Summer Health Tips : ઉનાળામાં તરબૂચનું સેવન ડીહાઇડ્રેશનથી બચાવશે, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય

Summer Health Tips : તડબૂચમાં 90 ટકાથી વધુ પાણી છે, વિટામિન C, A, B6 અને પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફોલેટ અને કેલ્શિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.

Summer Health Tips : તડબૂચમાં 90 ટકાથી વધુ પાણી છે, વિટામિન C, A, B6 અને પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફોલેટ અને કેલ્શિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
watermelon benefits best time to eat summer health tips in gujarati

summer health tips : સમર હેલ્થ ટિપ્સ તડબૂચ ફાયદા ખાવાનો શ્રેષ્ઠ સમય (Canva)

Summer Health Tips : ઉનાળા (summer) ની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે બોડીને હાઈડ્રેટેડ રાખવા રસદાર અને સ્વાદિષ્ટ મોસમી ફળો જેમ કે કેરી, તરબૂચ, નારંગી, દ્રાક્ષ જેવા અનેક ફ્રૂટ્સ ખાતા હોઈએ છીએ. તેમાં ગરમીમાં દિવસોમાં પેટને તડબૂચ (watermelon) જેમાં 90% થી પણ વધુ પાણી હોય છે. તેની તાસીર ઠંડી છે અને બોડીને હાઇડ્રેટ રાખે છે, આ સિવાય પણ આ ફળનું સેવન કરવાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે.

Advertisment
watermelon benefits best time to eat summer health tips in gujarati
summer health tips : સમર હેલ્થ ટિપ્સ તડબૂચ ફાયદા ખાવાનો શ્રેષ્ઠ સમય (Canva)

આયુર્વેદિક નિષ્ણાત ડૉ. દિક્ષા ભાવસારના જણાવ્યા મુજબ, ''તડબૂચમાં 90 ટકાથી વધુ પાણી છે, વિટામિન C, A, B6 અને પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફોલેટ અને કેલ્શિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.''

આ પણ વાંચો: Sattu : ઉનાળામાં આ કારણોથી તમારે સત્તુનું સેવન કરવું જોઈએ

તડબૂચ ખાવાના ફાયદા

  • અતિશય લાગતી તરસ મિટાવે
  • મૂત્રાશયના ચેપમાં મટાડવામાં મદદ કરે
  • થાક દૂર કરવામાં મદદ કરે
  • શરીરની બળતરાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે
  • પીડાદાયક પેશાબમાં રાહત આપે છે
  • એડીમા અને બળતરાથી રાહત આપે છે.
Advertisment

તરબૂચના બીજ પણ ફાયદાકારક છે. તડબૂચ ઠંડક, મૂત્રવર્ધક અને પોષક પ્રકૃતિના છે. બીજના તેલમાં લિનોલીક એસિડ, ઓલીક એસિડ, પામમેટિક અને સ્ટીઅરિક એસિડના ગ્લિસરાઈડ્સ હોય છે.

આ રીતે કરો સેવન

નિષ્ણાતે મધ્યસ્થતામાં તરબૂચનું સેવન કરવાનું સૂચન કર્યું છે. તેને મધ્યસ્થતામાં લો અને ક્યારેય વધુ પડતું ન લો, નહીંતર, તે ચોક્કસપણે તમને બ્લોટિંગ, ગેસ અને પેટના દુખાવાનું કારણ બની શકે છે. વધુમાં, આ ફળને એકલું ખાવાની ભલામણ કરવામાં આવે છે નહિ કે ભોજન સાથે.

આ પણ વાંચો: Pulses : આ કારણોથી ઉનાળામાં કઠોળ ખાવા જોઈએ, એક્સપર્ટે જણાવ્યા આ સ્વાસ્થ્ય લાભ

ખાવાનો શ્રેષ્ઠ સમય

આયુર્વેદ અનુસાર, તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી, નાસ્તો અને લંચ વચ્ચેનો છે. તમે તેને સાંજે 5 વાગ્યા પહેલા સાંજના નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. રાત્રે અથવા તમારા ભોજન સાથે તેનું સેવન ન કરો.ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર કંટ્રોલને ધ્યાનમાં રાખી તડબૂચનું સેવન કરવું જોઈએ.

ઉનાળો જીવનશૈલી health tips