/indian-express-gujarati/media/media_files/2026/01/12/walking-benefits-after-meals-2026-01-12-12-21-58.jpg)
Walking Benefits After Meals : જમ્યા પછી ચાલવાના ફાયદા. Photograph: (Freepik)
Walking After Meals Health Benefits : જમ્યા પછી ચાલવું એ એક તંદુરસ્ત આદત છે જેને લોકો ઘણીવાર નજરઅંદાજ કરે છે, જ્યારે તેના ફાયદા ખુબ જ અસરકારક છે. ભોજન પછી થોડુંક ચાલવાથી માત્ર પાચનતંત્ર સારી કામગીરી કરે છે એવું નથી, પરંતુ આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એક કુદરતી રીત છે જેના દ્વારા શરીરનું ચયાપચય સક્રિય થાય છે અને આંતરડાની હિલચાલ ઝડપી થાય છે.
નિયમિતપણે ખાધા પછી ચાલવાની આદત અપનાવવાથી શરીરમાંથી આળસ ઓછી થાય છે અને વ્યક્તિ વધુ ઉર્જાવાન લાગે છે. તે પેટનું ફૂલવું, ભારેપણું અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે. સંશોધન મુજબ ભોજનના 30 મિનિટની અંદર 10 થી 15 મિનિટ ચાલવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
જર્નલ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ લિવર ડિસીઝમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, જમ્યા પછી ચાલવાથી ભોજન પેટ માંથી ઝડપથી નાના આંતરડા સુધી પહોંચે છે. આને 'ગેસ્ટ્રિક એમ્ટિંગ' કહેવામાં આવે છે. આ સાથે ખોરાક લાંબા સમય સુધી પેટમાં સડતો નથી, જેનાથી પેટ ફૂલવાની અને ભારેપણું ઓછી થાય છે. સ્પોર્ટ્સ મેડિસિન (2022) માં પ્રકાશિત મેટા-એનાલિસિસ સંશોધન મુજબ, રાતે જમ્યા પછી માત્ર 2 થી 5 મિનિટ સુધી ચાલવાથી પણ બ્લડ શુગર લેવલ ઘણી હદ સુધી ઘટાડે છે.
સંશોધનમાં દર્શાવ્યું છે કે, ખાધા પછી શારીરિક પ્રવૃત્તિ 'થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ' વધારે છે. આનો અર્થ એ છે કે તમારું શરીર ખોરાકને પચાવવા માટે વધુ અસરકારક રીતે કેલરી બર્ન કરે છે. ચાલો જાણીએ કે જમ્યા પછી ચાલવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
જમ્યા પછી ચાલવાના ફાયદા
salisbury laser clinic માં પ્રકાશિત સમાચાર અનુસાર, રાતે જમ્યા પછી ચાલવાથી પેટ અને આંતરડામાં ખોરાક સરળતાથી ખસેડે છે, જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેનાથી પેટ ભરેલુ હોવાની સમસ્યા ઘટાડે છે અને શરીર હલકું અનુભવે છે. આ ઉપરાંત, હળવું ચાલવાથી માનસિક તણાવ ઓછો થાય છે, મૂડ સુધારે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળે છે. રિસર્ચ દર્શાવે છે કે, વોક કરવાથી ખોરાક પેટમાંથી આંતરડામાં 30% ઝડપથી પહોંચે છે. જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર, 2-5 મિનિટ ચાલવાથી પણ બ્લડ શુગર લેવલ અચાનક વધવાનું અટકાવે છે અને એસિડ રિફ્લક્સની સમસ્યા ઘટાડે છે.
એઈમ્સ, હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તાલીમ પામેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.સૌરભ સેઠીએ તાજેતરમાં જ એક પોસ્ટ શેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જમ્યા પછી માત્ર 10 મિનિટ ચાલવાથી શરીર માટે ઘણો ફાયદો થાય છે. જમ્યા પછી 1000 પગલાં ચાલવાથી પાચન સ્વસ્થ રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
જમ્યા પછી ચાલવાના ફાયદા
રાતે જમ્પાય પછી ચાલવાના ઘણા ફાયદા છે; તે પાચનને વેગ આપે છે, ખોરાકને પેટ અને આંતરડામાં સરળતાથી ખસેડે છે. ચાલવાથી પેટ ભરેલું લાગતું નથી અને તાજગી અનુભવે છે. ખાધા પછી ચાલવાથી ભોજન પાચનમાં મદદ મળે છે, ચાલવાથી માનસિક સ્પષ્ટતા અને મૂડ પર પણ સકારાત્મક અસર પડે છે, જે આજની ઝડપી જીવનશૈલીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકોને ભોજન ખાધા પછી તરત જ પેટમાં તણાવ આવે છે. ડો.સેઠી સમજાવે છે કે જમ્યા પછી ચાલવાથી ગેસની રીટેન્શન ઓછી થાય છે જે ખોરાકને ખસેડવામાં મદદ કરે છે.
ચાલવાથી પાચન પ્રક્રિયામાં કેવી રીતે સુધારો થાય છે
જમ્યા પછી ચાલવું એ પાચનતંત્રને સક્રિય રહેવાનો સંકેત આપે છે. આ પોષક તત્વોના શોષણમાં સુધારો કરે છે અને વધુ પડતું ખાધા પછી થયેલી અસ્વસ્થતા ઝડપથી દૂર કરે છે. આ આદત પેટને લગતી ઘણી સમસ્યાઓને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જમ્યા પછી માત્ર 10-12 મિનિટ ચાલવાથી એસિડિટી ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. જમ્યા પછી થોડુંક ચાલવાથી એસિડિટી અને હાર્ટબર્ન પણ નિયંત્રિત થાય છે.
તમારી દિનચર્યામાં જમ્યા પછી ચાલવાની ટેવ કેવી રીતે શરૂ કરવી?
તમે માત્ર 10 મિનિટ જમ્યા પછી ચાલવાનું શરૂ કરી શકો છો. ધીમે ધીમે સમય વધારી શકાય છે. જો શક્ય હોય તો, ખુલ્લા વાતાવરણમાં ચાલો, કારણ કે તાજી હવા મૂડને સુધારે છે. ઘરની આસપાસ અથવા બગીચામાં ચાલવું એ પણ એક સારો વિકલ્પ છે.
ચાલવાનો યોગ્ય સમય કયો છે?
વ્યસ્ત દિનચર્યામાં પણ જમ્યા પછી તરત જ 15-30 મિનિટ ચાલીને કરી શકાય છે. આ નાની આદત લાંબા ગાળે ઘણા ફાયદા આપે છે અને સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
નિષ્કર્ષ
જમ્યા પછી ચાલવું એ પાચનમાં સુધારો કરવા અને શરીરને સક્રિય રાખવાનો એક સરળ પરંતુ ખૂબ જ અસરકારક માર્ગ છે. આ આદત બ્લડ શુગ લેવલ કંટ્રોલ, વજન નિયંત્રણ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમે નાની નાની આદતોથી સારું સ્વાસ્થ્ય મેળવવા માંગતા હો, તો જમ્યા પછી ચાલવાને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.
આ પણ વાંચો | ડાયાબિટીસ દર્દી શક્કરિયા ખાઇ શકે છે? જાણો સેવન કરવાની સાચી રીત અને ફાયદા
Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારના સ્વાસ્થ્ય ટેવ કે આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us