/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-20.jpg)
Water drinking benefits: પાણી પીવાના ફાયદાઓ
Water Drink Per Day? : પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે,આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે. ઘણી બીમારીઓથી બચવા માટે આપણને વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત તમે ઘણા લોકો પાસેથી એવું પણ સાંભળ્યું હશે કે સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું જોઈએ. તેમજ ઉનાળામાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે દર અડધા કલાકે થોડું પાણી પીતા રહો, જ્યારે ઘણા લોકો કહે છે કે તરસ ન લાગે તો પણ પાણી પીવું જ જોઈએ, પરંતુ લોકો આવું બોલવા પાછળનો તર્ક શું છે? આ નિયમો ક્યાંથી આવ્યા? તરસ વગર પણ વ્યક્તિએ ખરેખર પાણી પીવું જોઈએ કે વધારે પાણી પીવાના શું ગેરફાયદા છે? ચાલો આ વિશે વિગતવાર સમજીએ
બીબીસીના એક રિપોર્ટ મુજબ આપણા શરીરના કુલ વજન બે તૃતિયાંશ ભાગ પાણી છે. તેમજ એ વાતમાં પણ કોઈ શંકા નથી કે પાણી પીવાથી શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે, સાથે જ પાણી પીવાથી પરસેવા અને પેશાબ માર્ગે શરીરમાં રહેલા અશુદ્ધિઓ દૂર થાય છે. શરીરની અંદર થતી ઘણી રાસાયણિક પ્રતિક્રિયાઓ પણ પાણી વગર થઈ શકતી નથી. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિના શરીરમાં યોગ્ય માત્રામાં પાણી હોવું ખૂબ જ જરૂરી બની જાય છે.
1945માં નેશનલ રિસર્ચ કાઉન્સિલ ઓફ અમેરિકાના ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડે એક સંશોધનના આધારે જણાવ્યું હતું કે, પુખ્ત વયના લોકોએ પ્રત્યેક એક કેલરી પચાવવા માટે એક મિલીલીટર પાણી પીવું જોઈએ. એટલે કે, જો તમે 3 હજાર કેલરી લઈ રહ્યા છો, તો તમારે કુલ ત્રણ લિટર પાણી પીવું જોઈએ. જો તમે 3500 કેલરી લઈ રહ્યા છો, તો તમારે ત્રણ લિટરથી વધુ પાણી પીવું પડશે. જો કે, નોંધનીય બાબત એ છે કે તેમાં માત્ર સાદા પાણીનો જ નહીં પણ ફળો, શાકભાજી કે અન્ય પીણામાંથી મેળવેલ પાણીનો પણ સમાવેશ થાય છે.
એક દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ?
દિવસના હિસાબે વાત કરીયે તો 1974માં માર્ગારેટ મેકવિલિયમ્સ અને ફ્રેડરિક સ્ટેયરના પુસ્તક ન્યુટ્રિશન ફોર ગુડ હેલ્થમાં કહેવામાં આવ્યું હતું કે, દરેક વ્યક્તિએ દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. જો કે, આ વાક્ય બધાને લાગુ પડતું નથી. આ ઉપરાંત, બંને લેખકોએ આ આહારમાં ફળો, શાકભાજી અથવા અન્ય પીણાં જેવા કે સોફ્ટ ડ્રિંક્સ, બીયરમાંથી મેળવેલા પાણીનો સમાવેશ કરવા વિશે લખ્યું છે.
આ પણ વાંચો | બદામ ખાવાના ફાયદા, વધુ પ્રમાણમાં સેવન કરવાથી આડઅસરો થઇ શકે
વધુ ને વધુ પાણી પીવાની સલાહ કેટલી યોગ્ય છે?
ઉપર જણાવ્યા મુજબ, ઘણા લોકો તરસ વગર પણ પાણી પીવાની ભલામણ કરે છે. જો કે, હેલ્થ એક્સપર્ટ્સના મતે વ્યક્તિએ એટલું જ પાણી પીવુ જોઇએ જેટલી શરીરની જરૂરિયાત છે. બીબીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકોને એવો કોઈ પુરાવો નથી મળ્યો કે જેનાથી એવું કહેવામાં આવે કે વધુને વધુ પાણી પીવું જોઈએ. આ બધાથી અલગ તરસ લાગે ત્યારે પાણી પીવું સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us