/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Walnuts.jpg)
Walnuts : અખરોટ પોષક તત્વોથી ભરપૂર ખાસ ડ્રાયફુટ છે. (Photo - Freepik)
Walnuts Health Benefits Eat Daily In Morning Breakfast : અખરોટ પોષક તત્વોથી ભરપૂર એક ખાસ ડ્રાયફુટ છે. અખરોટનું સેવન બ્રેક ફાસ્ટમાં કે અન્ય રીતે કરી શકાય છે. સવારનો નાસ્તો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. સવારના નાસ્તામાં એવા ફૂડનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને ઊર્જા અને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે. અખરોટ એક ડ્રાયફુટ છે જેનું લોકો સવારે ખાલી પેટ સેવન કરે છે. દરરોજ સવારે અખરોટ ખાવાથી તમારા શરીર પર ઘણી અસરો થઈ શકે છે. આ નાનકડા અખરોટનું સેવન હૃદયથી લઈને મગજના કાર્યો સુધીની દરેક વસ્તુને અસર કરે છે. તેના ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે.
અખરોટ - પોષક તત્વોથી ભરપૂર ડ્રાયફુટ (Walnuts Nutrition)
અખરોટમાં રહેલા પોષક તત્વોની વાત કરીયે તો તેમાં વિટામીન બી, વિટામીન સી, વિટામીન કે, વિટામીન બીટુ, વિટામીન ઇ, વિટામીન બી6, કેલ્શિયમ અને ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે.
કેર હોસ્પિટલ, બંજારા હિલ્સ, હૈદરાબાદના કન્સલ્ટન્ટ ક્લિનિકલ ડાયેટિશિયન ડૉ. જી. સુષ્માએ જણાવ્યું હતું કે અખરોટ એ પોષક તત્વોનો ભંડાર છે જે ઓમેગા-3 ફેટી એસિડ્સ, એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેનું નિયમિત સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનું સેવન કરવાથી મગજથી લઈને હૃદય સુધી ફાયદો થાય છે. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીયે, દરરોજ સવારે ખાલી પેટ અખરોટનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
હૃદય સ્વસ્થ રહેશે
અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. અખરોટમાં બળતરા ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં જાદુઈ અસર હોય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/dry-fruits-walnuts.jpg)
મગજનું સ્વાસ્થ્ય સારું રહેશે
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે જ્ઞાનાત્મક કાર્ય સાથે જોડાયેલા હોય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અખરોટનું નિયમિત સેવન મગજના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે છે.
ભૂખને નિયંત્રિત કરવામાં અસરકારક
કેલેરીથી ભરપૂર અખરોટના સેવનથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. તેના સેવનથી શરીરનું વજન કન્ટ્રોલમાં રહે છે.
એન્ટીઑકિસડન્ટો સમૃદ્ધ
અખરોટમાં પોલીફેનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરના કોષોને મુક્ત રેડિકલના કારણે થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
સવારના નાસ્તામાં અખરોટનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ (Walnuts Health Benefits)
અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ફેટી એસિડનો પ્લાન્ટ આધારિત સ્ત્રોત છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. સવારે તેનું સેવન કરવાથી શરીરને શક્તિ અને ઉર્જા મળે છે. પોષક તત્વોથી ભરપૂર અખરોટનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે.
દરરોજ સવારે અખરોટનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
આ પણ વાંચો | મહિલાઓ માટે આ અનાજ છે સુપરફૂડ, લોહીની ઉણપ અને નબળાઇ થશે દૂર, જાણો સદગુરુ પાસેથી
દરરોજ કેટલા અખરોટ ખાવા જોઇએ? (How Many Walnuts To Eat Per Day)
જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમે દરરોજ 30 થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો છો. મુઠ્ઠીભર અખરોટ તમારા મગજ, હૃદય અને ત્વચાને સ્વસ્થ રાખી શકે છે. અખરોટ તમારા વજનને નિયંત્રિત કરવા માટે દવા જેવું કામ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us