/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/water-tank-cleaning-tips.jpg)
પાણીની ટાંકીની નિયમિત સાફ-સફાઈ કરવી બહુ જરૂરી છે. (Photo - Freepik)
Diwali Home And Water Tank Cleaning Tips : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક ઘરમાં સફાઈ અભિયાન શરૂ થઈ ગયું છે, જેના કારણે ઘરના દરેક ખુણાને સાફ-સુંદર બનાવવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન, મોટાભાગના લોકો તેમની પાણીની ટાંકી પણ સાફ કરે છે, જેના વિશે તેઓ પહેલેથી જ ચિંતા કરવા લાગે છે. દરેક વ્યક્તિ જાણે છે કે પાણીની ટાંકીને સાફ રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની પાછળ સાગતા સમય અને મહેનતને જોઈને લોકો ઘણીવાર ટાંકીની સફાઈ કરતા અચકાય હોય છે અથવા તેની માટે પ્લમ્બરની મદદ લે છે, જે મિનિટોમાં હજારો રૂપિયા લઈ જાય છે. જો તમે આ વર્ષે આ ખર્ચ બચાવવા માંગો છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ લેખમાં, અમે તમને કેટલીક અદભૂત ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ખૂબ જ ઓછા સમયમાં પાણીની ટાંકીમાં જમા થયેલી શેવાળ - લીલ અને ગંદકીને સરળતાથી સાફ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે-
સૌથી પહેલા આપણે જાણીએ કે પાણીની ટાંકી કેટલા સમયાંતરે સાફ કરવી જોઇએ?
હેલ્થ એક્સપર્ટ્સના મત, જો તમારી ટાંકી સંપૂર્ણપણે ઢંકાયેલી હોય અને પાણીની ગુણવત્તા પણ ખરાબ ન હોય તો પણ તમારે દર 6 મહિનામાં એકવાર ટાંકી સાફ કરવી જોઈએ. સમય જતાં, બંધ ટાંકીમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવાનો ભય રહે છે, જે તમને ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે.
પાણીની ટાકી ઝડપથી સાફ કરવાની ટીપ્સ
ફટકડી
તમે મિનિટોમાં પાણીની ટાંકી સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફટકડીના 3-4 ટુકડા લો અને તેને પાણીની ટાંકીમાં નાંખો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. ચોક્કસ સમય પછી, તમે જોશો કે પાણીની અંદર લાગેલી શેવાળ - લીલ અને ગંદકી ટાંકીની સપાટી પર એકઠા થવાનું શરૂ કરશે. આનાથી પાણીની ટાંકીની સફાઈ સરળ બની જાય છે. બધી ગંદકી તળિયે જમા થઈ ગયા પછી, ટાંકીને ખાલી કરો અને પછી તળિયે જમા થયેલી ગંદકીને સાફ કરો અને ટાંકીને ફરી એકવાર સ્વચ્છ પાણીથી ભરી દો.
હાઇડ્રોજન પેરોક્સાઇડ
હાઇડ્રોજન પેરોક્સાઇડ તમને ઝડપી સફાઈ કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે આ કેમિકલને ટાંકીમાં નાખીને 20 મિનિટ માટે છોડી દો. ચોક્કસ સમય પછી, તમે જોશો કે ટાંકીની દિવાલોમાંથી ગંદકી ફૂલીને આપમેળે બહાર આવવા લાગી છે, પછી ટાંકીમાં રહેલા પાણીને કાઢી નાંખો અને તેને સાફ કપડાની મદદથી અંદરથી સાફ કરો. યોગ્ય રીતે સફાઈ કર્યા પછી ટાંકીને ફરી એકવાર સ્વચ્છ પાણીથી ભરી દો.
ડીશવોશ અને મીઠું
પાણીની ટાંકીને સાફ કરવા માટે તમે ડીશવોશ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ બંને વસ્તુઓને એક બાઉલમાં પુરતા પ્રમાણમાં લો અને પાણી નાંખીથી પેસ્ટ તૈયાર કરો. ટાંકીને ખાલી કર્યા પછી આ પેસ્ટને કપડા અથવા બ્રશની મદદથી ટાંકીની દિવાલો અને સપાટી પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. હવે હૂંફાળા પાણીથી ટાંકીને ધોઈ લો. આ ઉપાયથી તમે પાણીની ટાંકીને સરળતાથી સાફ કરી શકો છો.
આ પણ વાંચો | ફળ છાલ સાથે ખાવું કે છાલ વગર? આ 5 ફળ છાલ સાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળશે, બીમારી દૂર ભાગશે
ડિટરજન્ટ અને બેકિંગ સોડા
જો તમારી પાણીની ટાંકી બહુ મોટી છે, તો તેને સાફ કરવા માટે એક ડોલમાં ગરમ પાણી લો. હવે તેમાં ડિટર્જન્ટ પાઉડર, 7 થી 8 ચમચી ખાવાનો સોડા અને મીઠું મિક્સ કરો. હવે પાણીની ટાંકીને ખાલી કરો અને કપડા અથવા બ્રશની મદદથી આ પાણીથી સાફ કરો, તેનાથી ગંદકી પણ ઝડપથી સાફ થઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us