Water Cooking : શું તેલ વિના રસોઈ કરવી શક્ય છે? 'વોટર કુકિંગ'નો ટ્રેન્ડ વધ્યો,જાણો આ ટેક્નિક વિષે

Water Cooking : આ ટેક્નિકનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ આ સાથે એ જાણવું મહત્વનું છે કે તે હેલ્થ માટે કેટલી જરૂરી સાબિત થઇ શકે છે, અહીં વાંચો.

Water Cooking : આ ટેક્નિકનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ આ સાથે એ જાણવું મહત્વનું છે કે તે હેલ્થ માટે કેટલી જરૂરી સાબિત થઇ શકે છે, અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Water Cooking methods zero oil cooking culinary trend health benefits of water cooking health tips in gujarati

Water Cooking : 'વોટર કુકિંગ'

Water Cooking : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા મોટાભાગના લોકોને ખબર હશે કે તાજતેરમાં " 'વોટર કુકીંગ' (Water Cooking) ટેક્નિક કેટલી ટ્રેન્ડમાં છે ! શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે કોઈ પુરીઓને પાણીમાં તળી શકાય અને કોઈ સબ્જી તેલ વિના પાણીમાં બનાવી શકાય છે? નહિ, પરંતુ આ ખરેખર શક્ય છે. તાજેતરના આ ટ્રેન્ડ કુકીંગમાં લોકપ્રિય થઈ રહ્યું છે, આ ટેક્નિકને 'ઝીરો ઓઇલ કુકીંગ' અને 'વોટર કુકીંગ' (Water Cooking) કહેવાય છે. આ નવી ટેક્નિક શેફ, હેલ્થ કોન્સિયસ અને ઘણી મહિલાઓ કુકિંગમાં યુઝ કરી રહી છે. જાણો આ ટેક્નિક વિષે વિગતવાર,

Advertisment
Water Cooking methods zero oil cooking culinary trend health benefits of water cooking health tips in gujarati
Water Cooking : 'વોટર કુકિંગ'

આ પણ વાંચો: ડાયાબિટીસ અને પેટની બીમારી માટે રામબાણ ઇલાજ

આ ટેક્નિકનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ આ સાથે એ જાણવું મહત્વનું છે કે તે હેલ્થ માટે કેટલી જરૂરી સાબિત થઇ શકે છે,હેલ્થ એક્સપર્ટ જી સુષ્માએ સમજાવ્યું કે વોટર કુકીંગ અથવા પાણી આધારીત રસોઈ અથવા તેલ વિના પાણીમાં બનતી રસોઈ ટેક્નિક જેમ કે ઉકાળવું અને બાફવું વગેરે ચોક્કસ સ્વાસ્થ્ય ફાયદા આપી શકે છે.

આ ટેક્નિકમાં સામાન્ય રીતે ફ્રાઈંગ અથવા રોસ્ટિંગની સરખામણીમાં નીચા તાપમાનનો ઉપયોગ થાય છે, જે ખોરાકના પોષકતત્વોને સાચવવામાં મદદ કરે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ અને ખનીજો આ કુકીંગ પ્રોસેસ દરમિયાન વધુ અસરકારકતા જાળવી રાખવામાં આવે છે.જો કે, એક્સપર્ટએ કહ્યું કે એકંદર ભોજનની તંદુરસ્તી ઉપયોગમાં લેવાથી સામગ્રી અને રસોઈ તકનીક પર આધારિત છે.

વોટર કુકીંગ કેટલી હેલ્થી છે? : વોટર કુકીંગ ખરેખર સ્વાદિષ્ટ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે યોગ્ય પ્રમાણમાં સામગ્રી અને સીઝનીંગ સાથે કરવામાં આવે. જેમકે, શાકભાજીને ઉકાળવા અથવા બાફવાથી તેમના કુદરતી સ્વાદ અને પોષક તત્વો જાળવી રાખવામાં મદદ મળી શકે છે.આ કુકીંગમાં બધા મસાલા અથવા સૂપ ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધી શકે છે. મુખ્યએ છે કે વોટર કૂકીંગને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ સ્વાદો અને તકનીકોનો પ્રયોગ કરી શકો છો.

Advertisment

આ પણ વાંચો: લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો?

શું આપણે રસોઈમાં ઓઇલ યુઝ કરવાનું બંધ કરવું જોઈએ?

તેલ આધારિત રસોઈ બનાવાનું સંપૂર્ણપણે દૂર કરવી જરૂરી નથી, કારણ કે સંતુલિત આહાર માટે અમુક માત્રામાં હેલ્થી ફેટ્સ લેવા જરૂરી છે. રસોઈ તેલમાં કરવાથી તમારા ભોજનમાં સ્વાદ અને અમુક પોષક તત્વો ઉમેરી શકાય છે. જો કે, મધ્યસ્થતા ચાવીરૂપ છે, કારણ કે બિનઆરોગ્યપ્રદ તેલનો વધુ પડતો વપરાશ હૃદય રોગ અને સ્થૂળતા જેવી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારી શકે છે.

ઓલિવ તેલ જેવું હેલ્થી કુકીંગ ઓઇલ પસંદ કરો ,એવોકાડો ઓઇલ, કેનોલા તેલ મધ્યમ પ્રમાણમાં. પાણી વડે રસોઈ બનાવવી એ હેલ્થી અને સ્વાદિષ્ટ વિકલ્પ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે અન્ય કુકીંગ ટેક્નિક સાથે સંતુલિત હોય. રસોઈની વિવિધ તકનીકોનો સમાવેશ કરવો અને હેલ્થી ફેટના મિશ્રણનો ઉપયોગ કરીને સારી રીતે સ્વાદિષ્ટ ડાયટમાં યોગદાન આપી શકે છે.પાણીમાં રસોઈ બનાવાના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા છે, જેમાં પોષક તત્વોની જાળવણી, ઓછી કેલરીનું સેવન અને હાનિકારક સંયોજનો બનવાનું ઓછું જોખમ, વોટર કુકીંગથી માઇન્ડફુલ અને હેલ્થી ડાયટ પર વધતા ભાર સાથે સંરેખિત થાય છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર વોટર કુકીંગ તેનો સ્વાદ જાળવી રાખે છે. પરંતુ એ વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips