Health Tips: ચાલતી વખતે શ્વાસ ફુલવા લાગે છે? શ્વાસની તકલીફ દૂર કરવાની 5 સરળ રીત

Walking Breathing Problems And Exercise: હેલ્થ લાઇનના જણાવ્યા અનુસાર, જો તમે તાજેતરમાં ચાલવાનું શરૂ કરી રહ્યા છો અથવા તમે લાંબા સમય બાદ ફરી વોક કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમારે શ્વાસની તકલીફથી બચવા માટે ધીમી ગતિએ ચાલવાની શરૂઆત કરવી જોઈએ.

Walking Breathing Problems And Exercise: હેલ્થ લાઇનના જણાવ્યા અનુસાર, જો તમે તાજેતરમાં ચાલવાનું શરૂ કરી રહ્યા છો અથવા તમે લાંબા સમય બાદ ફરી વોક કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમારે શ્વાસની તકલીફથી બચવા માટે ધીમી ગતિએ ચાલવાની શરૂઆત કરવી જોઈએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Weight Loss: ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા ક્યારે ચાલવું જોઇએ? સવારે અને રાત્રે વોક કરવાના ફાયદા અલગ અલગ

Walking Exercise: ચાલવું શરીર સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. (Photo: Freepik)

Walking Breathing Problems And Exercise: ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલવાથી અને વોક કરવાથી શરીર સક્રિય રહે છે એટલું જ નહીં પરંતુ અનેક રોગો સામે પણ રક્ષણ મળે છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે જ્યારે આપણે દોડીએ છીએ કે સીડી ચઢીએ છીએ, ત્યારે આપણે શ્વાસ લેવાનું શરૂ કરી દઈએ છીએ, જે કોઈ સમસ્યા નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે થોડુંક ચાલવાથી પણ શ્વાસ ચડવા લાગે છે. ચાલવાથી શ્વાસ ફુલવો સમસ્યા તરફ સંકેત આપેછે, જેના કારણો જાણવા જરૂરી છે.

Advertisment

સામાન્ય રીતે જે લોકોનું વજન વધારે હોય છે અને જેઓ મેદસ્વી હોય છે તેમને ચાલતી વખતે શ્વાસ ફુલવા લાગે છે. કેટલાક રોગો જેવા કે બ્રોન્કાઇટિસ, એડીમા અને ચેપને કારણે ચાલતી વખતે શ્વાસની તકલીફ થઈ શકે છે.

ચાલતી વખતે શ્વાસ ચડવાની તકલીફ પણ નબળી શારીરિક તંદુરસ્તી, શ્વાસની સમસ્યાઓ જેવી કે અસ્થમા, હૃદય રોગને કારણે થાય છે. વધુ પડતી ચિંતા કે હતાશાની સ્થિતિમાં પણ ઝડપથી શ્વાસની તકલીફ થાય છે. વોક કરતી વખતે કેમ શ્વાસ ફુલવા લાગે છે તેના કારણ સમજીયે અને તમારા વોક કરવા દરમિયાન ખાસ ટ્રીક અપનાવશો, તો તમને શ્વાસની તકલીફમાંથી મુક્તિ મળશે.

ધીમી ગતિએ ચાલવાની શરૂઆત કરો

હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, જો તમે તાજેતરમાં જ ચાલવાનું શરૂ કરી રહ્યા છો અથવા તમે લાંબા સમય બાદ ફરી વોક કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમારે શ્વાસની તકલીફથી બચવા માટે ધીમી ગતિએ ચાલવાની શરૂઆત કરવી જોઈએ. જો તમે ધીમી ગતિએ ચાલવાનું શરૂ કરશો, તો તમારા શ્વાસ અધ્ધર નહીં થાય. જેમ જેમ તમારી તંદુરસ્તી સુધરે છે, તેમ તેમ ચાલવાનો સમયગાળો અને ઝડપમાં વધારો થાય છે. ચાલવાની આ ગતિ શ્વસનતંત્ર પર દબાણ લાવ્યા વિના ફેફસાંની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

Advertisment

નાક વડે શ્વાસ લો

કેટલાક લોકો ચાલતી વખતે વધુ શ્વાસ લેવા માટે નાકને બદલે મોઢાથી શ્વાસ લે છે, જે ખોટી રીત છે. જો તમને ચાલતી વખતે શ્વાસ રૂંધાવા લાગે તો નાક માંથી શ્વાસ અંદર લો અને મોઢામાંથી શ્વાસ બહાર કાઢો. નાક દ્વારા ઉંડા શ્વાસ લેવાથી તમારી શ્વાસની સમસ્યા મટી જશે. ઊંડા, ડાયાફ્રાગમેટિક શ્વાસ લેવાનો પ્રયાસ કરો. આ રીતે શ્વાસ લેવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને તમારા શ્વાસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, જેનાથી શ્વાસની તકલીફની ઓછી થાય છે.

આ સરળ કસરત કરો

જો ચાલવાથી શ્વાસ ફુલવા લાગે તો તમારે એક સરળ કસરત કરવી જોઈએ. તમે શ્વાસ લેવાની અને છોડવાની કરસત કરો. ચાર સુધી ગણતરી કરતી વખતે નાક વડે ઊંડો શ્વાસ લો અને 6 સુધી ગણતરી કરતી વખતે મોં માંથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. તમારા શ્વસનતંત્રને સુધારવા માટે, તમારે દિવસમાં ઘણી વખત આ તકનીકનો અભ્યાસ કરવો જોઈએ.

બેસવા - ઉભા રહેવાની સ્થિતિ સુધારો

બેસવા - ઉભા રહેવાની ખરાબ સ્થિતિને કારણે પણ શ્વાસ ફલવા લાગે છે. ચાલતી વખતે શરીર યોગ્ય સ્થિતિમાં રાખો. ચાલતી વખતે ખભા પાછળ અને માથાને કરોડરજ્જુ સાથે ટટ્ટાર રાખી ઉભા રહો. વાંકા વળીને બેસવાનું ટાળો, કારણ કે તેનાથી તમારા ફેફસાં પર દબાવી આવી શકે છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી શકે છે.

આ પણ વાંચો | ઘરે બનાવો હેલ્ધી પ્રોટીન પાઉડર, બજાર કરતા સસ્તુ અને શરીર માટે સુરક્ષિત

ચાલવાની ઝડપ કેટલી રાખવી

ચાલતી વખતે શ્વાસ અધ્ધર થઈ ગયા હોય તો બે મિનિટ ઝડપથી ચાલો, પછી એક મિનિટ ધીમી ગતિએ ચાલો. આ ટ્રીક અપનાવી તમે શ્વાસ ફલવાની તકલીફથી બચી શકો છો અને હૃદયની તંદુરસ્તી અને શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો કરી શકો છો. 5 મિનિટની વોર્મ અપ વોકથી શરૂઆત કરો. ત્યારબાદ વારાફરતી 1 મિનિટના અંતરાલે ઝડપથી ચાલો અને 2 મિનિટ ધીમી ગતિએ ચાલવું. જેમ જેમ તમારી ફિટનેસ સુધરે છે, તેમ તેમ તમે ચાલવાની ઝડપ વધારી શકો છો.

જીવનશૈલી health tips