ચાલવું કે કસરત કરવી: વજન ઘટાડવા માટે શું વધારે સારું?

Walking or Exercising: Whats Better | વજન ઘટાડવું એ તમે કેટલી મહેનત કરો છો તેના પર આધારિત નથી,પરંતુ તમે સતત કેટલી ફિઝિકલ એવટીવીટી કરી શકો છો તેના પર આધારિત છે. અહીં જાણો વજન ઘટાડવા કસરત સારી કે ચાલવું?

Written by shivani chauhan
Updated : July 15, 2025 15:32 IST
ચાલવું કે કસરત કરવી: વજન ઘટાડવા માટે શું વધારે સારું?
Walking or exercising what's better for weight loss

Walking or Exercising: Whats Better | કેટલાક લોકો વજન ઘટાડવા (Weight Loss) માટે જીમમાં કલાકો વિતાવે છે. અન્ય લોકો ગર્વથી કહેશે કે તેઓ દરરોજ ચાલીને વજન ઘટાડે છે. તો વજન ઘટાડવા માટે આમાંથી કયું સારું છે? શું એક બીજા કરતાં સારું છે? કે પછી તે બધું તમારા શરીર અને લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે?

વજન ઘટાડવું એ તમે કેટલી મહેનત કરો છો તેના પર આધારિત નથી,પરંતુ તમે સતત શું કરી શકો છો તેના પર આધારિત છે. કસરત કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી સમય જતાં ચરબી ઓછી થાય છે. જોકે બધી કસરતો એક જ દરે કેલરી બર્ન કરતી નથી. બધી કસરતો સમય અને શક્તિની દ્રષ્ટિએ સમાન હોતી નથી.

કસરત (Exercise)

વજન ઉપાડવા, સ્પિનિંગ અથવા સર્કિટ ટ્રેનિંગ જેવી હાઈ ઇન્ટેન્સિટી કસરતો તમને ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તે સ્નાયુઓનું નિર્માણ કરે છે, મેટાબોલિઝ વધારે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

કસરત ચાલવા કરતાં પ્રતિ મિનિટ વધુ કેલરી બર્ન કરે છે. વધુમાં તે દુર્બળ સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. આનું કારણ એ છે કે સ્નાયુઓ ચરબી કરતાં વધુ કેલરી બર્ન કરે છે. તેથી જો તમારે મસલ્સ વધારે છે, તો તમારું શરીર દિવસભર કેલરી બર્ન કરવામાં વધુ કાર્યક્ષમ રહેશે. કસરત ચોક્કસપણે એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ફક્ત વજન ઘટાડવા જ નહીં પણ ફિટ પણ રહેવા માંગે છે.

ચાલવું (Walking)

ચાલવાથી પ્રતિ મિનિટ થોડી કેલરી જ બળે છે. પરંતુ ચાલવું એ દરરોજ કરવું સરળ છે અને સતત કરવું સરળ છે. સ્ટડી ર્શાવે છે કે ઝડપી ચાલવાથી, ખાસ કરીને જ્યારે નિયમિતપણે કરવામાં આવે છે, ત્યારે તમારું વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. 45-60 મિનિટની ચાલ 200 થી 400 કેલરી બર્ન કરી શકે છે, જે તમારી ગતિ અને વજન પર આધાર રાખે છે.

Weight Loss Tips | પેટ અને કમરની ચરબી ઘટાડવી છે? આજથી આટલા કામ કરવાનું બંધ કરો

દરરોજ ચાલવાથીચોક્કસપણે વજન ઘટાડવામાં મદદ મળશે. જો તમે કેટલીક વસ્તુઓ કરો, તો ચાલવું કસરત જેવું નહીં લાગે, જેમ કે તમે મ્યુઝિક સાંભળી શકો છો, ચાલતી વખતે ફોન પર વાત કરી શકો છો અથવા મિત્ર સાથે ચાલી શકો છો. આ વસ્તુઓથી ચાલવાનું કસરત જેવું ઓછું લાગી શકે છે.

વજન ઘટાડવા માટે શું વધારે સારું?

ચાલવું અને કસરત બન્નેમાંથી વજન ઘટાડવા માટે કયું સારું છે, એ પૂછવામાં આવે તો તમારે કહેવું પડશે કે બંને સારા છે. બંનેના પોતાના ફાયદા છે. ચાલવું એ એક સરળ વસ્તુ છે જે દરરોજ કરી શકાય છે. અઠવાડિયામાં 2-4 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અથવા કાર્ડિયો શેડ્યૂલ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ