને થાક પણ લાગે છે. શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે આ સમસ્યા વધી જાય છે.
જો તમે પણ વિટામિન ડીની ઉણપથી પરેશાન છો તો આ આર્ટિકલ તમારા માટે છે. તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને વિટામિન ડીની ઉણપને દૂર કરી શકો છો. અહીં જાણો તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?
આ પણ વાંચો: સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી લેવાનો સાચી રીત અને યોગ્ય સમય કયો? જાણો
વિટામિન ડીથી ભરપૂર ખોરાક
- ડેરી પ્રોડક્ટસ : જો તમે પણ વિટામિન ડીની સમસ્યાથી પરેશાન છો, તો તમે તમારા આહારમાં દૂધ અને દૂધની બનાવટો જેમ કે દહીં, પનીર અને ચીઝનો સમાવેશ કરી શકો છો. આ ખોરાકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાં માટે ફાયદાકારક છે.
- માછલી : વિટામિન ડી ફિશમાં હોય છે, ખાસ કરીને તેલયુક્ત માછલીમાં સારી માત્રામાં જોવા મળે છે. તમારા આહારમાં માછલીનો સમાવેશ કરીને તમે તમારી વિટામિન ડીની ઉણપને દૂર કરી શકો છો.
- મશરૂમ : મશરૂમ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન ડી પણ હોય છે. મશરૂમનું સેવન વિટામિન ડીની ઉણપને કારણે થતી તમારી સમસ્યાઓમાં રાહત આપશે.
- ઈંડા : વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે ઈંડાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં પ્રોટીન પણ સારી માત્રામાં જોવા મળે છે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us