/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/War-2-Teaser-release.jpg)
વોર 2 નું ધમાકેદાર ટીઝર જુનિયર એનટીઆર બર્થડે પર રિલીઝ, મુવી આ તારીખે થશે રિલીઝ
વોર 2 ટીઝર | ઋત્વિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr. NTR) અભિનીત વર્ષના સૌથી મોટા સિનેમેટિક ટક્કર, અયાન મુખર્જીની ફિલ્મ 'વોર 2' (War 2) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે નિર્માતાઓએ એનટીઆર જુનિયરના જન્મદિવસ (Jr. NTR Birthday) ના અવસર પર વોર 2 નું ટીઝર રિલીઝ કર્યું છે.
વોર 2 (War 2) માં ઋત્વિક રોશન (Hrithik Roshan) રો એજન્ટ મેજર કબીર ધાલીવાલની ભૂમિકામાં ફરી એકવાર જોવા મળશે, જ્યારે જુનિયર એનટીઆર (Jr. NTR) મુખ્ય પાત્ર ભજવશે, જે હિન્દી સિનેમામાં તેનો ખૂબ જ અપેક્ષિત ડેબ્યુ છે.
વોર 2 ટીઝર (War 2 Teaser)
ટીઝરની શરૂઆત જુનિયર NTR ના વોઇસઓવરથી થાય છે, જેમાં તે ઋત્વિક રોશન (કબીર) ને મળવાની ઉત્સુકતા વ્યક્ત કરે છે, જેમને તે "ભારતનો શ્રેષ્ઠ સૈનિક અને RAW નો શ્રેષ્ઠ એજન્ટ" કહે છે. જોકે તે ઉમેરે છે કે તે કબીરની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો છે, છતાં કબીર તેના અસ્તિત્વથી અજાણ છે. એક ભયાનક ઘોષણામાં જુનિયર NTR ચેતવણી આપે છે "તમે મને ઓળખતા નથી, પરંતુ તમે ટૂંક સમયમાં મને ઓળખી જશો" જે આગળના વિસ્ફોટક મુકાબલાનો સંકેત આપે છે.
આ પણ વાંચો: લગ્ન બાદ 6 મહિના દરમિયાન માત્ર 21 દિવસ સાથે રહ્યા, અનુષ્કા શર્મા કર્યો ખુલાસો
ત્યારબાદ ટીઝરમાં જુનિયર NTR અને ઋત્વિક વચ્ચેના હાઈ -ઓક્ટેન વોર સીન દર્શાવવામાં આવ્યા છે, જેમાં આકર્ષક આંતરરાષ્ટ્રીય સ્થળો બતાવામાં આવ્યા છે. બિકીની પહેરેલી કિયારા અડવાણીની એક ટૂંકી ઝલક તેના પાત્ર અને ઋત્વિકના કબીર વચ્ચેના રોમેન્ટિક સબપ્લોટને પણ દર્શાવે છે. ટીઝર જુનિયર NTR દ્વારા "યુદ્ધ માટે તૈયાર રહો" ના ઉચ્ચારણ સાથે સમાપ્ત થાય છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને ટાઇગર શ્રોફ સાથેની 2019 ની ફિલ્મ "વોર" બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. તેની ફેલાની ફિલ્મોને પાછળ છોડી દેવાનું વચન આપતી વોર 2 ને એક મોટી અને સારી સિક્વલ તરીકે રજૂ કરવામાં આવી છે. તેના એક્શન સિક્વન્સ છ દેશોમાં ફિલ્માવવામાં આવ્યા હતા, ઇટાલી, સ્પેન, જાપાન, અબુ ધાબી, રશિયા અને મુંબઈ. એવી અટકળો ચાલી રહી છે કે શું આપણે YRF સ્પાય યુનિવર્સમાંથી અન્ય સ્ટાર્સને કેમિયો રોલમાં જોઈશું? જોકે, નિર્માતાઓ આ અંગે મૌન રહ્યા છે.
વોર 2 રિલીઝ ડેટ (War 2 Release Date)
વોર 2 મુવી જુનિયર NTR સાથે નિર્માતાઓનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતના દર્શકોને આકર્ષિત કરવાનો છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે અને તે 14 ઓગસ્ટ, 2025 ના રોજ સ્વતંત્રતા દિવસ પહેલા રિલીઝ થવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us