Hair Care Tips : વિટામિન ઇ તમારા વાળને કેવી રીતે સ્વસ્થ બનાવી શકે? જાણો ફાયદા અને ગેર ફાયદા

Hair Care Tips : વિટામીન E ને ટોપિકલી શેમ્પૂ, કંડિશનર, માસ્ક અથવા તેલ સાથે પણ લાગુ કરી શકાય છે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
September 10, 2023 09:54 IST
Hair Care Tips : વિટામિન ઇ તમારા વાળને કેવી રીતે સ્વસ્થ બનાવી શકે? જાણો ફાયદા અને ગેર ફાયદા
હેલ્થ ટીપ્સ: વિટામિન ઇ તમારા વાળને કેવી રીતે સ્વસ્થ બનાવી શકે છે તેના ફાયદા અને ગેરફાયદા જાણો (અનસ્પ્લેશ)

વિટામિન ઇ વાળના સ્વાસ્થ્યમાં તેની ફાયદાકારક ભૂમિકા માટે અત્યંત લોકપ્રિય છે. નિષ્ણાતોના મતે, વિટામિન ઇ માત્ર વાળ માટે જ નહીં પરંતુ માથાની ચામડી માટે પણ કેટલાક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.

અભ્યાસો સૂચવે છે કે 1950 ના દાયકાથી વિટામિન ઇ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને સ્કિનને વૃદ્ધત્વ, બળતરા અને સૂર્યના નુકસાન સામે રક્ષણ આપવા માટે મદદ કરે છે. તદુપરાંત, તે હેલ્થી સ્કિન મેન્ટેઇન રાખવા માટે નિર્ણાયક માનવામાં આવે છે.

આ પણ વાંચો: G20 Summit: G20 મહેમાનોના ફૂડ મેનૂમાં છે ખાસ પ્રકારની વાનગીઓ, ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન, મહેમાનો સ્તબ્ધ થઈ જશે

વિટામિન ઇ વાળને કેવી રીતે ફાયદો કરી શકે છે?

2010 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ વાળ ખરતા લોકોમાં વાળના વિકાસમાં સુધારો કરી શકે છે.વિટામિન E લોહીના પ્રવાહને પણ વધારી શકે છે અને આ તમારા વાળને સ્વસ્થ બનાવશે.વિટામિન ઇથી સમૃદ્ધ તેલ માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરી શકે છે.વિટામિન E વધારાનું તેલનું ઉત્પાદન પણ અટકાવી શકે છે.વિટામિન ઈથી ભરપૂર તેલ લગાવવાથી તમારા વાળને ચમકદાર બનાવી શકાય છે.

વાળ માટે વિટામિન ઇનો ઉપયોગ કેવી રીતે કરવો?

વિટામિન E સંતુલિત આહાર દ્વારા મેળવવું સરળ છે.વિટામીન E ને ટોપિકલી શેમ્પૂ, કંડિશનર, માસ્ક અથવા તેલ સાથે પણ લાગુ કરી શકાય છે.વિટામિન ઇ સપ્લિમેન્ટ્સ પણ ઉપલબ્ધ છે પરંતુ તમારે તેને લેતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો: Health Benefits : ફ્લેક્સસીડસ ખાવાના ફાયદા અને ગેર ફાયદા જાણો

હ્રદય પર Vitamin E ની અસર શું છે?

વિટામીન E ઓઈલને અનડિલ્યુટેડ કરવાથી ત્વચામાં બળતરા અથવા ફોલ્લીઓ થઈ શકે છેસપ્લિમેન્ટ્સ લેવાથી વિટામિન E ઓવરલોડ થવાનું જોખમ વધી શકે છે જે તમારા શરીર પર વિનાશક અસર કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ